MSME સેક્ટરની બજેટ પાસેથી શું છે અપેક્ષા? શુ કોવિડમાં પડેલા મારનું વળતર મળશે?

|

Jan 03, 2023 | 7:15 PM

MSME સેકટર દેશમાં કૃષિ પછી સૌથી વધુ નોકરીઓ આપે છે. આ અંદાજે 11 કરોડ લોકોને રોજગારી આપે છે. જે જીડીપીમાં 30 ટકા અને નિકાસમાં 48 ટકા યોગદાન આપે છે. આવી સ્થિતિમાં જ્યારે આ પ્રકારના ઉદ્યોગો બંધ થાય તો લાખો કર્મચારીઓની આજીવિકા પણ છિનવાઇ જતી હોય છે. આ સેકટરની બજેટ પાસેથી કેવી અપક્ષાઓ છે, જુઓ આ વીડિયોમાં

અમદાવાદમાં પ્રિન્ટિંગ પ્રેસ ચલાવી રહેલા જતિન શાહનો બિઝનેસ સારો ચાલી રહ્યો હતો. પરંતુ માર્ચ 2020માં જ્યારે લૉકડાઉન લાગ્યું તો તેમની ઝિંદગીમાં જાણે કે ભૂકંપ આવી ગયો. અત્યાર સુધી તો તેમના આદિશ્વર મલ્ટીપ્રિન્ટની પાસે મોટા અને સારા ક્લાયન્ટ હતા, પરંતુ કોવિડ આવ્યા બાદ તેમના નસીબે પલટી મારી. કોવિડના કારણે છ મહિના સુધી તેમનો કારોબાર ઠપ રહ્યો. હજુ તો કોવિડના મારથી માંડ બેઠા થયા ત્યાં તો બીજી લહેર આવી ગઇ.

કોવિડ પહેલા તેમની કંપનીનું વાર્ષિક ટર્નઓવર અંદાજે 5 કરોડ રૂપિયા હતું જે ઘટીને 3 કરોડ રૂપિયાથી નીચે જતું રહ્યું. એટલે કે 50 ટકાનો માર પડ્યો. 2021માં હાલત સુધરી રહી હતી પરંતુ વર્ષ પૂર્ણ થતા-થતા ઓમિક્રોનની એન્ટ્રી થઇ ગઇ.

જતિન કહે છે કે પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રીઝની હાલત તો પહેલેથી જ ખરાબ હતી બેંકો પાસેથી લોન લઇને જે લોકો કારોબાર કરી રહ્યા છે તે લોન ચુકવી શકવાની સ્થિતિમાં નથી.

વર્ક ફ્રોમ અને સ્કૂલનું બંધ થવું અને મોટી ઇવેન્ટ્સ ન થવાના કારણે પ્રિન્ટિંગનું કામ બંધ જ થઇ ગયું. લોકો મોટા-મોટા બ્રોશરના ઓર્ડર આપવાના બદલે પીડીએફથી કામ ચલાવી રહ્યાં છે. નાના આકારની અન્ય કંપનીઓનું નસીબ આનાથી પણ વધારે ખરાબ રહ્યું. કોવિડના મારે આવા ઘણાં ઉદ્યોગોનું તો જાણે કે અસ્તિત્વ જ સમાપ્ત કરી નાંખ્યુ.

MSME સેકટર દેશમાં કૃષિ પછી સૌથી વધુ નોકરીઓ આપે છે. આ અંદાજે 11 કરોડ લોકોને રોજગારી આપે છે. જે જીડીપીમાં 30 ટકા અને નિકાસમાં 48 ટકાનું યોગદાન આપે છે. આવી સ્થિતિમાં જ્યારે આ પ્રકારના ઉદ્યોગો બંધ થયા તો લાખો કર્મચારીઓની આજીવિકા પણ છિનવાઇ ગઇ.

MSME ક્ષેત્રના સલાહકાર સંગઠન MSMExના એક સર્વેક્ષણ અનુસાર, અંદાજે 70 ટકા ઉદ્યોગો પર કોવિડની બીજી લહેરની ઘણી વિપરીત અસર પડી છે. 50 ટકાએ કહ્યું કે કોવિડ-19ની બે લહેરોમાંથી હજુ સુધી રિકવર નથી થયા તો અંદાજે 43 ટકાએ કહ્યું કે તેમને મહામારીના મારથી બચવા માટે પોતાના બિઝનેસ મૉડલમાં ફેરફાર કરવો પડ્યો.

અલગ અલગ સર્વેક્ષણથી માલુમ પડે છે કે પહેલી લહેર દરમિયાન નાના ઉદ્યોગોનું ઉત્પાદન 75 ટકાની એવરેજ ક્ષમતાથી ઘટીને 13 ટકા થઇ ગયું, ઉદ્યોગોએ માત્ર પોતાના 44 ટકા કાર્યબળને જાળવી રાખ્યું અને 68 ટકા ઉદ્યોગોએ કહ્યું કે તે ત્રણ મહિનાથી વધુ ટકી ન શક્યા.
કોવિડ પછી નાની કંપનીઓ પર ન કેવળ લોન ચુકવવાની સમસ્યા આવી પરંતુ કોલસાની કમી, કાચા માલની કિંમતોમાં વૃદ્ધિ, ઉત્પાદન ખર્ચમાં 150 ટકાનો વધારો, માલભાડાંના દરોમાં વૃદ્ધિના કારણે સંપૂર્ણ કારોબારી મૉડલ જ બેસી ગયું.

ગયા બજેટમાં શું મળ્યું?

કોવિડ પછી સરકારી ઉપાય નાના એકમોને સસ્તી લોન આપવા સુધી સીમિત હતા. 2021-22ના બજેટમાં સરકારે MSME ક્ષેત્ર માટે ફાળવણી બેગણી કરી 15,700 કરોડ રૂપિયા કરી નાંખી. લોનની ગેરંટીની જોગવાઇ માટે 10,000 કરોડ રૂપિયાનું ભંડોળ પણ બનાવ્યું.

2020માં શરૂ કરવામાં આવેલી ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી યોજના એટલે કે ECLGS સૌથી મહત્વની છે. SBI Researchના એક રિપોર્ટ અનુસાર યોજનાએ 13.5 લાખ ઉદ્યોગોને દેવાળિયા થતા બચાવ્યા છે અને 1.5 કરોડ નોકરીઓ પણ બચી છે.

સરકારે ગયા વર્ષે MSMEમાં 50,000 કરોડ રૂપિયાની ઇક્વિટી નાંખવા માટે ફંડ ઑફ ફંડ્સની જાહેરાત કરી હતી, પરંતુ તેને હજુ સુધી ચાલુ કરવામાં આવી નથી.

નાના એકમો માટે બેંક લોન તો સુલભ હતી પરંતુ કારોબારી અનિશ્ચિતતાના કારણે જતિન જેવા ઘણાં લોકો આગળ આવ્યા નહીં. પછીના મહિનાઓમાં બેંકે પણ સખ્તાઇ કરી, લોન મળવી મુશ્કેલ થતી ગઇ.

જતિન જેવા ઉદ્યમીઓ માને છે કે માત્ર કોવિડ જ નહીં GSTના કારણે પણ ઘણી મુશ્કેલી છે. સરકારે ટેક્સ વસૂલાતમાં રાહત આપવાની જરૂર હતી પરંતુ કરી સખ્તાઇ.

નાના ઉદ્યોગોની અપેક્ષા હતી કે કોવિડ દરમિયાન તેમને તમામ પ્રકારના સરકારી બિલોથી ચુકવણીની છૂટ મળે જેનાથી તેમની કાર્યશીલ મુડીને બચાવવામાં મદદ મળે.

જતીન ઇચ્છે કે બજેટમાં સરકાર GSTનુ માળખુ બદલે. આ ફેરફાર નાના ઉદ્યોગોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે. દરોનું પુનર્ગઠન એવી રીતે થાય કે જેથી નાના એકમોને કાચો માલ સસ્તામાં મળી શકે. જો સરકાર 5 કરોડ સુધીના ટર્નઓવર પર GST ભરવામાંથી મુક્તિ આપે તો મોટી રાહત મળી જાય.

40 લાખ રૂપિયાથી ઓછા ટર્નઓવરવાળા ઉદ્યોગોને ઑનલાઇન સામાન વેચવા માટે અનિવાર્ય GST રજિસ્ટ્રેશનથી છૂટ મળશે તો કારોબારની ગાડી ફરવા લાગશે.

જતિન ઉદ્યોગ સંગઠનોની એ વાતથી સંપૂર્ણ રીતે સહમત છે કે 5 કરોડ રૂપિયા સુધીના કારોબારવાળા લઘુ ઉદ્યોગોને 12 મહિના માટે GSTમાંથી છૂટ મળવી જોઇએ. 80 ટકા બેંક હજુ પણ લોનમાં સિક્યુરિટીની માંગ કરે છે, તેને બદલવી પડશે, જેથી લોન મળવામાં સરળતા રહે.

આ પણ વાંચોઃ Budget 2022: નિર્મલા સીતારમણ ગ્રીન બજેટ રજૂ કરશે, માર્યાદિત નકલોનું પ્રિન્ટિંગ કરાશે, જાણો કેમ લેવાયો નિર્ણય

આ પણ વાંચોઃ Budget 2022 : Online Education ને પ્રોત્સાહન આપવા વિશેષ જાહેરાતો થઇ શકે છે, સ્ટાર્ટઅપ્સને ટેક્સમાં છૂટ આપવા વિચારણા

Published On - 12:38 pm, Sat, 29 January 22

Next Video