બજેટ 2022: બજેટ બનાવવાની સંપુર્ણ પ્રક્રિયા કેમ ગુપ્ત રખાય છે અને આ પ્રથા ક્યારે શરૂ થઈ? જાણવા માટે આ વીડિઓ જુઓ

|

Jan 25, 2022 | 4:27 PM

બજેટ બનાવવાની સંપૂર્ણ પ્રક્રિયા પરંપરા અને ગુપ્તતાથી ઘેરાયેલી રહે છે. દર વર્ષે બજેટ તૈયાર થઈ જતાં જ નાણા મંત્રાયલનો નોર્થ બ્લોક પૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવે છે. તમામ અધિકારીઓને વારંવર બજેટ ગુપ્ત રાખવાની ચેતવણી આપવામાં આવે છે, પરંતુ શું ખરેખર આવી ગુપ્તતાની જરૂર છે? આવો જાણીએ, આ વિડીયોમાં....

નાણામંત્રી (Finance Minister) ના ભાષણ પહેલાં નાણાકીય અટકળો અટકાવવા માટે બજેટ ગુપ્ત રખાય છે. આ પ્રથા 1850ના દાયકામાં બ્રિટન (Britain)માં શરૂ થઈ હતી જ્યારે વિલિયમ ગ્લેડસ્ટોન 1852થી 1855 દરમિયાન રાજકોષના સાંચેસલર હતા અને બાદમાં તે ત્યાંના વડાપ્રધાન પણ બન્યા હતા. મજાની વાત એ છે કે બ્રિટનમાં શરૂ થયેલી આ પ્રથા ભારતીય શબ્દ ‘બજેટ પરદા’ નામથી ઓખાતી હતી.

ગ્લેડસ્ટોનના સમયથી જ એ પ્રથા બની ગઈ કે ચાંસેલર દ્વારા બજેટ વાંચતા પહેલાં તેનો કોઈ ભાગ લીક ન થાય. 1947માં બજેટની જોગવાઇઓ લીક થવાના કારણે ત્યારના ચાંસેલર હ્યૂગ ડાલ્ટનને બજેટની સવારે જ રાજીનામું આપવું પડ્યું હતું. તેમણે એક પત્રકારને પોતાના બજેટ વિશે જાણકારી આપી દીધી હતી અને પત્રકારે બજેટ ભાષણ શરૂ થાય તે પહેલાં જ બજેટની જોગવાઇઓ છાપી દીધી હતી, જેથી બધાને જાણ થઈ ગઈ હતી.

ભારતમાં પણ 1950માં બજેટના કેટલાક ભાગ લીક થઈ ગયા હતા. ત્યાર બાદ બજેટને પ્રિન્ટ કરવાનું કામ રાષ્ટ્રપતિ ભવનના પ્રેસમાંથી હટાવીને ગવર્નમેન્ટ પ્રેસ, મીન્ટ રોડ પર લઈ જવાયું હતું. જોકે 1980 બાદ બજેટ નોર્થ બ્લોકના બેઝમેન્ટમાં છપાવા લાગ્યું હતું.

હલવા સેરેમની બાદ બજેટ સાથે સંકળાયેલા અધિકારીઓને નોર્થ બ્લેકમાં જ ક્વોરન્ટાઈન કરી દેવામાં આવે છે. ત્યાર બાદ 10 દિવસ સુધી આ અધિકારીઓ પોતાના પરિવાર અને અન્ય લોકોથી અલિપ્ત રહે છે અને માત્ર બજેટ છાપવાનું કામ કરે છે.

જોકે કેટલાક સમયથી બ્રિટને બજેટ પરદા સિસ્ટમ બંધ કરી દીધી છે. ખરેખર તો સરકારના બજેટ પ્રસ્તાવોમાં એક નિરંતરતા હોય છે. આર્થિક કે કર માળખામાં સુધારાના રોડમેપ પહેલાંથી તૈયાર થઈ જાય છે. લોકોને મોટા ભાગે પહેલાંથી જાણકારી મળી જાય છે. એવામાં ગુપ્તતા રાખવાની કોઈ જરૂર રહેતી નથી.

બ્રિટનમાં 1997થી 2007 સુધી રાજકોષના ચાંસેલર રહેલા ગાર્ડન બ્રાઉન જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે આ બજેટ પરદા સિસ્ટમ બંધ કરી દીધી. હવે બજેટ પહેલાં પ્રેસ કોન્ફરન્સમાં સંપૂર્ણ જાણકારી આપી દેવામાં આવે છે અને તેના પર ચર્ચા પણ કરવામાં આવે છે. આ રીતે લોકો બજેટની મુખ્ય જાહેરાતો વિશે પહેલાંથી જાણતા હોય છે.

ઉપનિવેશક પદ્ધતિને વંઢોરતાં 1999 સુધી ભારતમાં પણ ફેબ્રુઆરીના અંતિમ દિવસે સાજે પાંચ વાગ્યે બજેટ રજૂ કરાતું હતું, પરંતુ તત્કાલિન નાણા મંત્રી યશવંત સિન્હાએ આ પ્રથા બદલીને સવારે 11 વાગ્યે બજેટ રજૂ કરવાનું શરુ કર્યું હતું. આવામાં શું ભારતમાં પણ હવે બજેટ પરદા સિસ્ટમ બંધ કરવાનો સમય નથી આવી ગયો?

આ પણ વાંચોઃ Budget 2022: બજેટ રજૂ કરવાની પ્રથા 300 વર્ષ જૂની છે! જાણો વિશ્વમાં પહેલું બજેટ ક્યાં અને કેમ રજૂ કરાયું હતું, જાણો રસપ્રદ કિસ્સો

આ પણ વાંચોઃ BUDGET 2022 : શું કર્મચારીઓ ઉપર સરકાર થશે મહેરબાન? PF ઉપર ટેક્સમાં છૂટની મર્યાદા વધારવા ઘણા સમયથી કરાઈ રહી છે માંગ

Published On - 1:31 pm, Tue, 25 January 22

Next Video