Budget 2022 : બજેટ કઈ તારીખે અને કયા સમયે રજૂ થશે? અહીં જોવા મળશે બજેટનું જીવંત પ્રસારણ પ્રસારણ

|

Jan 31, 2022 | 11:21 AM

Budget 2022 Date, Time : કેન્દ્રીય બજેટ 2022 લોકસભા અને રાજ્યસભામા 1લી ફેબ્રુઆરીના રોજ સવારે 11 વાગ્યે રજૂ થશે. બજેટની રજૂઆતનો સમયગાળો 90 થી 120 મિનિટ સુધીનો હોઈ શકે છે.

Budget 2022 : બજેટ કઈ તારીખે અને કયા સમયે રજૂ થશે? અહીં જોવા મળશે બજેટનું જીવંત પ્રસારણ પ્રસારણ
સંસદનું બજેટ સત્ર(Budget Session) આજે 31 જાન્યુઆરીથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ(President Ram Nath Kovind)ના સંબોધન સાથે શરૂ થયું

Follow us on

કેન્દ્રીય બજેટ 2022 (Union Budget 2022)માટે કાઉન્ટડાઉન શરૂ થતાં તમામની નજર હવે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ(Union Finance Minister Nirmala Sitharaman)ના ભાષણ તરફ છે જેઓ 1 ફેબ્રુઆરીએ તેમનું ચોથું બજેટ રજૂ કરશે. ગત વર્ષે બજેટ પ્રથમ વખત FM સીતારામન દ્વારા પેપરલેસ(paperless Budget) ફોર્મેટમાં જાહેર કરવામાં આવ્યું હતું જેઓ પરંપરાગત ‘ખાતાવહી’ને બદલે ટેબલેટ લઈને પ્રસ્તુતિ માટે પહોંચ્યા હતા. આ વખતે પણ સીતારમણ પેપરલેસ બજેટ રજૂ કરશે.

સંસદનું બજેટ સત્ર

સંસદનું બજેટ સત્ર(Budget Session) આજે 31 જાન્યુઆરીથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ(President Ram Nath Kovind)ના સંબોધન સાથે શરૂ થયુ. સંસદના કેન્દ્રીય બજેટ સત્ર(Union budget session of Parliament)નો પહેલો ભાગ 31 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી અને બજેટ સત્રનો બીજો ભાગ 14 માર્ચથી 8 એપ્રિલ સુધી ચાલશે.

બજેટ ક્યારે રજૂ થશે

(Budget Date and timings)કેન્દ્રીય બજેટ 2022 લોકસભા અને રાજ્યસભામા 1લી ફેબ્રુઆરીના રોજ સવારે 11 વાગ્યે રજૂ થશે. બજેટની રજૂઆતનો સમયગાળો 90 થી 120 મિનિટ સુધીનો હોઈ શકે છે. જો કે, 2020 માં સીતારમણે ભારતીય ઇતિહાસમાં સૌથી લાંબુ બજેટ ભાષણ આપ્યું હતું જે લગભગ 160 મિનિટ ચાલ્યું હતું.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

બજેટ 2022 ક્યાં જોવા મળશે

બજેટની રજૂઆતનું લોકસભા ટીવી પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. લોકો અન્ય વિવિધ news outlets સાથે YouTube અને Twitter જેવા વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ઇવેન્ટ જોઈ શકે છે.

અગાઉ 26 નવેમ્બર 1947 ના રોજ સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ રજૂ થયા પછી ગત વર્ષે પ્રથમ વખત એવું બન્યું હતું કે કેન્દ્ર સરકારની આવક અને ખર્ચના નિવેદનો સાથે નાણાં બિલ, નવા કર અને અન્ય પગલાંની વિગતો ધરાવતા દસ્તાવેજો નાણાકીય વર્ષ, ભૌતિક રીતે મુદ્રિત ન હતા.

ગયા વર્ષે નાણા પ્રધાને સંસદના સભ્યો (સાંસદ) અને સામાન્ય લોકો દ્વારા બજેટ દસ્તાવેજોની’hassle-free’ ઍક્સેસ માટે બજેટ મોબાઇલ એપ્લિકેશન પણ લોન્ચ કરી હતી.

 

આ પણ વાંચો : Parliament Budget Session: આજથી શરૂ થઈ રહ્યું છે સંસદનું બજેટ સત્ર, જાણો આ 10 બાબતોમાં, શું હશે આખા સત્રમાં ખાસ

 

આ પણ વાંચો : Economic Survey 2022 : બજેટ પહેલા રજૂ કરવામાં આવે છે આર્થિક સર્વેક્ષણ, જાણો શું માહિતી પુરી પાડે છે આ દસ્તાવેજ

Published On - 11:14 am, Mon, 31 January 22

Next Article