Union budget 2024 : કેન્દ્રિય બજેટને લઈ ગીફ્ટ સિટીના MD અને ગ્રુપના CEO તપન રે એ આપી પ્રતિક્રિયા, જાણો

|

Jul 23, 2024 | 11:33 PM

નાણામંત્રીએ બજેટ ભાષણમાં કહ્યું કે વિદેશી કંપનીઓ પરના કોર્પોરેટ ટેક્સમાં 5 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. વિદેશી કંપનીઓ પર કોર્પોરેટ ટેક્સ 40 થી ઘટાડીને 35 ટકા કરવામાં આવ્યો છે. કેન્દ્રિય બજેટને લઈ ગીફ્ટ સિટીના MD અને ગ્રુપના CEO તપન રે એ પ્રતિક્રિયા આપી છે.

Union budget 2024 : કેન્દ્રિય બજેટને લઈ ગીફ્ટ સિટીના MD અને ગ્રુપના CEO તપન રે એ આપી પ્રતિક્રિયા, જાણો

Follow us on

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું છે. આ દરમિયાન નાણામંત્રીએ બજેટ ભાષણમાં કહ્યું કે વિદેશી કંપનીઓ પરના કોર્પોરેટ ટેક્સમાં 5 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. વિદેશી કંપનીઓ પર કોર્પોરેટ ટેક્સ 40 થી ઘટાડીને 35 ટકા કરવામાં આવ્યો છે. એન્જલ ટેક્સ નાબૂદ કરવામાં આવી રહ્યો છે. સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે તેને નાબૂદ કરવામાં આવી રહ્યો હોવાનું પણ કહ્યું છે.

આવકવેરા અંગે સરકારે મોટી જાહેરાત કરી

રોકાણ અને રોજગારને પ્રોત્સાહન આપવા માટે વિદેશી કંપનીઓ પર કોર્પોરેટ ટેક્સને ઘટાડવામાં આવ્યો છે. નાણામંત્રીએ કહ્યું હતુ કે, આપણી વિકાસની જરુરિયાતોને માટે વિદેશી મૂડીને આકર્ષવા માટે, તેઓ વિદેશી કંપનીઓ પર કોર્પોરેટ ટેક્સના દરને 40 થી ઘટાડીને 35 ટકા કરવાનો પ્રસ્તાવ રજૂ કરે છે. આવકવેરા અંગે સરકારે મોટી જાહેરાત કરી છે. સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં હવે 50 હજારથી વધારીને 75 હજાર રૂપિયા કરવામાં આવી છે. આનો ફાયદો ફક્ત નવા ટેક્સ સિસ્ટમમાં હોય તેવા લોકોને જ મળશે.

“કંપનીઓ માટે નવી વ્યવસાયિક તકોનું સર્જન કરશે”

કેન્દ્રિય બજેટ  2024 વિશે ગિફ્ટ સિટીના એમડી અને ગ્રૂપ સીઇઓ તપન રે ની પ્રતિક્રિયા આપી હતી તેમને કહ્યું કે કેન્દ્રિય બજેટ 2024 ગિફ્ટ આઇએફએસસી માટે ઘણાં નોંધપાત્ર વિકાસ પ્રસ્તુત કરે છે. રિટેઇલ ફંડ્સ અને ઇટીએફ માટે કર-કાર્યક્ષમ પ્રણાલીની જાહેરાત ગિફ્ટ સિટીમાં એસેટ મેનેજમેન્ટ કંપનીઓ માટે નવી વ્યવસાયિક તકોનું સર્જન કરશે. આ પહેલથી ભારતમાં એનઆરઆઇ અને વિદેશી રિટેઇલ રોકાણકારોનું રોકાણ આકર્ષિત થવાની આશા છે. અમે ગિફ્ટ સિટીને ખરા અર્થમાં વાઇબ્રન્ટ ગ્લોબલ ફાઇનાન્સિયલ સેન્ટર બનવામાં નિરંતર સહયોગ પ્રદાન કરવા બદલ કેન્દ્ર સરકારના આભારી છીએ.

શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, ‘પર્યટન હંમેશાથી આપણી સભ્યતાનો એક ભાગ રહ્યું છે. ભારતને વૈશ્વિક સ્થળ તરીકે સ્થાપિત કરવાના અમારા પ્રયાસો રોજગારની તકો ઉભી કરશે અને અન્ય ક્ષેત્રોમાં પણ તકો ખોલશે. હું દરખાસ્ત કરું છું કે બિહારમાં રાજગીર અને નાલંદા માટે વ્યાપક વિકાસ પહેલ કરવામાં આવશે. અમે કુદરતી સૌંદર્ય, મંદિરો, શિલ્પો, મનોહર લેન્ડસ્કેપ્સ, વન્યજીવ અભયારણ્યો અને પ્રાચીન દરિયાકિનારા ધરાવતા ઓડિશામાં પ્રવાસનને પ્રોત્સાહન આપીશું.

ટૂરિઝમ હબ બનાવવાની પણ જાહેરાત

આ વખતના બજેટમાં સરકારે નાલંદાને ટૂરિઝમ હબ બનાવવાની પણ જાહેરાત કરી છે. પટનાથી બની રહેલો એક્સપ્રેસ વે પ્રવાસનને પણ પ્રોત્સાહન આપશે, કારણ કે બિહાર આવતા 41% પ્રવાસીઓ ચોક્કસપણે પટના જાય છે અને બોધગયા વિદેશી પ્રવાસીઓ માટે સૌથી પ્રિય સ્થાનોમાંથી એક છે, જેના પર સરકાર પણ કામ કરશે.કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં દેશનું બજેટ 2024 રજૂ કર્યું છે.નિર્મલા સીતારમણે કાશી વિશ્વનાથ મંદિરના મોડલ પર વિષ્ણુપદ મંદિર અને મહાબોધિ મંદિરમાં વિકાસના સમર્થનને પ્રોત્સાહન આપ્યું છે.

આ પણ વાંચો: બજેટના વિરોધમાં ઈન્ડિયા બ્લોકના સાંસદ આવતીકાલે કરશે પ્રદર્શન, નીતિ આયોગની બેઠકનો કરશે બહિષ્કાર!

Next Article