7th Pay Commission: જુલાઇથી કેન્દ્રીય કર્મચારીઓને પગાર વધારો મળી શકે છે, DAમાં વૃદ્ધિ થશે

|

May 29, 2021 | 9:02 AM

કેન્દ્ર સરકારે કોરોના વાયરસ રોગચાળાને કારણે સર્જાયેલી આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેના કર્મચારીઓના મોંઘવારી ભથ્થું અટકાવી દીધું હતું.

7th Pay Commission: જુલાઇથી કેન્દ્રીય કર્મચારીઓને પગાર વધારો મળી શકે છે, DAમાં વૃદ્ધિ થશે
કેન્દ્રીય કર્મચારીઓ માટે રાહતના સમાચાર આવી રહ્યા છે.

Follow us on

કેન્દ્ર સરકારે કોરોના વાયરસ રોગચાળાને કારણે સર્જાયેલી આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેના કર્મચારીઓના મોંઘવારી ભથ્થું અટકાવી દીધું હતું. સરકારે જાન્યુઆરી 2020 થી જૂન 2021 સુધી મોંઘવારી ભથ્થું અટકાવી રાખ્યું છે મામલે ટૂંક સમયમાં સરકારી કર્મચારીઓને રાહત મળવા જઈ રહી છે જેમને જૂલાઈ મહિનામાં પગાર વધારો મળી શકે છે.

DA 17 થી વધીને 28 ટકા થઇ શકે છે
જાન્યુઆરી 2020 માં કેન્દ્રીય કર્મચારીઓના DAમાં ચાર ટકાનો વધારો કરાયો હતો. ત્યારબાદ બીજા ભાગમાં (જૂન 2020) તેમાં ત્રણ ટકાનો વધારો થયો હતો. હવે જાન્યુઆરી 2021 માં તેમાં ચાર ટકાનો વધારો થયો છે. આ રીતે કર્મચારીઓને DAનો લાભ 17 ટકાથી વધીને 28 ટકા થશે.

PF બેલેન્સમાં પણ વધારો થશે
PF ની ગણતરી હંમેશા પગાર અને મોંઘવારી ભથ્થું ઉમેરીને કરવામાં આવે છે. મોંઘવારી ભથ્થામાં વધારાથી પીએફ બેલેન્સમાં પણ વધારો થશે. ડીએમાં વધારાથી કેન્દ્રીય કર્મચારીઓના ડીએ, એચઆરએ, ટ્રાવેલ એલાઉન્સ અને મેડિકલ એલાઉન્સને અસર થશે. ડીએ 17 ટકાથી વધારીને 28 ટકા કરવાથી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારો થશે જ પરંતુ પીએફમાં તેમનું યોગદાન પણ વધશે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

​​જૂન 2021 થી મોંઘવારી ભથ્થું ફ્રીઝ છે
ભૂતપૂર્વ કર્મચારીઓ પણ ડીઆર લાભો માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સરકારે જૂન 2021 સુધી ડીએ અને ડીઆર ફ્રીઝ કરી દીધા છે. જો જુલાઈમાં ડીએ અને ડીઆર ફરીથી શરૂ કરવામાં આવે તો તેનો લાભ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને ભૂતપૂર્વ કર્મચારીઓને મળશે. આવી સ્થિતિમાં જો મોંઘવારી ભથ્થું અપાય તો લગભગ 58 લાખ પેન્શનરોને લાભ મળશે.

મોંઘવારી ભથ્થું શું છે?
મોંઘવારી ભથ્થું એ પગારનો એક ભાગ છે. તે કર્મચારીના મૂળ પગારની નિશ્ચિત ટકાવારી છે. દેશમાં મોંઘવારીના પ્રભાવને ઘટાડવા માટે સરકાર તેના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું ચૂકવે છે. તે સમયાંતરે વધારવામાં આવે છે. નિવૃત્ત કર્મચારીઓને પણ આ લાભ મળે છે.

Next Article