AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Provident Fund Alert! 1 એપ્રિલથી નિયમોમાં થશે મોટો ફેરફાર, જાણો 5 મહત્વની બાબતો

જો પ્રોવિડન્ટ ફંડ સબ્સ્ક્રાઇબરનું વાર્ષિક યોગદાન 2.5 લાખથી વધુ હોય, તો બે અલગ અલગ ખાતા બનાવવામાં આવશે.

Provident Fund Alert! 1 એપ્રિલથી નિયમોમાં થશે મોટો ફેરફાર, જાણો 5 મહત્વની બાબતો
Interest will be tax free only if you invest up to 2.5 lakhs.
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2022 | 8:51 AM
Share

બજેટ 2021 માં, નાણા પ્રધાન નિર્મલા સીતારમણે પ્રોવિડન્ટ ફંડ (Provident Fund) યોગદાનને લઈને મોટી જાહેરાત કરી હતી. આ મુજબ પીએફ ફંડ (PF Contribution) માં 2.5 લાખથી વધુના રોકાણ પર ટેક્સ લાગશે. સીબીડીટીએ આ અંગે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. 1 ફેબ્રુઆરી, 2021ની જાહેરાત અનુસાર, પ્રોવિડન્ટ ફંડમાં 2.5 રૂપિયા લાખ સુધીના રોકાણ પર વ્યાજની આવક 1 એપ્રિલ, 2022થી સંપૂર્ણપણે કરમુક્ત રહેશે. તે પછી, જો આ ફંડમાં જમા કરવામાં આવે, તો વ્યાજની આવક કરપાત્ર રહેશે. સરકારી કર્મચારીઓ માટે આ મર્યાદા 5 લાખ રૂપિયા સુધી છે. આ નિયમ ફક્ત તે જ લોકો પર લાગુ થશે જેમનું પીએફમાં યોગદાન 2.5 લાખથી વધુ છે.

  1. સીબીડીટી દ્વારા 31 ઓગસ્ટ 2021ના રોજ એક સૂચના જાહેર કરવામાં આવી હતી. આ નોટિફિકેશન અનુસાર, આવા યોગદાનકર્તાઓ માટે PF એકાઉન્ટને બે અલગ-અલગ ભાગમાં વહેંચવામાં આવશે. 2.5 લાખ ઉપરાંત રોકાણ કરેલી રકમ અન્ય ખાતામાં જશે. આ ખાતામાં વ્યાજ આવકવેરાને આધીન રહેશે. 1 એપ્રિલથી પીએફને લઈને આ 5 મહત્વપૂર્ણ ફેરફારો થઈ રહ્યા છે. ચાલો તેના વિશે જાણીએ.
  2. જો પ્રોવિડન્ટ ફંડ સબ્સ્ક્રાઇબરનું વાર્ષિક યોગદાન 2.5 લાખથી વધુ હોય, તો બે અલગ ખાતા બનાવવામાં આવશે. પહેલા પીએફ ખાતામાં 2.5 લાખ જમા થશે. તેનાથી ઉપરની રકમ અન્ય ખાતામાં જમા કરવામાં આવશે. તેનાથી ટેક્સની ગણતરી સરળ બનશે.
  3. પ્રોવિડન્ટ ફંડ સંબંધિત આ નિયમ 1લી એપ્રિલ 2022થી લાગુ કરવામાં આવી રહ્યો છે. સરકારનો અંદાજ છે કે બદલાયેલા નિયમથી 1 લાખ 23 હજાર વધુ આવક ધરાવતા લોકોને અસર થશે. સરકારના જણાવ્યા અનુસાર, આ લોકો અત્યાર સુધી એક વર્ષમાં સરેરાશ 50 લાખથી વધુ ટેક્સ ફ્રી વ્યાજ કમાતા હતા. હવે આ લોકોની આવી કમાણી બંધ થઈ જશે.
  4. 2021-22નું બજેટ રજૂ કરતાં નિર્મલા સીતારમણે કહ્યું હતું કે કર્મચારી અને એમ્પ્લોયર બંનેનું યોગદાન 2.5 લાખની મર્યાદામાં સામેલ છે. કર્મચારી મૂળ પગારના 10 કે 12 ટકા જમા કરે છે. એમ્પ્લોયર તેના હિસ્સાના 3.67 EPFમાં જમા કરે છે, જ્યારે 8.33 ટકા EPSમાં જમા થાય છે.
  5. ટેક્સની ગણતરીને સરળ બનાવવા માટે, એક પીએપ કન્ટ્રીબ્યુટર માટે બે પીએફ એકાઉન્ટ બનાવવામાં આવશે. આ માટે આવકવેરા કાયદામાં જરૂરી ફેરફારો કરવામાં આવ્યા છે. આ પછી જ સીબીડીટી દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. આ સૂચના અનુસાર, 1 એપ્રિલ, 2021 થી શરૂ થતા નાણાકીય વર્ષમાં બંને ખાતાઓ માટે અલગ-અલગ વ્યાજની ગણતરી કરવામાં આવશે. જો કે, આ નિયમ 1 એપ્રિલ 2022થી અમલમાં આવશે.
  6. જેનું પીએફ યોગદાન 2.5 લાખથી વધુ છે તેના ખાતાને પહેલાથી જ બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે. 1લી એપ્રિલથી અમલમાં આવતા, તેનો અર્થ એ છે કે વર્તમાન નાણાકીય વર્ષમાં 2.5 લાખ ઉપરાંત વધારાના યોગદાન પર મળેલી વ્યાજની આવક કરપાત્ર હશે. જણાવી દઈએ કે પીએફમાં રોકાણ કરવા પર 80C હેઠળ કપાતનો લાભ મળે છે, જેની મર્યાદા 1.5 લાખ રૂપિયા છે. વ્યાજની આવક સંપૂર્ણપણે કરમુક્ત છે. નવા નિયમમાં 2.5 લાખ સુધીના રોકાણ પર જ વ્યાજ આવકવેરો મુક્ત રહેશે. આ સિવાય મેચ્યોરિટી સંપૂર્ણ ટેક્સ ફ્રી છે.

આ પણ વાંચો :  નવી ટેક્નોલોજીસ અને હેક્સાગોન ન્યુટ્રિશન લાવશે IPO, માર્કેટમાંથી એકત્ર કરશે 4600 કરોડ રૂપિયા

g clip-path="url(#clip0_868_265)">