Budget 2022 : આ એપ્લિકેશન બજેટની દરેક માહિતી આપશે,જાણો તમે ક્યાંથી જોઈ શકશો BUDGET LIVE

|

Jan 30, 2022 | 10:38 AM

કોરોનાને જોતા આ વર્ષનું બજેટ પણ સંપૂર્ણ રીતે પેપરલેસ રાખવામાં આવ્યું છે અને તેને લોકો સુધી પહોંચાડવા માટે એક એપ(Union Budget Mobile App) શરૂ કરવામાં આવી છે.

Budget 2022 : આ એપ્લિકેશન બજેટની દરેક માહિતી આપશે,જાણો તમે ક્યાંથી જોઈ શકશો BUDGET LIVE
Union Budget Mobile App

Follow us on

BUDGET 2022: વર્ષ 2022-23 (Union Budget 2022) માટેનું બજેટ સત્ર 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ(Finance Minister Nirmala Sitharaman)સવારે 11 વાગ્યે સામાન્ય બજેટ રજૂ કરશે. સામાન્ય માણસને રાહત આપવા માટે આ વર્ષે બજેટમાં ઘણી જાહેરાતો અપેક્ષિત છે. આ સ્થિતિમાં જનતા આ બજેટની આતુરતાથી રાહ જોઈ રહી છે. બજેટ દરમિયાન એક સાથે અનેક બાબતો અંગે નવી જાહેરાતો કરવામાં આવે છે. ઘણી વાર લોકો માટે એકસાથે તમામ માહિતી જાણવી મુશ્કેલ બની જાય છે. આ સમસ્યાઓને દૂર કરવા માટે સરકારે મોબાઈલ એપ(Download Union Budget App) લોન્ચ કરી છે. બજેટ દરમિયાન જે કંઈ થશે તે કોઈપણ વિલંબ વિના આ મોબાઈલ એપ પર અપલોડ કરવામાં આવશે જેને લોકો સરળતાથી વાંચી શકશે.

કોરોનાને જોતા આ વર્ષનું બજેટ પણ સંપૂર્ણ રીતે પેપરલેસ રાખવામાં આવ્યું છે અને તેને લોકો સુધી પહોંચાડવા માટે એક એપ શરૂ કરવામાં આવી છે. જેથી સામાન્ય લોકો અને સાંસદો સરળતાથી બજેટ વિશે માહિતી મેળવી શકે. આ એપ્લિકેશનનું નામ છે “Union Budget Mobile App” જે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા શરૂ કરાઈ છે.

“Union Budget Mobile App” હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં ઉપલબ્ધ કરાઈ છે. આ સાથે, આ એપ્લિકેશન પર બજેટની માહિતી મેળવવાની પ્રક્રિયા ઘણી સરળ અને ઝડપી થશે અને તેને કેન્દ્રીય બજેટના 14 દસ્તાવેજોની એક્સેસ મળશે, જેમાં વાર્ષિક નાણાકીય અહેવાલ ( જે બજેટ તરીકે ઓળખાય છે), ડિમાન્ડ ઓફ ગ્રાન્ટ્સ (DG), ફાયનાન્શીયલ બિલ નો સમાવેશ થાય છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

એપ્લિકેશન ક્યાંથી ડાઉનલોડ કરી શકાય છે?

આ(Union Budget Mobile App) એપ્લિકેશન Android અને iOS બંને ઉપકરણો માટે ઉપલબ્ધ કરાઈ છે. એન્ડ્રોઇડ યુઝર્સ તેને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકે છે અને આઇફોન અને આઈપેડ ઉપકરણોનો ઉપયોગ કરનારા વપરાશકર્તાઓ તેને એપ સ્ટોરથી ડાઉનલોડ કરી શકે છે. આ ઉપરાંત, યુનિયન બજેટ વેબ પોર્ટલ www.indiabudget.gov.in પરથી પણ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકાય છે.

કઈ સુવિધાઓ એપ્લિકેશનમાં ઉપલબ્ધ થશે?

Union Budget Mobile App ને ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેયર્સનામાર્ગદર્શન હેઠળ NIC દ્વારા તૈયાર કરવામાં આવી છે. યુઝર્સ આ એપ્લિકેશનમાં ઉપલબ્ધ દસ્તાવેજોને ડાઉનલોડ અને પ્રિન્ટ કરી શકે છે સાથે સાથે ઝૂમ ઇન અને આઉટ પણ કરી શકે છે. આ સિવાય સર્ચ સુવિધા પણ આપવામાં આવી છે. નાણાં પ્રધાન બજેટ ભાષણ સમાપ્ત કર્યા પછી વપરાશકર્તાઓને 1 ફેબ્રુઆરીએ બજેટ દસ્તાવેજની એક્સેસ મળશે.

યુનિયન બજેટ લાઇવ પણ જોઈ શકો છો જો તમે આ બજેટ ભાષણ ટેક્સ્ટ દસ્તાવેજ ઉપરાંત લાઇવ જોવા માંગો છો તો તેને ટીવી સાથે તમારા મોબાઇલ પર લાઇવ પણ જોઈ શકો છો. આ માટે તમારે લોકસભા વેબસાઇટ https://loksabhatv.nic.in/ પર જવું પડશે. નાણાં પ્રધાન દ્વારા કેન્દ્રીય બજેટ ભાષણ 1 ફેબ્રુઆરીએ ૧૧ વાગ્યાથી શરૂ થશે.

 

આ પણ વાંચો : Budget 2022 : શેરબજારની કમાણી ઉપર કેટલો ટેક્સ લાગે છે? જાણો શું છે નાણાં મંત્રી તરફ રોકાણકારોની અપેક્ષાઓ

 

આ પણ વાંચો :  Budget 2022 : બજેટનો શેરબજાર ઉપર કેવો રહે છે પ્રભાવ? જાણો એક દાયકામાં શેરબજારે કેવો આપ્યો આવકાર

Published On - 10:36 am, Sun, 30 January 22

Next Article