સોશિયલ મીડિયા કંપનીઓ અને સરકાર વચ્ચે તણાવભર્યુ રહ્યું વર્ષ 2021

|

Jan 01, 2022 | 6:49 PM

ફેબ્રુઆરીમાં કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા અને OTT પ્લેટફોર્મને વધુ જવાબદાર બનાવવા માટે કડક નિયમો લાવ્યા હતા.

સોશિયલ મીડિયા કંપનીઓ અને સરકાર વચ્ચે તણાવભર્યુ રહ્યું વર્ષ 2021
Symbolic Image

Follow us on

સોશિયલ મીડિયાની (social media) દિગ્ગજ કંપનીઓ અને ભારત સરકાર વચ્ચેના સંઘર્ષ સાથે વર્ષ 2021ની શરૂઆત થઈ હતી અને નવા વર્ષ 2022માં આ તણાવ વધુ વધવાની આશંકા છે. તેનું કારણ એ છે કે કેન્દ્ર સરકાર (central government) વ્યક્તિગત ડેટાની સુરક્ષા, ડિજિટલ પ્લેટફોર્મ (digital platform) પર કડક દેખરેખ અને સરહદ પારથી આવતી માહિતીના નિયમન માટે કાયદો લાવી છે. ગત વર્ષની શરૂઆત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે ઉતાર-ચઢાવવાળી રહી.

જ્યારે સરકારે ટ્વીટરને કહ્યું કે કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલન વિશેના ટ્વીટ અને હેન્ડલ્સ પર તેઓ રોક લગાવે. ટ્વીટરે આ નિર્દેશનું પાલન કર્યું હતું, પરંતુ બાદમાં એકાઉન્ટ્સ ફરી એક્ટીવ કર્યા હતા, જેના કારણે માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ અને સરકાર વચ્ચે મોટાપાયે અવરોધ ઉભો થયો હતો.

મામલો ત્યારે વધુ બગડ્યો જ્યારે સરકારે નોટીસ જાહેર કરીને ટ્વીટરને આવા વધુ એકાઉન્ટ બંધ કરવા માટે કહ્યું જે ખેડૂતોના પ્રદર્શન વિશે કથિત રીતે ભ્રામક અને ઉશ્કેરણીજનક માહિતી મૂકતા હતા. બીજી તરફ ટ્વીટરે દેશમાં પોતાના કર્મચારીઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી. મે મહિનામાં દિલ્હી પોલીસ દ્વારા તેની ઓફિસના પરિસરની તપાસ કર્યા પછી તેણે પોલીસ પર ડરાવવાનો આરોપ પણ લગાવ્યો.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

ટ્વીટરે અધિકારીઓને નિયુક્ત કર્યા નથી

ફેબ્રુઆરીમાં કેન્દ્રએ સોશિયલ મીડિયા અને OTT પ્લેટફોર્મને વધુ જવાબદાર બનાવવા માટે કડક નિયમો લાવ્યા હતા. આ હેઠળ આ ક્ષેત્રની કંપનીઓએ વિવાદિત સામગ્રીને શક્ય તેટલી વહેલી તકે દૂર કરવાની હતી, આમાં ફરિયાદ નિવારણ અધિકારીઓની નિમણૂક, તપાસકર્તાઓને સહકાર આપવો વગેરે સામેલ હતુ.  ફેસબુક (હવે મેટા) અને ગૂગલે 26 મેની સમય મર્યાદા સુધીમાં આ નિયમોનું પાલન કરવાનું શરૂ કર્યું, પરંતુ ટ્વીટરે વધારાની સમયમર્યાદા પૂરી થવા છતાં નિયમો અનુસાર અધિકારીઓની નિમણૂક કરી ન હતી.

આઈટી મંત્રી પ્રસાદનું ટ્વીટર એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું

જો નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો આ સોશિયલ મીડિયા કંપનીઓ તેમની મધ્યવર્તી સ્થિતિ ગુમાવશે. જે તેમને કોઈપણ તૃતીય પક્ષની માહિતી અને તેમના ડેટા માટેની જવાબદારીઓમાંથી મુક્તિ આપે છે. જૂનમાં ટ્વીટરે ફરીથી વિવાદ ઉભો કર્યો, જ્યારે તેણે માહિતી અને પ્રસારણ મંત્રી રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ અસ્થાયી રૂપે બંધ કરી દીધું. તેણે ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુના અંગત ખાતામાંથી તે વાદળી નિશાન પણ હટાવી દીધું. જે એકાઉન્ટને વેરીફાઈ કરે છે.

CCI કરી રહી છે તપાસ

બીજી તરફ કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) ગૂગલની તપાસ કરી રહ્યું છે કે તેણે સ્પર્ધા વિરોધી, પક્ષપાતી અને એવી વ્યાપારી યુક્તિઓ અપનાવી નથી જે પ્રતિબંધિત છે. વોટ્સએપ તેની ગોપનીયતા નીતિને લઈને પણ વિવાદોમાં રહ્યું છે. જો કે કુ જેવા સ્થાનિક પ્લેટફોર્મ માટે 2021 સારું વર્ષ સાબિત થયું.

આ પણ વાંચો :  ડિસેમ્બરમાં વીજળીના વપરાશમાં આવ્યો 4.5 ટકાનો ઉછાળો, કુલ વપરાશ 110.34 બિલીયન યૂનિટ

Next Article