7th Pay Commission: દેશના 1.2 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને આજે મળી શકે છે ખુશખબર , પગાર 2 લાખથી વધુ મળશે, જાણો કેવી રીતે?

|

Jul 07, 2021 | 9:34 AM

આજે કેબિનેટની બેઠક(Cabinet Meeting Today)યોજાવાની છે. મોંઘવારી ભથ્થું (DA) અને મોંઘવારી રાહત (DA) પર આજે મંજૂરીની મહોર લાગી શકે છે.

7th Pay Commission: દેશના 1.2 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને આજે મળી શકે છે ખુશખબર , પગાર 2 લાખથી વધુ મળશે, જાણો કેવી રીતે?
Symbolic Image

Follow us on

દેશના 1.2 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ (Central government employee’s) અને પેન્શનરો(Pensioner’s) માટે આજનો દિવસ ખુબ મહત્વનો છે. આજે કેબિનેટની બેઠક(Cabinet Meeting Today)યોજાવાની છે. મોંઘવારી ભથ્થું (DA) અને મોંઘવારી રાહત (DA) પર આજે મંજૂરીની મહોર લાગી શકે છે. બેઠકમાં DA અને DR ઉપરાંત જુલાઈ અને ઓગસ્ટના 2 મહિનાના એરીયર અંગે પણ નિર્ણય લેવાઈ છે. જો આવું થાય છે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓના સપ્ટેમ્બરમાં બમ્પર સેલરી મળશે.

આજે કેબિનેટમાં નિર્ણય લેવામાં આવશે
આજે કેન્દ્રીય પ્રધાનમંડળની એક બેઠક વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાવાની છે. આ બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓના DA પર ચર્ચા થઈ શકે છે. આ પહેલા 26 જૂને કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં નાણાં મંત્રાલય અને રાષ્ટ્રીય સંયુક્ત સલાહકાર મશીનરી (JCM) અને અધિકારીઓની એક બેઠક મળી હતી જેમાં સપ્ટેમ્બરમાં DA આપવાની વાત કરવામાં આવી હતી. આજની મંત્રીમંડળની બેઠકમાં તેને મંજૂરી મળી શકે છે.

ત્રણ હપ્તા બાકી છે
નેશનલ કાઉન્સિલ ઓફ જોઇન્ટ કન્સલ્ટિવ મશીનરી (JCM) એ કેન્દ્ર સરકારના કર્મચારીઓનું એક સંગઠન છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને DAના ત્રણ હપ્તા મળવાના બાકી છે. કોરોના રોગચાળાને કારણે સરકારે DA તેમજ પૂર્વ કર્મચારીઓના DAના આપ્યા ન હતા. કર્મચારીઓ અને પેન્શનરોના DA અને DR 1 જાન્યુઆરી 2020, 1 લી જુલાઈ 2020 અને 1 જાન્યુઆરી 2021 થી બાકી છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જાણો પગારની ગણતરીની રીત ?
સાતમા પગારપંચ હેઠળના પગારની ગણતરી માટે ઉદાહરણ તરીકે કર્મચારીનો બેઝિક સેલરી રૂ 20,000 છે, તો પછી તેનો માસિક DA 20,000 અનુસાર વધશે. માસિક DA માં વધારો રૂ 20,000 ના 11% એટલે કે કુલ રૂ ૨૨૦૦ થશે . એ જ રીતે કેન્દ્ર સરકારના અન્ય કર્મચારીઓ કે જેમની 7 મા પગારપંચ પે મેટ્રિક્સમાં જુદી જુદી બેઝિક સેલરી છે તે DA પછી તેમનો પગાર કેટલો વધશે તે ચકાસી શકે છે.

કેટલું એરીયર મળશે?
JCMના શિવ ગોપાલ મિશ્રાએ જણાવ્યું હતું કે વર્ગ 1 અધિકારીઓના ડી.એ.ની બાકી રકમ 11,880 થી રૂ. 37,554 ની વચ્ચે રહેશે. તેમણે કહ્યું કે, જો લેવલ -13 એટલે કે 7 માં CPC મૂળ પગારના ધોરણની ગણતરી રૂ. 1,23,100 થી રૂ. 2,15,900 . આ ઉપરાંત લેવલ -14 રૂ. 1,44,200 થી રૂ. 2,18,200 વચ્ચે રહેશે.

Next Article