આવતીકાલથી દેશમાં આવી રહ્યા છે આ ચાર પરિવર્તન, વાંચો સામાન્ય લોકોના જીવન પર શું પડશે અસર

|

Nov 30, 2020 | 12:01 PM

1 ડિસેમ્બરથી દેશમાં ઘણા પરિવર્તન થવાના છે જેની અસર સીધા સામાન્ય લોકોના જીવન પર પડશે. આર્થિક, મુસાફરી અને જીવન જરૂરિયાત સંબંધિત  ચાર મોટા ફેરફાર સામાન્ય જનજીવનને અસર કરશે. આ અહેવાલમાં ચાલો જાણીએ ક્યાં બદલાવ આવતીકાલથી લાગુ થઇ રહ્યા છે. આરટીજીએસ સુવિધા 24 કલાક ઉપલબ્ધ રહેશે 1 ડિસેમ્બરથી રીઅલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ – RTGS સુવિધા બેંક […]

આવતીકાલથી દેશમાં આવી રહ્યા છે આ ચાર પરિવર્તન, વાંચો સામાન્ય લોકોના જીવન પર શું પડશે અસર
કોરોનની બીજી લહેર સાથે બેરોજગારી વધી રહી છે,

Follow us on

1 ડિસેમ્બરથી દેશમાં ઘણા પરિવર્તન થવાના છે જેની અસર સીધા સામાન્ય લોકોના જીવન પર પડશે. આર્થિક, મુસાફરી અને જીવન જરૂરિયાત સંબંધિત  ચાર મોટા ફેરફાર સામાન્ય જનજીવનને અસર કરશે. આ અહેવાલમાં ચાલો જાણીએ ક્યાં બદલાવ આવતીકાલથી લાગુ થઇ રહ્યા છે.

આરટીજીએસ સુવિધા 24 કલાક ઉપલબ્ધ રહેશે
1 ડિસેમ્બરથી રીઅલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ – RTGS સુવિધા બેંક ગ્રાહકો માટે 24 * 7 કલાક ઉપલબ્ધ રહેશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કહ્યું છે કે 1 ડિસેમ્બર, 2020 થી આરટીજીએસ ટ્રાન્ઝેક્શન સુવિધા 24 કલાક માટે ઉપલબ્ધ કરાશે. કોરોનાકાળમાં ઓનલાઇન ટ્રાન્ઝેક્શનમાં નોંધપાત્ર વધારો થયો છે. આ અગાઉ RBIએ NEFTના નિયમોમાં પણ ફેરફાર કરી સુવિધા ડિસેમ્બર 2019 થી 24 કલાક ઉપલબ્ધ કરાવી છે.
PNB ના એટીએમમાંથી રોકડ ઉપાડના નિયમોમાં ફેરફાર કરાયો
પંજાબ નેશનલ બેંક એ 1 ડિસેમ્બરથી રોકડ ઉપાડના નિયમોમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. બેંકના મતે નવો નિયમ તદ્દન સુરક્ષિત રહેશે. 1 ડિસેમ્બરથી PNB વન ટાઇમ પાસવર્ડ -OTP આધારિત રોકડ ઉપાડની સુવિધા અમલમાં મૂકશે. એક સમયે 10,000 રૂપિયાથી વધુની રોકડ ઉપાડ હવે ઓટીપી આધારિત રહેશે. આ નિયમ 1 ડિસેમ્બરથી રાત્રે 8 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન લાગુ રહેશે.
ગેસ સિલિન્ડરની કિંમતમાં બદલાવના છે સંકેત
સરકારી તેલ કંપનીઓ દર મહિને પ્રથમ તારીખે એલપીજી સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે, સમીક્ષા દ્વારા  કિંમતોમાં વધારો અને ઘટાડવાનું વિચાર કરાય છે.  એલપીજી સિલિન્ડરના ભાવ 1 ડિસેમ્બરે બદલાઈ શકે છે. નવેમ્બરમાં ઓઇલ કંપનીઓએ વ્યાપારી સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો હતો કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ સતત વધી રહ્યા છે.

નવી ટ્રેનો દોડાવવામાં આવશે
કોરોના સંકટને કારણે ઘણા રૂટો પર ટ્રેનની અવરજવર હજી સામાન્ય નથી પરંતુ હવે રેલવે 1 ડિસેમ્બરથી ઘણા રૂટો પર ટ્રેનો ચલાવવાની શરૂઆત કરી રહી છે. જેલમ એક્સપ્રેસ અને પંજાબ મેઇલ ટ્રેન 1 ડિસેમ્બરથી મુસાફરો માટે ઉપલબ્ધ રહેશે. રેલ્વેએ જણાવ્યું કે બંને ટ્રેનો સામાન્ય કેટેગરી હેઠળ ચલાવવામાં આવી રહી છે. પુણે-જમ્મુ તવી પુણે જેલમ સ્પેશિયલ અને મુંબઈ ફિરોજપુર પંજાબ મેઇલ સ્પેશ્યલ દરરોજ ચાલશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Next Article