વિનાયક ચતુર્થી 2021: આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી પરિવાર સુખી, સમૃદ્ધ બને છે, ઉપવાસથી જ્ઞાનનો થાય છે વરસાદ

|

Nov 07, 2021 | 7:17 PM

વિનાયક ચતુર્થીએ તમામ હિન્દુઓ માટે સૌથી મહત્વપૂર્ણ દિવસ પૈકીનો એક છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજાથી જ્ઞાન અને બુદ્ધિનો વરસાદ થાય છે.

વિનાયક ચતુર્થી 2021: આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી પરિવાર સુખી, સમૃદ્ધ બને છે, ઉપવાસથી જ્ઞાનનો થાય છે વરસાદ

Follow us on

હિંદુ (Hindu) ધર્મમાં કોઈપણ શુભ કામની શરુઆત ભગવાન ગણેશનું સ્મરણ અને પૂજા કરીને કરવામાં આવે છે. ભગવાન ગણેશની પૂજાથી વિધ્નોનો નાશ થાય છે. મહારાષ્ટ્ર(Maharashtra)માં ભગવાન ગણેશની પૂજા ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. તેથી ગણેશ ચતુર્થી પર લોકો તેમને તેમના ઘરે ખૂબ જ આદર સાથે સ્થાપિત કરે છે અને તેમની પૂજા કરે છે.

 

ક્યારે હોય છે વિનાયક ચતુર્થી?

જ્ઞાન અને બુદ્ધિના દેવ ગણેશજીનું ધ્યાન કરવાથી જ બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. તેમની ઉપાસના વિના કોઈપણ કાર્ય સફળ અને સરળ નથી. ત્યારે વિનાયક ચતુર્થી એ તમામ હિન્દુઓ માટે સૌથી મહત્વપૂર્ણ દિવસ પૈકીનો એક છે કારણ કે તે ભગવાન ગણેશને સમર્પિત છે. હિંદુ કેલેન્ડર અનુસાર આ દિવસ દર મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ પર આવે છે.

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

 

તારીખ અને શુભ સમય

વિનાયક ચતુર્થીની તિથિ 7 નવેમ્બર રવિવારે સાંજે 4:21 કલાકે શરુ થાય છે અને 8 નવેમ્બર, સોમવારે બપોરે 1:16 વાગ્યે પૂર્ણ થાય છે. વિનાયક ચતુર્થીની પૂજાનું શુભ મુહૂર્ત 8 નવેમ્બરે સવારે 10:59થી બપોરે 1:10 વાગ્યાની વચ્ચે છે.

ઉપવાસનું મહત્વ

જે લોકો વિનાયક ચતુર્થીના દિવસે પૂજા અને ઉપવાસ કરે છે તેઓને વિઘ્નો મુક્ત જીવન મળે છે અને જ્ઞાન અને બુદ્ધિનો વરસાદ થાય છે. તેથી ભક્તો આ દિવસે ઉપવાસ કરીને ભગવાન ગણેશના આશીર્વાદ મેળવે છે.

 

ઉપવાસની વિધિ

– વ્રત ધાર્મિક રીતે પાળવાની પ્રતિજ્ઞા લો.
– ડુંગળી, લસણ, માંસાહારી વગેરે જેવો ખોરાક ટાળવો.
– કોઈ વ્યસન ન કરવુ.
– ફળ, દૂધ અને ઉપવાસની વાનગીઓ ખાઈ શકાય છે.
– સૂર્યની પૂજા કરવી ઉત્તમ સાબિત થાય છે.
-ગણેશજીની પૂજા કરતી વખતે તુલસીનો ઉપયોગ ન કરવો.

પૂજાની વિધિ

સવારે વહેલા ઉઠી, સ્નાન કરી અને સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ. ભગવાન ગણેશને સ્નાન કરાવી અને તેમને નવા વસ્ત્રો પહેરાવવા જોઈએ. બાદમાં ભગવાન ગણેશને તિલક કરી, ફૂલ, ધૂપ, ફળ,મોદક વગેરે ચઢાવવા અને મંત્રોનો જાપ કરી, આરતી કરીને પૂજા પૂર્ણ કરવી.

પૂજા સમયે કરવાના મંત્રોચ્ચાર

प्रणाममि चतुरंवन्द्यनमच्छनुकुलमखिलम्च वरम ददानम।

तन टुंडीलम द्विरासनधिपयज्ञसूत्रम् पुत्रम विलासचतुरम शिवयो: शिवाय।

प्रत्रभजम्यभयदम खालू भक्तशोकदावनम गणविभुन वरकुंजरश्याम।

कन्ननविनासनहव्यवःमुत्सहवर्धनम् सुतमिश्वरस्य।

 

નોંધ- અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અત્રે રજુ કરવામાં આવેલ છે.

 

આ પણ વાંચોઃ કોરોનાની પ્રથમ ‘ગોળી’ને બ્રિટને મંજૂરી આપી, મોતનું જોખમ અડધુ થવાનો દાવો!

 

આ પણ વાંચોઃ Surat : સુરત ફાયર વિભાગને બે દિવસમાં જ 100 થી વધારે આગના કોલ મળ્યા

 

Next Article