Fact Check : શું માર્ચ 2026થી ATMમાં 500 રૂપિયાની નોટ બંધ થઈ જશે ? સરકારે આપી સ્પષ્ટતા

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એવી ચર્ચા જોર પકડી રહી છે કે માર્ચ 2026થી ATMમાં 500 રૂપિયાની નોટો મળવી બંધ થઈ જશે. આ દાવા બાદ લોકોમાં ગેરસમજ અને ચિંતા ફેલાઈ છે. પરંતુ હકીકત શું છે? શું ખરેખર સરકારે 500 રૂપિયાની નોટને ATMમાંથી દૂર કરવાનો નિર્ણય લીધો છે? ચાલો આ મુદ્દે સંપૂર્ણ સત્ય જાણીએ.

Fact Check : શું માર્ચ 2026થી ATMમાં 500 રૂપિયાની નોટ બંધ થઈ જશે ? સરકારે આપી સ્પષ્ટતા
| Updated on: Jan 02, 2026 | 7:23 PM

ગયા વર્ષે કેન્દ્ર સરકારે બેંકોને ATMમાં નાની નોટોની ઉપલબ્ધતા વધારવા સૂચના આપી હતી. ખાસ કરીને 100 અને 200 રૂપિયાની નોટોની સંખ્યા વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેથી સામાન્ય લોકોને રોજિંદા લેવડદેવડમાં સરળતા રહે. આ સૂચનાને અનુસરીને અનેક બેંકો દ્વારા ATMમાં નાની નોટોની સંખ્યા વધારવામાં આવી હતી.

જો કે, આ નિર્ણયનો અર્થ એ ક્યારેય નહોતો કે 500 રૂપિયાની નોટને બંધ કરવામાં આવશે અથવા ATMમાંથી હટાવવામાં આવશે. છતાં, સોશિયલ મીડિયા પર કેટલાક ભ્રામક પોસ્ટ્સ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો કે માર્ચ 2026થી ATMમાં 500 રૂપિયાની નોટ ઉપલબ્ધ નહીં રહે.

આ દાવા અંગે હવે સરકારની ફેક્ટ-ચેકિંગ એજન્સીએ સ્પષ્ટતા કરી છે. પીઆઈબી (PIB) ફેક્ટ-ચેક અનુસાર, સોશિયલ મીડિયા પર ફરતો આ દાવો સંપૂર્ણપણે ખોટો અને આધારવિહોણો છે. સરકાર પાસે 500 રૂપિયાની નોટને ડિમોનેટાઇઝ કરવાની કે ATMમાંથી દૂર કરવાની કોઈ યોજના નથી.

પીઆઈબીએ વધુમાં જણાવ્યું છે કે 500 રૂપિયાની નોટો સંપૂર્ણપણે કાયદેસર છે અને દેશમાં તમામ પ્રકારના વ્યવહારો માટે માન્ય છે. સરકારએ લોકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ અને અપ્રમાણિત સમાચાર પર વિશ્વાસ ન કરે.

આ પહેલી વાર નથી જ્યારે 500 રૂપિયાની નોટને લઈને આવી અફવાઓ ફેલાઈ હોય. અગાઉ પણ નોટબંધી અથવા 500 રૂપિયાની નોટ બંધ થવાની વાતો સામે આવી હતી, જેને સરકાર દ્વારા સ્પષ્ટપણે ફગાવી દેવામાં આવી હતી. જૂન મહિનામાં પણ PIB એ X (પૂર્વે ટ્વિટર) પર સ્પષ્ટ કર્યું હતું કે માર્ચ 2026માં નોટબંધી અંગેના દાવા ખોટા છે અને માત્ર જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ છે.

વર્ષના પહેલા જ દિવસે હિમાચલ પ્રદેશમાં મોટો ધમાકો, જુઓ Video 

Published On - 7:22 pm, Fri, 2 January 26