Gujarati NewsBhaktiVastu Pujan Significance Unlock Peace Prosperity in New Homes and Renovations
Vastu Tips: શુભ અવસરો પર શા માટે કરવામાં આવે છે વાસ્તુ દેવતાનું આહ્વાન?- આ છે કારણ
કોઈપણ નવી ઈમારત, નવા ઘરમાં પ્રવેશ, તૂટેલા મકાનનો જિર્ણોદ્ધાર, ખંડિત મંદિર કે મૂર્તિનું પૂન: સ્થાપન સહિતના અનેક શુભ અવસરોએ પહેલા વાસ્તુ દેવનું આહ્વાન કરવામાં આવે છે. ત્યારે આવો જાણીએ કે શા માટે કોઈપણ શુભ અવસરો પર શા માટે વાસ્તુદેવતાનું આહ્વાન કરાય છે.
ભગવાન શિવશંકરે અંધકાસુર નામના દૈત્યનો નાશ કર્યો. આ દરમિયાન ભગવાનના લલાટ પરથી પરસેવાના ટીપા પૃથ્વી પર પડ્યુ અને એક બિહામણો, વિકરાળ મુખવાળો જીવ ઉત્પન્ન થયો. આ જ જીવને વાસ્તુ પાછળથી વાસ્તુ પુરુષ કહેવાયા. હિંદુ ધર્મમાં કોઈપણ શુભ અવસરો પર વાસ્તુ પૂજન કરવુ અનિવાર્ય છે. કારણ કે વાસ્તુ દેવતાનું પહેલા આહ્વન કરવાથી સુખ સમૃદ્ધિ આવે છે. ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે વાસ્તુ દેવતાનું પૂજન અત્યંત જરૂરી છે. જે વ્યક્તિ વાસ્તુપૂજન નથી કરતા તેમને કોઈ અડચણો તો નથી આવતી પરંતુ કોઈ નવી જગ્યાએ જતા પહેલા એ જમીનના શુદ્ધિકરણ માટે પણ વાસ્તુદેવતાનું આહ્વાન કરવામાં આવે છે. વાસ્તુ દેવનું પૂજન ગૃહ પ્રવેશ સહિતના અવસરોએ કરવુ જરૂરી છે. આ ઉપરાંત વિવાહ જેવા માંગલિક પ્રસંગોએ પણ વાસ્તુદેવનું સ્મરણ કરી તેમની પૂજા કરવી જરૂરી છે.
ક્યાં સમયે કરવામાં આવે છે વાસ્તુ પૂજન ?
જર્જરિત ઘરના નવીનીકરણ દરમિયાન, તેમજ તેના પ્રવેશદ્વારના બાંધકામ દરમિયાન
આગ અથવા વીજળીથી નુકસાન પામેલા મકાનમાં ફરીથી પ્રવેશ કરતી વખતે
ખાલી અવાવરુ પડેલા મકાનમાં (જ્યાં સાપ અને ઘુવડનો વાસ હોય) ફરીથી પ્રવેશ કરતી વખતે
રાત્રે, એવા ઘરમાં જ્યાં જંગલી પ્રાણીઓ અથવા બિલાડીઓ જોરથી ગર્જના કરીને લડતી હોય
એવા ઘરમાં ફરીથી પ્રવેશ કરતી વખતે જ્યાં દસ દિવસથી કાગડાઓનું વર્ચસ્વ રહ્યુ હોય, એ ઘરમાં ફરી પ્રવેશ સમયે
ઘર તૈયાર થયા પછી, ગૃહપ્રવેશ દરમિયાન અને બાંધકામ શરૂ થાય તે પહેલાં પણ વાસ્તુ દેવતાની પૂજા કરવી જરૂરી છે
જે ઘરમાં જંગલી કબૂતરોનો વાસ હોય અથવા જે ઘરમાં રહેતા લોકો અંદરોઅંદર લડતા રહેતા હોય
વિવિધ પ્રકારની ક્ષતિગ્રસ્ત ઇમારતોમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે
નાણાકીય અછત અને દુઃખ દૂર કરવા માટે વાસ્તુ દેવતાની પૂજા અનિવાર્ય છે જેનાથી સુખશાંતિ સુનિશ્ચિત થાય છે
યજ્ઞ દરમિયાન, બાળકના જન્મ સમયે, લગ્ન દરમિયાન, અથવા કોઈપણ મોટા ઉત્સવ દરમિયાન
તીર્થયાત્રા કે પવિત્ર સ્થળથી પાછા ફરતી વખતે પણ વાસ્તુ પૂજન કરવી જોઈએ
વાસ્તુપુરુષને બ્રહ્માજી દ્વારા વરદાન પ્રાપ્ત છે
શિવજીના લલાટેથી પડેલા પરસેવામાંથી ઉત્પન્ન થયેલા જીવને વાસ્તુ પુરુષની ઉપાધિ બ્રહ્માજીએ આપી છે. બ્રહ્માજીએ તેને વરદાન આપ્યુ છે કે જે કોઈપણ પૃથ્વી પર ભવન આદિ બનાવશે તેઓ એ સમયે વાસ્તુપુરુષની પૂજા કરી તેને પ્રસન્ન કરશે. આવુ ન કરનાર મનુષ્યને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. ભવન નિર્માણ કરનારો વ્યક્તિ જે કોઈપણ પૂજા-પાઠ, શાંતિ માટે યજ્ઞ આદિ કરશે તે વાસ્તુ પુરુષને ધરાવાયેલા ભોગ સ્વરૂપે પ્રાપ્ત થશે અને તેના આશીર્વાદ તેને પ્રાપ્ત થશે જ્યારે પૂજા ન કરનારા લોકો વાસ્તુ પુરુષના આશીર્વાદથ વંચિત રહી જશે. ભવનમાં સુખ શાંતિ માટે વાસ્તુ પુરુષના આશીર્વાદ મેળવવા જરૂરી છે.