Distance Between Sun and Earth: સેંકડો વર્ષ પહેલા મપાઇ ગયું હતું સુર્યથી પૃથ્વી સુધીનું અંતર ! જાણો હનુમાન ચાલીસાની ચોપાઇનું ગણિત, જુઓ video

|

Apr 22, 2024 | 8:44 AM

Distance Between Sun and Earth:હનુમાન ચાલીસાની આ ચોપાઇમાં સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરનું ગણિત છુપાયેલું છે,હનુમાન ચાલીસાની એક ચોપાઇ છે,જેમાં સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે આ સમયે વિજ્ઞાને એટલી પ્રગતિ કરી ન હતી અને ત્યારે પણ તેની માહિતી શાસ્ત્રોમાં લખેલી હતી. હનુમાન ચાલીસામાં કડી છે.

Distance Between Sun and Earth: સેંકડો વર્ષ પહેલા મપાઇ ગયું હતું સુર્યથી પૃથ્વી સુધીનું અંતર ! જાણો હનુમાન ચાલીસાની ચોપાઇનું ગણિત, જુઓ video
Distance Between Sun and Earth

Follow us on

Distance Between Sun and Earth: સેંકડો વર્ષ પહેલા ગોસ્વામી તુલસીદાસે હનુમાન ચાલીસાની રચના કરી હતી. હનુમાન ચાલીસાની એક ચોપાઇ છે,જેમાં સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે આ સમયે વિજ્ઞાને એટલી પ્રગતિ કરી ન હતી અને ત્યારે પણ તેની માહિતી શાસ્ત્રોમાં લખેલી હતી. હનુમાન ચાલીસામાં ચોપાઇ છે.

“जुग सहस्त्र जोजन पर भानु.
लील्यो ताहि मधुर फल जानू..”

સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરનું વર્ણન આ ચોપાઇમાં કરવામાં આવ્યું છે. ચાલો જાણીએ તેનો અર્થ શું છે અને તે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેવી રીતે દર્શાવે છે.

આજનું રાશિફળ તારીખ : 26-11-2024
Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?
નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video
IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?
Beauty with Brain : IPL ઓક્શનમાં કરોડો ખર્ચનાર કાવ્યા મારને 24 કલાકમાં કરી 971 કરોડની કમાણી
વિશ્વના સૌથી ચમત્કારિક મંત્ર વિશે જાણી ચોંકી જશો, દેવરહા બાબાએ જણાવ્યો, જુઓ Video

આ પણ વાંચો : સુર્યને ગળી ગયા હતા બજરંગ બલી, આ રીતે પડ્યુ હનુમાન નામ, જાણો રોચક કથા

સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું છે?

હનુમાન ચાલીસાની આ ચોપાઇમાં સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરનું ગણિત છુપાયેલું છે. આ ચોપાઇનો અર્થ એ છે કે હનુમાનજીએ એક યુગ સહસ્ત્ર યોજનાના અંતરે સ્થિત ભાનુ (સૂર્ય)ને મીઠા ફળ (કેરી) સમજીને ભક્ષણ કર્યું હતું. તમને જણાવી દઈએ કે યોજન અંતર માટે ઉપયોગમાં લેવાતું પ્રથમ એકમ હતું.

આમાં એક યુગ એટલે 12000 વર્ષ, એક સહસ્ત્ર એટલે 1000 અને એક યોજન એટલે 8 માઈલ. હવે જો જોવામાં આવે તો યુગ x સહસ્ત્ર x યોજન = 12000x1000x8 માઇલ. આમ આ અંતર 96000000 માઈલ છે. આ અંતરને કિલોમીટરમાં જોઈએ તો એક માઈલમાં 1.6 કિમી હોય છે.આ હિસાબે 96000000×1.6 = 153600000 કિમી. આ ગણિતના આધારે ગોસ્વામી તુલસીદાસે પ્રાચીન સમયમાં કહ્યું હતું કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર લગભગ 15 કરોડ કિલોમીટર છે.

શાસ્ત્રો અનુસાર હનુમાનજી ભગવાન શિવના અવતાર છે અને તેમનામાં જન્મથી જ અનેક દૈવી શક્તિઓ હતી. હનુમાન ચાલીસા અનુસાર બાળપણમાં બાળક હનુમાન સાથે રમતી વખતે સૂર્ય એક મીઠા ફળની જેમ દેખાય. તેને ખાવાની ઈચ્છામાં તેઓ તરત જ ઉડીને સૂર્ય પાસે પહોંચ્યા.

સુરજને ગળી ગયા હતા હનુમાન

હનુમાનજીએ પોતાને એટલા વિશાળ બનાવ્યા કે તેમણે સૂર્યને પોતાના મુખમાં સમાવી લીધા. તેમના આમ કરવાથી સમગ્ર સૃષ્ટિમાં અંધકાર ફેલાઈ ગયો અને બધા દેવી-દેવતાઓ ભયભીત થઈ ગયા. જ્યારે ભગવાન ઈન્દ્રને ખબર પડી કે એક વાનર બાળક સૂર્યને ખાઇ ગયો છે, ત્યારે તેઓ ગુસ્સે થઈ ગયા. ઈન્દ્ર હનુમાનજી પાસે પહોંચ્યા અને પોતાના હથિયાર વજ્ર વડે બાલ હનુમાનની હનુ પર પ્રહાર કર્યો. આ ફટકાથી કેસરી નંદનની હનુ પર ઇજા થઇ. આ કારણે તેમને હનુમાન કહેવામાં આવ્યા. હડપચી અથવા ચીનને સંસ્કૃતમાં હનુ કહે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Published On - 1:08 pm, Sat, 2 September 23

Next Article