શા માટે પિતૃદેવને દૂધપાક જ અર્પણ કરવામાં આવે છે ? જાણો પિતૃદેવને અર્પણ કરાતા દૂધપાકનો મહિમા

|

Sep 18, 2022 | 6:11 AM

શ્રાદ્ધ (Shradh) પર પિતૃઓને (Pitru) અર્પણ કરવામાં આવતો દૂધપાક એ ચેતનાનું પ્રતિક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે પિતૃઓ જ્યારે તેને ગ્રહણ કરે છે ત્યારે તેને તૃપ્તિનો અનુભવ થાય છે અને શ્રાદ્ધ કરનાર પર તેના પિતૃઓની કૃપા વરસે છે.

શા માટે પિતૃદેવને દૂધપાક જ અર્પણ કરવામાં આવે છે ? જાણો પિતૃદેવને અર્પણ કરાતા દૂધપાકનો મહિમા
Pitru tarpan

Follow us on

પિતૃ પક્ષ( Pitru paksh) એટલે પિતૃઓની કૃપાને (Pitru krupa)પ્રાપ્ત કરવાનો અવસર. આપણી સંસકૃતિમાં શ્રાદ્ધ કર્મનું (Shradh karma) ખાસ મહત્વ છે. તર્પણ વિધિ (Tarpan vidhi) અને પીંડદાન (Pind dan) એ તો શ્રાદ્ધ પક્ષમાં વિશેષ મહત્વ ધરાવે છે. અલબત્, શ્રાદ્ધની સંપૂર્ણ રીતમાં શ્રાદ્ધની સામગ્રીનું ખાસ મહત્વ છે. એવું કહેવાય છે કે કુશા, કાળા તલ, ચોખા અને જવ આ ચાર સામગ્રી વગર તો શ્રાદ્ધ જ અધુરૂ ગણાય છે. એવું કહેવાય છે શ્રાદ્ધમાં વપરાતી આ સામગ્રી પ્રકૃતિ સાથે તાલમેલ બનાવવાની પણ આપણને શીખ આપે છે. ત્યારે આવો આજે અમે આપને જણાવીએ કે આ તમામ દ્રવ્યોનું કેમ વિશેષ મહત્વ છે. આજે એ પણ જાણીશું કે શ્રાદ્ધની પ્રક્રિયામાં વપરાતી આ ત્રણેય સામગ્રી આપણને શું સૂચવે છે.

કાળા તલ

ભગવાન વિષ્ણુના પરસેવામાંથી તલની ઉત્પતિ થઈ હોવાની માન્યતા છે. એટલે જ શ્રાદ્ધમાં તેનો ઉપયોગ થતો હોવાની માન્યતા છે. કાળા તલને પિતૃઓની તૃપ્તિનું સાધન માનવામાં આવે છે. કહે છે કે તલના ઉપયોગથી પીંડદાન કરવામાં આવે તો પૂર્વજોને મુક્તિની પ્રાપ્તિ થાય છે. તમને ખ્યાલ હશે કે શ્રાદ્ધ સ્થળ પર તલનો છંટકાવ કરવામાં આવે છે. તેની પાછળ માન્યતા એવી છે કે જે પૂર્વજોનું આહ્વાન કરવામાં આવ્યું છે તે નિશ્ચિત સ્થળ પર પિતૃઓ પધારે છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

કુશા

શ્રાદ્ધ કર્મ માટે વપરાતી કુશા એ શ્રાદ્ધ માટચે વપરાતી મુખ્ય સામગ્રીમાંથી એક છે. એવું કહેવાય છે કે કુશા એ પિતૃઓ સાથે વ્યક્તિનો સીધો સંપર્ક કરાવે છે. માન્યતા તો એવી પણ છે કે, કુશા એટલે વિષ્ણુના વરાહ અવતારનો રોમ અંકુર ! કહે છે કે કુશામાંથી તેજોમય તરંગો પ્રસરે છે એટલે કુશાને પ્રકાશનું પ્રતિક પણ માનવામાં આવે છે. જે સ્થાન પર શ્રાદ્ધની પ્રક્રિયા થાય છે તે સ્થાન પર રજસ અને તમસ ગુણોનો પ્રભાવ પણ કુશા ઘટાડે છે અર્થાત નકારાત્મક શક્તિઓનો પ્રભાવ ઓછો કરે છે.

જવ

જવ તમો ગુણ વૈભવનું પ્રતિક છે. એવું કહેવાય છે કે જે મૃતકોને જીવનપર્યંત વૈભવ કે સુખની પ્રાપ્તિ નથી થઈ એવા પૂર્વજોને જવ અર્પણ કરવાંથી વૈભવ કે સુખનો સંતોષ આપે છે. જવથી નકારાત્મક શક્તિઓનો પણ નાશ થાય છે.

અક્ષત 

અક્ષતને દેવઅન્ન માનવામાં આવે છે. પિતૃઓની તૃપ્તિ માટે અક્ષત અર્પણ કરવામાં આવે છે. અક્ષતને ધન-ધાન્યનું પહેલું પ્રતિક માનવામાં આવે છે. શ્રાદ્ધ પર પિતૃઓને અર્પણ કરવામાં આવતો દૂધપાક એ ચેતનાનું પ્રતિક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે પિતૃઓ જ્યારે તેને ગ્રહણ કરે છે ત્યારે તેને તૃપ્તિનો અનુભવ થાય છે અને શ્રાદ્ધ કરનાર પર તેના પિતૃઓની કૃપા વરસે છે.

(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.)

Next Article