Budget 2022: દેશમાં નિકાસ વધારવા માટે સરકારે લેવા જોઈએ પગલા, નિકાસકારોની નાણામંત્રી પાસે આ છે માંગણીઓ

|

Jan 24, 2022 | 11:58 PM

નિકાસકારોએ આવતા અઠવાડિયે રજૂ થનારા બજેટમાં સરકારને નિકાસની દિશામાં જરૂરી પગલાં ભરવાની વિનંતી કરતાં કહ્યું છે કે ઘણી પ્રોડક્ટ્સ પરની કસ્ટમ્સ ડ્યુટી દૂર કરવાની પણ જરૂર છે.

Budget 2022: દેશમાં નિકાસ વધારવા માટે સરકારે લેવા જોઈએ પગલા, નિકાસકારોની નાણામંત્રી પાસે આ છે માંગણીઓ
Budget expectations

Follow us on

Budget 2022: નિકાસકારોએ (Exporters) આવતા અઠવાડિયે રજૂ થનારા બજેટમાં સરકારને નિકાસની દિશામાં જરૂરી પગલાં ભરવાની વિનંતી કરતાં કહ્યું છે કે ઘણી પ્રોડક્ટ્સ પરની કસ્ટમ્સ ડ્યુટી દૂર કરવાની પણ જરૂર છે. ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન (FIEO) એ બજેટમાંથી તેની અપેક્ષાઓનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે આઉટબાઉન્ડ કન્સાઈનમેન્ટની સંખ્યા વધારવા માટે ઘણા પગલાં લેવા જોઈએ. આ સાથે તેમણે પ્લાસ્ટિકની બનેલી વસ્તુઓ પર આયાત ડ્યૂટી વધારવાની જરૂરિયાત પણ જણાવી છે. નિકાસકારોનું સંગઠન બજેટમાં લોજિસ્ટિક્સ સંબંધિત પડકારોનો સામનો કરવા માટે નાણાકીય પ્રોત્સાહનો આપવા અને એમએસએમઈને ટેકો આપવા માટે ભાગીદારી અને એલએલપી પર આવકવેરો કાપવાની પણ માગ કરી છે. ફીયોના મતે નિકાસ ક્ષેત્ર વધતા નૂર ખર્ચ અને વૈશ્વિક શિપિંગ કંપનીઓ પર નિર્ભરતાને કારણે ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. ફેડરેશને મોટી ભારતીય કંપનીઓને વૈશ્વિક માપદંડોની ભારતીય શિપિંગ ચેઇન બનાવવા માટે હાકલ કરી છે.

ટેક્સમાં વધુ છૂટ આપવાની માગ

ફીઓના ડિરેક્ટર જનરલ અજય સહાયે જણાવ્યું હતું કે નિકાસકારો, ખાસ કરીને એમએસએમઈ માટે વિદેશી બજારો મોટો પડકાર છે. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીયકરણ માટે આપણે ડબલ ટેક્સ ડિડક્શન સ્કીમ લાવવાની જરૂર છે જેમાં 5 લાખ રૂપિયાની આવક મર્યાદા રાખવામાં આવે.

ટેકનોક્રાફ્ટ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન શારદા કુમાર સર્રાફે જણાવ્યું હતું કે નિકાસ માર્કેટિંગમાં મદદ કરવા માટે સરકારે રિફંડ ઓફ ડ્યુટી એન્ડ ટેક્સીસ ઓન એક્સપોર્ટ પ્રોડક્શન (RODTEP) સ્કીમનો વિસ્તાર કરવો જોઈએ. તેમના મતે, હાલમાં આ માટે અંદાજે 40,000 કરોડ રૂપિયાની બજેટ ફાળવણી છે, જે અપૂરતી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પ્લાસ્ટિક એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ અરવિંદ ગોએન્કાએ પોલિમરની તુલનાએ પ્લાસ્ટિકની બનેલી પ્રોડક્ટ્સ પર આયાત ડ્યૂટી ઓછામાં ઓછી પાંચ ટકા વધારે રાખવાનું સૂચન કર્યું છે. આ ઉપરાંત, કન્ફેડરેશન ઑફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) એ સૂચન કર્યું છે કે સરકારે આગામી સામાન્ય બજેટમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) હેઠળ ફરજિયાત બે ટકા ઉપરાંત એક ટકાની વધારાની જોગવાઈ કરવી જોઈએ.

આ પગલાથી કંપનીઓને કોવિડ-19 રસીના બૂસ્ટર ડોઝ આપવા માટે પ્રોત્સાહિત કરી શકાશે. સીઆઈઆઈએ રાજ્ય સરકારોને વિનંતી કરી છે કે મહામારીને કારણે આર્થિક પ્રવૃત્તિઓ પર લાદવામાં આવેલા નિયંત્રણો દૂર કરે, કારણ કે કોરોના વાયરસના ઓમીક્રોન વેરીઅન્ટને કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા બહુ વધારે નથી.

 

આ પણ વાંચો : Budget 2022: સ્ટાર્ટઅપ્સ અને ફિનટેક ક્ષેત્રે પ્રોત્સાહન ચાલુ રાખે સરકાર, પાછલા વર્ષોમાં થઈ છે જબરદસ્ત વૃદ્ધિ

Next Article