AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shravan 2021: શ્રાવણના ત્રીજા સોમવારે કેવી રીતે કરશો ઘરે બેઠા જ શિવજીનું પૂજન ?

આ મહામારીના સમયમાં શિવજીની ભક્તિ માટે શિવાલય જવું જરૂરી નથી, બસ શિવમય બનવું જરૂરી છે. જો ઘરે પારાના શિવલિંગની પૂજા કરવામાં આવે તો તે ઉત્તમ છે. ઘરે બેઠાં જ શ્રદ્ધાથી શ્રાવણના ત્રીજા સોમવારે શિવ પૂજન કરવામાં આવે તો અવશ્ય શિવજીની કૃપા વરસે છે.

Shravan 2021: શ્રાવણના ત્રીજા સોમવારે કેવી રીતે કરશો ઘરે બેઠા જ શિવજીનું પૂજન ?
ઘરે બેઠા જ કરો શિવજીનું પૂજન !
TV9 Bhakti
| Edited By: | Updated on: Aug 22, 2021 | 6:41 PM
Share

શ્રાવણના(Shravan) દરેક સોમવારે શિવજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. પણ આ મહામારીના સમયમાં દરેક શિવભક્ત માટે શિવાલયમાં જઈને શિવભક્તિ કરવી શક્ય પણ નથી. કારણકે આપને નિયમોના બંધનમાં છીએ. અને સ્વાસ્થ્ય માટે સાવચેતી રાખવી પણ જરૂરી છે. ત્યારે આજે અમે આપને જણાવીશું કે આપ ઘરે બેઠા કેવી રીતે શિવજીની પૂજા કરી શકો. એટલું જ નહીં, તેના નિયમો પણ આપને જણાવીશું. અમે આ લેખમાં આપને જણાવીશું કે ઘરે પૂજા કરવા માટે કેવા પ્રકારનું શિવલીંગ ઉત્તમ કહેવાય . કહેવાય છે કે શિવજીની ભક્તિ માટે શિવાલય જવું જરૂરી નથી, બસ શિવમય બનવું જરૂરી છે. શિવપુરાણના આધારે કહેવાય છે કે અપૂજ્ય શિવલિંગની જો પૂજા કરવામાં આવે તો સોમયજ્ઞનું ફળ પ્રાપ્ત થાય. તો શિવપુરાણ અનુસાર ધાતુ, પથ્થર, સ્ફટિક અને પારાનું શિવલિંગ પૂજા માટે ઉત્તમ કહ્યું છે. પણ જે શિવભકત ગૃહસ્થાશ્રમમાં રેહ છે તે પારાના શિવલિંગની પૂજા કરે તે ઉત્તમ છે.

ઘરે જ ત્રીજા સોમવારની વિશેષ પૂજા માટે અને મહાદેવે પ્રસન્ન કરવા માટે નીચે દર્શાવેલી બાબતો અવશ્ય કરવી. ⦁ સોથી પહેલાં તો ત્રીજા સોમવારે શિવમય બનવા માટે સ્નાન કરી કેસરી પિતાંબર ધારણ કરવું. ⦁ ત્યારબાદ શિવજીને અતિ પ્રિય એવાં ભસ્મનું તિલક કરવું. આપ કપાળ, ગળા, હ્દય, બાહુ ,કોણી, કાંડુ, પેટ, પગ પર શિવાર્ચન કરી શકો છો. ⦁ શિવ પૂજન માટે સૌ પ્રથમ 1 બાજોઠ લો. ⦁ ત્યારબાદ બાજોઠ પર સફેદ આસન મૂકવું ⦁ આપ ઘરે જ ચોખાનું શિવલિંગ બનાવી શકો છો. ⦁ સાથએ જ શ્રીફળ મૂકી સંપૂર્ણ શિવપરિવારનો ફોટોમૂકવો. ⦁ ત્યારબાદ તાંબાના પાત્રમાં ગણેશજી સાથે શિવજીનું સ્થાપન કરવું. ⦁ શિવલિંગની શોડ્ષોપચાર પૂજા કરવી જોઈએ. ⦁ અને અંતે શિવજીને ભોગ લગાવવો અને આરતી કરવી. ⦁ છેલ્લે દંડવત્ પ્રણામ કરી પૂજા દરમિયાન અજાણતાં થયેલી ભૂલની માફી માગવી જોઈએ.

શ્રાવણ માસ દરમિયાન કેટલીક બાબતની તકેદારી રાખવી જરૂરી રહેતા હોય છે પણ જો આપ સંપૂર્ણ શ્રાવણ દરમિયાન નિયમો નથી પાળી શકતા તો સોમવારે તો અચૂક પાળો. ⦁ સોમવારે શ્રદ્ધાથી શિવપૂજન કરવું. ⦁ પૂજા કરનારે બ્રહ્મચર્યનું પાલન કરવું ⦁ તો ભોજનમાં રીંગણ, કંદમૂળ, લસણ અને ડુંગળીનું સેવન ન કરો. ⦁ શક્ય હોય તો અડદ કે તેની વસ્તુથી બનતી વાનગીનો ત્યાગ કરવો ⦁ સોમવારે આપ એકટાણું કરી શકો છો અને જો થઈ શકે તો નિર્જળા ઉપવાસ કરવો. ⦁ યાદ રહે સોમવારે ભૂલથી પણ આપ કોઈની નિંદા ન કરી બેસો. ⦁ શ્રાવણના સોમવારે વાળ અને નખ ન કાપવા જોઈએ.

Follow Us
બાળકે તુકારામ મુંઢેને કહ્યું: "વડાપાવની દુકાન ખોલાવી દો ને..."
બાળકે તુકારામ મુંઢેને કહ્યું:
અલ નીનોની અસર-ઓક્ટોબરમાં રાજ્યમાં ગરમીનો પારો પહોંચ્યો 39 ડિગ્રીને પાર
અલ નીનોની અસર-ઓક્ટોબરમાં રાજ્યમાં ગરમીનો પારો પહોંચ્યો 39 ડિગ્રીને પાર
સુરતમાં નવરાત્રિમાં બાઉન્સર તરીકે કામ કરતા 4 વિધર્મી ઝડપાયા
સુરતમાં નવરાત્રિમાં બાઉન્સર તરીકે કામ કરતા 4 વિધર્મી ઝડપાયા
સુરતના અબ્રામાથી નકલી ઘીનો કારોબાર ઝડપાયો
સુરતના અબ્રામાથી નકલી ઘીનો કારોબાર ઝડપાયો
મોડાસામાં ATMમાં ટેકનિકલ ખામી, ₹1,000 ઉપાડતાં નીકળ્યા ₹5,000! Video
મોડાસામાં ATMમાં ટેકનિકલ ખામી, ₹1,000 ઉપાડતાં નીકળ્યા ₹5,000! Video
ગાંધીનગર મનપામાં ફરી ભાજપનું શાસન, 44માંથી 38 બેઠકો મેળવ્યો ભવ્ય વિજય
ગાંધીનગર મનપામાં ફરી ભાજપનું શાસન, 44માંથી 38 બેઠકો મેળવ્યો ભવ્ય વિજય
નવરાત્રિમાં ખાણીપીણીના સ્ટોલ્સ પર AMCની તપાસ, 148 સ્ટોલ્સ ચેક કરાયા
નવરાત્રિમાં ખાણીપીણીના સ્ટોલ્સ પર AMCની તપાસ, 148 સ્ટોલ્સ ચેક કરાયા
જીગરદાન ગઢવીના ગરબામાં પ્રવેશ ન મળતા ખેલૈયાઓ રોષે ભરાયા
જીગરદાન ગઢવીના ગરબામાં પ્રવેશ ન મળતા ખેલૈયાઓ રોષે ભરાયા
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
g clip-path="url(#clip0_868_265)">