કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ (Union Finance Minister Nirmala Sitharaman) સંસદમાં નાણાકીય વર્ષ 2022-23 માટે કેન્દ્રીય બજેટ (Budget 2022)રજૂ કર્યુ. આ સતત ચોથી વખત નાણા પ્રધાન નિર્મલા સીતારમણ બજેટ રજૂ કર્યુ છે. નાણાં પ્રધાને હીન્દીમાં વર્ષ 2022-23 માટે બજેટ રજુ કર્યુ. બજેટ સત્રના પ્રથમ તબક્કામાં તમામની નજર નાણા પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા રજૂ થનારા કેન્દ્રીય બજેટ-2022 પર રહી. અગાઉ નાણા પ્રધાન તરીકે નિર્મલા સીતારમણના નામે પણ સૌથી લાંબુ બજેટ ભાષણ આપવાનો રેકોર્ડ છે.
લોકસભામાં બજેટ રજૂ કરતા નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે દેશ હાલમાં કોરોનાની લહેરમાંથી પસાર થઈ રહ્યો છે. અમારું લક્ષ્ય સર્વાંગી કલ્યાણનું છે. સાથે જ અમારો ધ્યેય સ્વાસ્થ્ય માળખાને મજબૂત કરવાનો, રસીકરણ કાર્યક્રમને ઝડપી બનાવવાનો અને રોગચાળા સામે વ્યાપક ઝુંબેશ શરૂ કરવાનો છે. આ બજેટ 25 વર્ષ માટે પાયો નાખશે. ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.
નાણા પ્રધાને જણાવ્યુ હતુ કે કોરોના મહામારીમાં માનસિક સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓ વધી છે. જેના માટે એક નેશનલ ટેલી મેન્ટલ હેલ્થ સેન્ટર શરુ કરવામાં આવશે. નિર્મલા સીતારમણે કહ્યું કે નેશનલ ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમ માટે એક ઓપન પ્લેટફોર્મ શરૂ કરવામાં આવશે. જેના દ્વારા, આરોગ્ય પ્રદાતાઓ માટે ડિજિટલ રજિસ્ટ્રી, અનન્ય આરોગ્ય ઓળખ અને આરોગ્ય સુવિધાઓની સાર્વત્રિક ઍક્સેસ પ્રાપ્ત થશે.
મિશન શક્તિ, સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 જેવી યોજનાઓમાં સુધારો
કેન્દ્રીય નાણામંત્રીએ કહ્યું કે, અમારી સરકારે લાભો આપવા માટે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની મિશન શક્તિ, મિશન વાત્સલ્ય, સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 જેવી યોજનાઓને વ્યાપક રીતે સુધારી છે. સાથે જ તેમણે કહ્યુ કે દેશમાં આંગણવાડીઓને ઊર્જાથી સંપન્ન કરાશે. 2 લાખ આંગણવાડીઓને સક્ષમ આંગણવાડી રૂપે અપગ્રેડ કરવામાં આવશે.
નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ રજૂઆતની શરુઆતમાં જણાવ્યુ હતુ કે કોરોનાની ત્રીજી લહેરમાં રસીકરણના કારણે નુકસાન ઓછુ થયુ છે. તેથી રસીકરણની કાર્યક્રમને ઝડપી બનાવવો જોઇએ.
આ પણ વાંચો-
આ પણ વાંચો-
Published On - 12:34 pm, Tue, 1 February 22