આપનું ‘મંગળ’ કરશે આ મંગળવાર ! ફટાફટ જાણી લો આ ઉપાય

|

Jan 04, 2022 | 6:41 AM

તમારા અધૂરા કામને પૂરા કરવામાં આજનો દિવસ એટલે કે મંગળવારનો દિવસ આપને મદદરૂપ બની શકે છે. આપની દરેક નાની મોટી સમસ્યાઓનું સમાધાન આજના દિવસમાં એટલે કે મંગળવારના દિવસમાં છુપાયેલું છે.

આપનું ‘મંગળ’ કરશે આ મંગળવાર ! ફટાફટ જાણી લો આ ઉપાય
Tuesday Remedies (Symbolic image)

Follow us on

જીવનમાં મંગળની કામના ભલાં કોને ન હોય ! આપણે સૌ ઈચ્છીએ કે જીવનના દેરક કાર્યોને આપણે સફળતા (SUCCESS) થી અને સરળતાથી પૂરા કરી શકીએ. શું તમે જાણો છો કે તમારા અધૂરા કામને પૂરા કરવામાં આજનો દિવસ એટલે કે મંગળવારનો દિવસ આપને મદદ કરી શકે છે ? આપની દરેક નાની મોટી સમસ્યાઓનું સમાધાન આજના દિવસમાં છુપાયેલું છે. તો ચાલો જાણીએ આપની કઈ કઈ પરેશાનીઓને દૂર કરી શકે છે મંગળવાર અને એવા તો કયા ઉપાયો કરશો કે જે કરવા માત્રથી જ આપની તમામ ચિંતાઓ થશે દૂર  આવો જાણીએ.

શું તમે ઉધાર કે દેવાના ભારથી ચિંતાગ્રસ્ત છો?
તો આપનું સમાધાન કરશે એક મંત્ર. ૐ ભૌમાય નમ: આ મંત્રનો નો રોજ 108 વખત જાપ કરો. કહેવાય છે કે આ મંત્રનો મંગળવારથી જાપ શરૂ કરી નિયમિત તેનો જાપ કરવો જોઈએ. માત્ર આટલું કરવાથી જ વ્યક્તિનું ભારણ હળવું થાય છે. વ્યક્તિને દેવા તેમજ ઉધારમાંથી મુક્તિ મળશે

શું ઝઘડાના કારણે દુશ્મનો વધી ગયા છે?
ૐ ક્રાં ક્રીં ક્રૌં સ: ભૌમાય નમ: નો દર મંગળવારે જપ કરો. મંગળવારનો દિવસ સકારાત્મકતા વધારવાનો દિવસ છે. આ મંત્રનો જાપ કરવાથી તમે ઝડપથી સાચા અને સારા મિત્રો બનાવી શકશો અને સાથે જ આપના વાણી અને વર્તનમાં પણ આપ પરિવર્તન અનુભવી  શકશો. તમે વધુ વિનમ્ર બની શકશો.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

બાળકમાં સારા ગુણો વિકસાવવા શું કરશો ?
દાનએ સૌથી ઉત્તમ કાર્ય છે. તમે તમારા બાળક પાસે દાન કરાવો . જેના કારણે નાનપણથી જ તેનામાં સારા સંસ્કારનું સિંચન થાય. બાળક પાસે લાલ વસ્તુઓ જેવી કે ગોળ,મસૂરની દાળ, સિંધાલૂણ મીઠાનું દાન કરાવવું જોઈએ. દાન કરવાથી સકારાત્મકતા પેદા થાય છે. ઘરમાં કરવામાં આવતી દ કેટલીક બાબતોનો ફેરફાર પણ આપના બાળકમાં સારા ગુણો લાવી શકે છે. જેમકે ઘરમાં સ્વચ્છતા રાખવી, પલંગ પર ભીના કપડા ના મુકવા. આ ઉપાયથી તમારા બાળકમાં સુધારો જરૂર આવશે.

શું તમે વેપારમાં નુકસાનીથી હેરાન છો?
જો તમે વેપારમાં થયેલા નુકસાનથી પરેશાન છો તો મંગળ અને શુક્રવારે ગરીબોને ગોળ અને ચણાનું દાન કરો. બાળકોને ખાટી-મીઠી ગોળીઓ આપવાથી ફાયદો થશે. આ ઉપાય કરવાથી તમારા વેપાર ધંધામાં  વધારો થશે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચો : અષ્ટાક્ષર મંત્રના જાપથી પ્રાપ્ત થશે પ્રભુ શ્રીકૃષ્ણના અલભ્ય આશિષ !
આ પણ વાંચો : સવારે ઉઠતાની સાથે જ કરો આટલા કામ, ચમકી ઉઠશે તમારૂ કિસ્મત

Next Article