Vastu Tips : બેડરૂમમાં આ વસ્તુઓ રાખવાથી પતિ-પત્નીના સંબંધોમાં વધી શકે છે તણાવ?

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, બેડરૂમમાં રાખવામાં આવેલી કેટલીક વસ્તુઓ પતિ-પત્ની વચ્ચે તણાવ અને ઝઘડાનું કારણ બને છે. જો તમે પણ તમારા સંબંધોને જાળવી રાખવા માંગતા હોય તો આજે જ આ અશુભ વસ્તુઓને તમારા રૂમમાંથી બહાર કાઢો.

Vastu Tips : બેડરૂમમાં આ વસ્તુઓ રાખવાથી પતિ-પત્નીના સંબંધોમાં વધી શકે છે તણાવ?
Bedroom Vastu Tips
Image Credit source: Whisk
| Updated on: May 08, 2026 | 2:41 PM

બેડરૂમને ઘરનો સૌથી મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. કારણ કે તે એવી જગ્યા છે જ્યાં વ્યક્તિને આરામ અને માનસિક શાંતિ મળે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, પતિ-પત્નીનો બેડરૂમ ફક્ત સૂવાની જગ્યા નથી પરંતુ પરસ્પર પ્રેમ અને માનસિક શાંતિનું કેન્દ્ર પણ છે. જો કે તમારા બેડરૂમમાં રાખવામાં આવેલી કેટલીક સરળ વસ્તુઓ તમારા અને તમારા જીવનસાથી વચ્ચે અંતર બનાવી શકે છે. કેટલીક વસ્તુઓ એવી છે જે બેડરૂમમાં રાખવાથી નકારાત્મક ઉર્જા વધે છે. જે પતિ-પત્નીના સંબંધો પર સીધી અસર કરી શકે છે.

અરીસો

ઘણા લોકો ઘણીવાર બેડની સામે અરીસો રાખે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, બેડરૂમની સામે અરીસો રાખવો અશુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, સૂતી વખતે પતિ-પત્નીનું પ્રતિબિંબ અરીસામાં ન દેખાવું જોઈએ. એવું કહેવાય છે કે આનાથી વૈવાહિક જીવનમાં સમસ્યાઓ આવી શકે છે. જો અરીસો દૂર કરવો શક્ય ન હોય તો, સૂતી વખતે તેને કપડાથી ઢાંકી દેવો.

કાંટાવાળા છોડ

બેડરૂમમાં કાંટાવાળા છોડ ન રાખવા જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર, બેડરૂમમાં કાંટાવાળા છોડ રાખવાથી પતિ-પત્ની વચ્ચેના સંબંધોમાં તણાવ આવી શકે છે અને વૈવાહિક જીવનમાં ઘણી સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે.

ધાર્મિક વસ્તુઓ

પતિ-પત્નીના બેડરૂમમાં ક્યારેય મંદિર અથવા દેવી-દેવતાઓના ચિત્ર ન મૂકવા જોઈએ. વાસ્તુશાસ્ત્ર આ પ્રથાને અયોગ્ય માને છે. બેડરૂમમાં દેવતાઓની મૂર્તિઓ રાખવાથી વૈવાહિક જીવનમાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

ચિત્રો

બેડરૂમમાં તાજમહેલ જેવી તસવીર જેમ કે કબર હોય એવું ક્યારેય રાખવું નહીં. વધુમાં, બેડરૂમમાં ક્યારેય પૂર્વજોના ચિત્રો રાખવા નહીં. આનાથી નકારાત્મક અસર પડી શકે છે. યુદ્ધ, જંગલી પ્રાણી અથવા રડતા બાળકોના ચિત્રો દિવાલો પર ન લગાવવા જોઈએ.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ અને જ્યોતિષ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

આ પણ વાંચો, Astro : શું તુલસી માળા અને રુદ્રાક્ષ માળા એકસાથે પહેરી શકાય?

Published On - 2:37 pm, Fri, 8 May 26

Follow Us