7th pay commission: કેન્દ્ર સરકાર ફરી એકવાર કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર આપી શકે છે. સરકારે તાજેતરમાં કર્મચારીઓ અને પેન્શનરોના DA/DRમાં ચાર ટકાનો વધારો કર્યો હતો. હવે એવા સૂત્રો જણાવી રહ્યા છે કે સરકાર આ વર્ષના બીજા છ મહિનામાં પણ DA માં ચાર ટકાનો વધારો કરી શકે છે. સરકારે જાન્યુઆરીથી જુલાઈ 2023ના પ્રથમ છ મહિનામાં ડીએ અને ડીઆરમાં ચાર ટકાનો વધારો કર્યો હતો. કર્મચારીઓને આશા છે કે સરકાર જુલાઈમાં ડીએમાં ચાર ટકાનો વધારો કરવો જોઈએ. જો આ મુજબ વધુ ચાર ટકાનો વધારો કરવામાં આવે તો કેન્દ્રીય કર્મચારીઓનું DA 42 ટકાથી વધીને 46 ટકા થઈ જશે.
સરકાર બીજા અર્ધવાર્ષિક ગાળા માટે સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર મહિનામાં ડીએમાં વધારાને મંજૂરી આપી છે. આ વખતે ઓગસ્ટમાં જાહેરાત થવાની ધારણા છે. સાતમા પગાર પંચની ભલામણો અનુસાર DA અને DR માં વર્ષમાં બે વાર વધારો થાય છે. પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ચાર ટકાનો વધારો થયો છે. આ લાભએ સરકારી કર્મચારીઓના પગાર માળખાનો એક ભાગ છે. મોંઘવારી દરને જોતા કેન્દ્ર સરકાર કર્મચારીઓના ડીએમાં ફેરફાર કરે છે.
આ પણ વાંચો : Gold Price Today : આજે અમદાવાદમાં 1 તોલા સોનાનો ભાવ 52140 રૂપિયા,રોકાણ કરવું જોઈએ કે વેચાણ? જાણો નિષ્ણાંતોનું મંતવ્ય
જો કેન્દ્રીય કર્મચારીઓનો DA 46 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવે છે તો કર્મચારીઓનો પગાર વધશે. ગણતરી કરીએતો ધારો કે કેન્દ્રીય કર્મચારીનો બેઝિક પગાર 18,000 રૂપિયા છે. જો આપણે 42 ટકા મુજબ ગણતરી કરીએ તો DA 7560 રૂપિયા થાય છે. બીજી બાજુ જો ડીએ બીજા છ મહિનામાં વધીને 46 ટકા કરવામાં આવે તો તે 8,280 રૂપિયા થઈ જાય છે. એટલે કે પગારમાં દર મહિને 720 રૂપિયાનો વધારો મળશે.
કર્મચારીઓના પગારમાં સારો વધારો મળશે કારણ કે મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે મૂળ પગારમાં સુધારો થઈ રહ્યો છે. આગામી વર્ષોમાં સરકાર 7મા પગાર પંચને નાબૂદ કરી ગણતરી માટે નવી ફોર્મ્યુલા રજૂ કરી શકે છે. જો કે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 1:08 pm, Tue, 25 April 23