સરકારેનો હિતકારી નિર્ણય: Oximeter અને Thermometer જેવા જરૂરી સામાનમાં લૂંટ થશે બંધ, સસ્તો થશે સામાન

|

Jul 14, 2021 | 8:21 AM

બીજી લહેર સમયે Oximeter તેમજ અન્ય જરૂરી તબીબી સામાનમાં વેપારીઓ અને કંપનીઓએ લૂંટ આદરી હતી. જેના પર હવે સરકારે કડક નિર્ણય લઈને લગામ લગાવી છે.

સરકારેનો હિતકારી નિર્ણય: Oximeter અને Thermometer જેવા જરૂરી સામાનમાં લૂંટ થશે બંધ, સસ્તો થશે સામાન
5 medical items like pulse oximeter and nebulizer will be cheap

Follow us on

દેશમાં કોરોનાની બીજી લહેરે (Second Wave) અનેક બદલાવ લાવી દીધા છે. બીજી લહેર દરમિયાન કેટલીક દવાઓ સાથે ઓક્સિજનની તાણ પડી. આ સાથે જ ઓક્સિમીટર (Oximeter) અને થર્મોમીટર (Thermometer) જેવા તબીબી સાધનો પણ આઉટ ઓફ સ્ટોક થઇ ગયા હતા. એટલું જ નહીં આ જરૂરી સામાનનો ભાવ આસમાને પહોંચી ગયો હતો. કંપનીથી માંડીને દુકાનદારો મનફાવે તેમ ભાવ લઇ રહ્યા હતા. અને મજબુરીમાં લોકો આપી પણ રહ્યા હતા.

પરંતુ હવે સરકારે આ સામાનને લઈને મોટો નિર્ણય લોધો છે. જેમાં 5 જરૂરી મેડિકલ સાધનો (Medical instruments) પર નફાની ટકાવારી નક્કી કરવામાં અવી છે. હવે વેપારી તેટલા ટકાથી વધુ નફો નહીં લઇ શકે. જાહેર છે કે આનાથી તેના ભાવમાં નિયંત્રણ પણ આવશે. અને સામાન્ય જનતાના પરવડશે પણ ખરા.

3 ટકાથી લઈને 709 ટકાનું માર્જીન લેવાતું હતું

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

તમને જણાવી દઈએ કે ભારત સરકારની નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરીટી (NPPA) પલ્સ ઓક્સિમીટર, બ્લડ પ્રેશર મશીન (Blood Pressure Machine), ઇન્ફ્રારેડ થર્મોમીટર (Infrared Thermometer), ગ્લૂકોમીટર (GlucoMeter) અને નેબુલાઈઝરની (Nebulizer) કિંમતો પર હવે લગામ કસી છે. નિયમ પ્રમાણે હવે આ સામાન પર 70 ટકાથી વધુ નફો નહીં લઇ શકાય. અને તેનાથી વધુ કિંમતે નહીં વેચે શકાય. અત્યાર સુધી આ ઉપકરણો પર 3 ટકાથી લઈને 709 ટકાનું માર્જીન લેવામાં આવતું હતું.

ભાવ વ્યાજબી રહે તે માટે આ પગલું

આ લગામ લગાવવા માટે મંગળવારે DPCO દ્વારા 2013 ના પેરા 19 હેઠળ વિશેષ શક્તિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઓર્ડરમાં જણાવવામાં આવ્યું હતું કે એનપીપીએ દ્વારા ઓક્સિમીટર, ગ્લુકોમીટર, બીપી ટેસ્ટિંગ મશીન, નેબ્યુલાઇઝર અને ડિજિટલ થર્મોમીટરના ભાવ વ્યાજબી રહે તે માટે આ પગલું લેવાયું છે.

20 જુલાઈ સુધી MRP નક્કી કરવી પડશે

આ નિર્ણય અનુસાર મેડિકલ ડીવાઈઝ વેચનારને 20 જુલાઈ સુધી નવા નિયમો પ્રમાણે MRP નક્કી કરવી પડશે. અને પાંચેય મેડિકલ ડીવાઈઝ વેચનાર ડિસ્ટ્રીબ્યુટરની કિંમતથી 70 ટકાથી વધુ નફો નહીં લઇ શકાય. આ નિર્ણયથી સામાન્ય જનતાના માથેથી જરૂરી મેડિકલ સામાન ખરીદવાનો વધુ ભાર ઓછો થઇ શકે છે. તેમજ 20 જુલાઈ સુધી MRP ના બદલનારા વેચાણકર્તાઓને ઓવર ચાર્જ એમાઉન્ટનો 100 ટકા દંડ 15 ટકા વ્યાજ સાથે આપવો પડશે.

કેવી રીતે નક્કી થશે નવો ભાવ

MRP= Price to Distributer + 70% of Price to Distributer + GST
ઉદાહરણ તરીકે તમને સમજાવીએ તો જો ઓક્સિમીટર ડિસ્ટ્રિબ્યુટરને 500 રૂપિયા ચુકવવા પડે છે, તો નવા નિયમ મુજબ તેની મહત્તમ કિંમત (એમઆરપી) 875 રૂપિયા થશે. આ પાંચ તબીબી ઉપકરણોના ભાવો પર લગામ લાદવાનો એનપીપીએનો નિર્ણય 31 જાન્યુઆરી, 2022 સુધી લાગુ રહેશે.

 

આ પણ વાંચો: લખનૌમાં આતંકીની ડાયરીએ ખોલ્યા મોટા ભેદ! કોણ કરી રહ્યું હતું ફંડિંગ? ખાતાઓમાં લાખોની હેરાફેરી!

Next Article