અહીં આંસુમાંથી થયું શિવજીનું પ્રાગટ્ય ! જાણો નારદમુનિની તપોભૂમિ ગલતેશ્વરનો મહિમા

|

Jul 31, 2022 | 6:40 AM

નારદમુનિની આંખમાંથી અશ્રુ પડ્યા અને તે જ અશ્રુબિંદુમાંથી એક શિવલિંગનું પ્રાગટ્ય થયું. પશ્ચાતાપના આંસુમાંથી ઉદભવેલું તે શિવલિંગ એટલે જ ગલતેશ્વર !

અહીં આંસુમાંથી થયું શિવજીનું પ્રાગટ્ય ! જાણો નારદમુનિની તપોભૂમિ ગલતેશ્વરનો મહિમા
Galateshwar, Surat

Follow us on

વિધ વિધ શિવ મંદિરોમાં (shiva temple) દેવાધિદેવના દિવ્ય સ્વરૂપો પ્રસ્થાપિત હોય છે. ક્યાંક ભગવાન શિવના (lord shiva) સ્વયંભૂ સ્વરૂપના શ્રદ્ધાળુઓને દર્શન થાય છે. તો ક્યાંક મહાદેવનું મહાકાય શિવલિંગ વિદ્યમાન જોવા મળે છે. પરંતુ, અમારે આજે એક એવા શિવધામની વાત કરવી છે કે જ્યાં શિવલિંગ અશ્રુઓમાંથી (Shivlinga from tears) નિર્મિત હોવાની લોકવાયકા છે ! અને મહાદેવનું આ સ્વરૂપ એટલે સુરત કામરેજમાં વિદ્યમાન ગલતેશ્વર મહાદેવ. (galteshwar mahadev)

મંદિર માહાત્મ્ય

સુરત શહેરના કામરેજ તાલુકામાં ટીંબા નામે ગામ આવેલું છે. અને આ ગામના સીમાડે જ દેવાધિદેવ મહાદેવ ગલતેશ્વર મહાદેવના રૂપે વિદ્યમાન થયા છે. અહીં મંદિરમાં પ્રવેશ કરતાં જ તેના પરિસરમાં 65 ફૂટ ઊંચી શિવ પ્રતિમાના શ્રદ્ધાળુઓને દર્શન થાય છે. શિવજીનું આ રૂપ એટલું તો મનોહારી છે કે ભક્તો સહજપણે જ તેના તરફ ખેંચાઈ આવે છે. ભક્તો ભોળાશંભુની આ દિવ્ય પ્રતિમાને નતમસ્તક થાય છે. ત્યારબાદ મંદિરમાં પ્રવેશ કરી ગર્ભગૃહની સમીપે પહોંચે છે. જ્યાં તેમને થાય છે દુર્લભ શિવરૂપના દર્શન. અશ્રુબિંદુમાંથી પ્રગટેલાં શિવજીના દર્શન ! દેવાધિદેવનું આ સ્વરૂપ અત્યંત ભાવવાહી ભાસે છે. જેમના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્યતાની અનુભૂતિ કરે છે. પણ પ્રશ્ન તો એ છે કે આખરે કેવી રીતે થયું અશ્રુમાંથી શિવજીનું પ્રાગટ્ય ?

GST on Water : પાણી પર કેટલા ટકા GST લાગે છે? જાણી લો
આ એક્ટ્રેસ પાસે છે ગાડીઓનું તગડુ કલેક્શન, ફરી ખરીદી 1 કરોડની કાર
આ છે દુનિયાનો સૌથી અમીર રાજા, બહેન, અભિનેત્રી સહિત અનેક મહિલાઓ સાથે કર્યા છે લગ્ન
અંબાણીની દીકરીનો ગ્લેમરસ લુક, બંને વહુ પણ નથી ઓછી, જોઈ લો તસવીર
અંબાણી સિવાય ભારતમાં બીજા કોની પાસે છે Rolls Royce કાર ?
Desi Ghee : માથા પર દેશી ઘી લગાવવાથી શું થાય છે? નિષ્ણાત પાસેથી જાણો

ગલતેશ્વર મહાદેવનું પ્રાગટ્ય

તાપીપુરાણ અનુસાર ગલતેશ્વરનું પ્રાગટ્ય એ ગંગા પ્રાગટ્ય જેટલું જ પૌરાણિક છે. પુણ્ય સલીલા તાપી એ તો આ પાવની ભૂમિ પર 21 કલ્પથી પ્રવાહિત થઈ ભક્તોનું કલ્યાણ કરી રહ્યા છે. પરંતુ, શ્રીરામના પૂર્વજ એવાં રાજા સગરના 60 હજાર પુત્ર અનાયાસે જ કપિલમુનિનું અપમાન કરી બેઠાં. અને તેમના ક્રોધાગ્નિમાં ભસ્મીભૂત થઈ ગયા. આ સગરપુત્રોના ઉદ્ધાર માટે પાવની ગંગાના ધરતી પર અવતરણની જરૂર પડી. સ્વર્ગની ગંગાને ધરતી પર લાવવા રાજા ભગીરથીએ આકરી તપસ્યા કરી તેમને પ્રસન્ન કર્યા. ત્યારે દેવી ગંગાએ કહ્યું, “હે ભગીરથ ! હું તારી તપસ્યાથી પ્રસન્ન છું. હું જાણું છું કે તું શું ઈચ્છે છે ! પરંતુ, આ ધરતી પર તાપીનદીનો પ્રભાવ તો જો. મારા અવતરણથી તારા પિતૃઓનો ઉદ્ધાર તો થઈ જશે. પણ, ત્યારબાદ કોણ મારામાં સ્નાન કરશે કે મારા દર્શન કરશે ?”

તાપીપુરાણ અનુસાર દેવી ગંગાની વાત સાંભળી રાજા ભગીરથે મહાદેવનું શરણું લીધું. એમ પણ ગંગાને ઝીલવા મહાદેવ સિવાય આ ધરતી પર કોઈ જ સમર્થ ન હતું. કહે છે મહેશ્વરે આ સમસ્યાના સમાધાન માટે નારદમુનિને પૃથ્વીલોક પર મોકલ્યા. નારદમુનિએ ઘોર તપસ્યા કરી માતા તાપીને પ્રસન્ન કરી લીધાં. અને જ્યારે તાપીમૈયાએ વરદાન માંગવા કહ્યું ત્યારે નારદમુનિએ દેવી પાસે તેમનું માહાત્મ્ય જ માંગી લીધું ! વરદાન દેવા વચનબદ્ધ હોઈ તાપીએ તેમનું માહાત્મ્ય નારદમુનિને આપી દીધું. અને તે સાથે જ માતા નિસ્તેજ થઈ ગયા. પણ, બીજી તરફ છળ કરવાને લીધે નારદમુનિ કુષ્ઠરોગનો ભોગ બની ગયા.

નારદમુનિની તપોભૂમિ

તાપી પુરાણ અનુસાર નારદમુનિએ છળથી તાપીદેવીના માહાત્મ્યને છીનવી લીધું. જેને લીધે તેઓ કુષ્ઠરોગી બન્યા. આ રોગના નિવારણ માટે તેમણે પિતા બ્રહ્માજીની મદદ માંગી. પણ, પુત્રની ધૃષ્ટતાથી નારાજ બ્રહ્માજીએ મુખ ફેરવી લીધું. આખરે, નારદમુનિએ દેવાધિદેવનું શરણું લીધું. ત્યારે મહાદેવે તેમને દેવી તાપીની જ શરણમાં જવા કહ્યું. કહે છે કે ત્યારે નારદજીએ તાપીના આ જ તટ પર આવી તપસ્યા કરી. નારદજીએ સર્વ પ્રથમ ગંગા માતાને પ્રસન્ન કર્યા. દેવી ગંગાને લાગ્યું કે નારદજીને તેમના લીધે જ શ્રાપ લાગ્યો છે. એટલે નારદજીને રોગમુક્ત કરવા ગંગા ‘નારદી ગંગા’ના રૂપે અહીં સ્થિર થયા.

નારદી ગંગાના જળ આગળ જઈ તાપી નદીમાં ભળ્યા. પહેલાં તો દેવી તાપી નારદજી અને ગંગાજીને જોઈ ક્રોધિત થયા. પણ, ત્યારબાદ નારદજીની પ્રાર્થનાથી તાપીદેવીનો બધો જ ક્રોધ શાંત થઈ ગયો. તેમણે આશીર્વાદ પ્રદાન કરી નારદમુનિનો કુષ્ઠ રોગ દૂર કર્યો ! કહે છે કે તે સમયે નારદમુનિની આંખમાંથી હર્ષનું બિંદુ પડ્યું. અને તે જ બિંદુમાંથી એક શિવલિંગનું પ્રાગટ્ય થયું. પશ્ચાતાપના અશ્રુબિંદુમાંથી ઉદભવેલું તે શિવલિંગ એટલે જ ગલતેશ્વર.

એક તરફ કામરેજના ટીંબાની ભૂમિ પર મહાદેવના દિવ્ય રૂપનું પ્રાગટ્ય થયું. અને બીજી તરફ દેવી તાપીનો ક્રોધ પણ ગળ્યો. જેના લીધે મહેશ્વર ગળતેશ્વરના નામે ખ્યાત બન્યા. તે જ ગળતેશ્વર આજે અપભ્રંશ બાદ ગલતેશ્વરના નામે પૂજાઈ રહ્યા છે. અને શ્રદ્ધાળુઓને પાપકર્મથી મુક્તિની પ્રાપ્તિ કરાવી રહ્યા છે.

Next Article