Shravan 2021: શ્રાવણમાં પુજા કરતાં પહેલા જાણી લો આટલી ખાસ બાબત, જાણો મહાદેવજીને શું છે પ્રિય?

|

Jul 17, 2021 | 8:07 AM

શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથની વિશેષ રૂપથી પૂજા-અર્ચના કરવામાં આવતી હોય છે. તેવામાં મહાદેવની પૂજા કર્યા પહેલા તે વાત જાણી લેવી જોઈએ કે મહાદેવને શું પસંદ છે અને શું નાપસંદ છે

Shravan 2021: શ્રાવણમાં પુજા કરતાં પહેલા જાણી લો આટલી ખાસ બાબત, જાણો મહાદેવજીને શું છે પ્રિય?
શિવ લિંગ

Follow us on

Shravan 2021: ભગવાન શ્રી ભોળાનાથ અને માતા પાર્વતીને સમર્પિત પવિત્ર શ્રાવણ માસ ટૂંક સમયમાં આવી રહ્યો છે. આ મહિનામાં ધીમે ધીમે વાતાવરણ શિવમય થતું જાય છે. સવારથી જ મંદિરોમાં ભક્તોની ભીડ અને મંદિરમાં ડંકાઓની ગુંજ સંભળાવવા લાગી છે. ભગવાન ભોળાનાથનો દરેક ભક્ત શિવ શંભુને પ્રસન્ન કવા માંગે છે. અને પોતાના મનની મુરાદ પૂરી કરવા માંગે છે.

આપને જણાવી દઈએ કે  ઉત્તર ભારતમાં 25 જુલાઇથી શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે જે 22 ઓગષ્ટે સમાપ્ત થશે. તેવામાં મહાદેવની પૂજા કર્યા પહેલા તે વાત જાણી લેવી જોઈએ કે મહાદેવને શું પસંદ છે અને શું નાપસંદ છે. જેથી કરીને તેની પ્રિય વસ્તુઓને પૂજામાં અર્પણ કરીને આપ તેના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો.

1 શાસ્ત્રોમાં કહેવાયું છે કે ભગવાનને દૂધ અત્યંત પ્રિય છે. એટલા માટે થઈને લોકો વધુમાં વધુ તેનો અભિષેક દૂધથી કરે છે. જેની કથા સમુદ્ર મંથનથી જોડાયેલી છે. કહેવાય છે કે સમુદ્ર મંથન સમયે જ્યારે ભગવાને વિષપાન કર્યુ ત્યારે વિષના કારણે તેના શરીર અંદર અગ્નિ ઉપડી હતી. ત્યારે સમગ્ર દેવતા ગણે તેમને દૂધ ગ્રહણ કરવા નિવેદન કર્યું. દૂધ પિતાની સાથે જ મહાદેવના શરીરની અગ્નિ શાંત થઈ ગઈ. ત્યારથી જ મહાદેવજીને દૂધ અત્યંત પ્રિય છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

2 લાલ અથવા સફેદ આંકડાના ફૂલ ભગવાન શિવની પૂજામાં વિશેષ રૂપથી ચડાવામાં આવે છે. તેવી માન્યતા છે કે આ ફૂલને શિવને અર્પણ કરવાથી ભગવાન તુરંત જ પ્રસન્ન થી જાય છે. શિવપૂજામાં આ ફૂલ અર્પણ કરવાથી મોક્ષના દ્વાર ખૂલી જાય છે.

3 કરેણના ફૂલ પણ ભગવાન શિવને ઘણા પ્રિય છે. કહેવાય છે શ્રવણ માસની પૂજામાં આ ફૂલનો જો ઉપયોગ કરવામાં આવે તો તો ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે.

4 આ સિવાય શિવને ધતૂરા, બિલીપત્ર, ચંદન, ભાંગ, ચોખા, સાકર, દહી, ઘી, મધ, ગંગાજળ, શેરડીનો રસ વગેરે વસ્તુ ચડાવી શકાય છે. આ તમામ વસ્તુઓ મહાદેવને અત્યંત પ્રિય છે.

આ વસ્તુઓ ક્યારેય ન ચડાવો

કેતકી અને કેવડાના ફૂલ મહાદેવની પૂજામાં વર્જિત માનવમાં આવે છે.

મહાદેવની પૂજામાં શંખ વર્જિત માનવમાં આવે છે.

તુલસીનું પાન પણ ભગવાન શિવને નથી ચડવામાં આવતું

શિવજીને હમેશા ચંદન લગાવવું જોઈએ, કંકુનો ઉપયોગ ક્યારેય ન કરવો

શિવજીને ક્યારેય નારિયેળ અથવા નારિયેળનુ પાણી ના ચડાવુ જોઈએ

નોંઘ: અહી આપેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાના આધારે આપવામાં આવી છે.

Published On - 7:23 am, Sat, 17 July 21

Next Article