
‘શિવલિંગ’ને બ્રહ્માંડની ઊર્જાનું પ્રતીક પણ માનવામાં આવે છે અને તે ભગવાન શિવની સૌથી પ્રાથમિક મૂર્તિઓમાંની એક છે. શિવલિંગ ઘર અને મંદિર બંને જગ્યા પર જોવા મળે છે. એવામાં ચાલો જાણીએ કે, મંદિર અને ઘરમાં શિવલિંગ રાખવા વચ્ચે શું તફાવત અને મહત્વ છે.
મંદિર અને ઘરમાં શિવલિંગ વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે, મંદિરનું શિવલિંગ સામાન્ય રીતે મોટું અને વિસ્તૃત હોય છે, જ્યાં નિયમિત પ્રાર્થના તેમજ આરતી કરવામાં આવે છે, જ્યારે ઘરમાં એક નાનું શિવલિંગ સ્થાપિત કરવામાં આવે છે. તેની સંભાળ અને પૂજા માટે ચોક્કસ નિયમોનું પાલન કરવું આવશ્યક છે.
મંદિરમાં રહેલું ‘શિવલિંગ’ ભગવાન શિવના નિરાકાર સ્વરૂપ અને ઊર્જાનું પ્રતીક છે, જે એક ખાસ ‘શિવાલય’માં રાખવામાં આવે છે, જ્યારે ઘરમાં રાખવામાં આવેલા શિવલિંગની પૂજા વ્યક્તિગત ભક્તિ અને ઇચ્છાઓની મનોકામના માટે કરવામાં આવે છે.
ઘરમાં શિવલિંગ હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે સકારાત્મક ઉર્જા લાવે છે, જેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. બીજું કે, ઘરમાં શાંતિ જાળવવામાં અને પરિવારના સભ્યોમાં સુમેળ જાળવવામાં મદદ કરે છે.
વધુમાં તે મન અને શરીર બંને માટે ફાયદાકારક માનવામાં આવે છે, તણાવ અને ચિંતા ઘટાડે છે તેમજ એકંદર સ્વાસ્થ્યમાં સુધારો કરે છે. એવું માનવામાં આવે છે કે, શિવલિંગની પૂજા કરવાથી મનની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.)