આ ખાસ રીતથી કરો હનુમાન ચાલીસાનું પઠન, હનુમાનજી રોગોની પીડાથી દેશે રાહત

|

Jul 03, 2021 | 8:53 AM

લૌકિક માન્યતા એવી છે કે કેટલીક ચોક્કસ વિધિઓને અનુસરવા માત્રથી હનુમાન ચાલીસા વ્યક્તિના જીવનમાં ચમત્કાર સર્જી દે છે. સાથે જ, વ્યક્તિને રોગોની પીડાથી રાહતની પ્રાપ્તિ પણ કરાવે છે.

આ ખાસ રીતથી કરો હનુમાન ચાલીસાનું પઠન, હનુમાનજી રોગોની પીડાથી દેશે રાહત
હનુમાન ચાલીસા વ્યક્તિના જીવનમાં ચમત્કાર સર્જી દે છે

Follow us on

હનુમાન ચાલીસા (HANUMAN CHALISA) એટલે એક એવી સ્તુતિ કે જેનાથી કોઈ અજાણ હોઈ જ ન શકે. આ તો પવનસુતની એ સરળ સ્તુતિ છે કે જેનું ઘર-ઘરમાં પઠન થાય છે. પણ, શું તમને એ ખબર છે કે કેટલાંક ચોક્કસ નિયમો સાથે આ ચાલીસાનું પઠન કરવાથી સર્વ કામનાઓને પૂર્ણ કરી શકાય છે ! એટલે કે, કેટલીક ચોક્કસ વિધિઓને અનુસરવા માત્રથી આ હનુમાન ચાલીસા વ્યક્તિના જીવનમાં ચમત્કાર પણ સર્જી શકે છે ! તો સાથે જ, રોગોની પીડાથી રાહતની પ્રાપ્તિ પણ કરાવી શકે છે.

એ તો સૌ કોઈ જાણે છે કે હનુમાન ચાલીસા મનુષ્યના જીવનમાંથી આધિ, વ્યાધિ અને ઉપાધિને હરી લેવાનું સામર્થ્ય ધરાવે છે અને એટલે જ તે હનુમંત કૃપાને પ્રાપ્ત કરવાનું સૌથી શ્રેષ્ઠ સાધન મનાય છે. શક્ય છે કે કદાચ તમે પણ નિત્ય હનુમાન ચાલીસાના પાઠ કરતા જ હશો. શક્ય છે કે તમે એક પણ દિવસ ચૂક્યા વિના હનુમાન ચાલીસાનું પઠન કરતા હશો.

પણ, શું તમે હનુમાન ચાલીસાના પઠન સમયે ખાસ નિયમોનું અનુસરણ કરો છો ? શું તમને ખબર છે કે વિશેષ નિયમ સાથે હનુમાન ચાલીસાનું પઠન કરવાથી હનુમાનજીની વિશેષ કૃપાને પ્રાપ્ત કરી શકાય છે ? આજે એક આવા જ પ્રયોગ વિશે વાત કરવી છે, કે જેના દ્વારા રોગોથી મુક્તિ મળતી હોવાની માન્યતા છે.

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

હનુમાન ચાલીસા દ્વારા દરેક પ્રકારના કષ્ટનું નિવારણ મેળવી શકાય છે. તે જ રીતે હનુમાન ચાલીસાથી રોગમુક્તિના આશિષ પણ પ્રાપ્ત થઈ શકે છે. એક ખાસ વિધિને ધ્યાનમાં રાખી હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવે તો પવનસુત મનુષ્યના રોગનું શમન કરી દે છે અને તેને સ્વસ્થ જીવનના આશીર્વાદ પણ પ્રદાન કરે છે. આવો, આ માટેની ખાસ વિધિ જાણીએ.

હનુમંતકૃપાની વિધિ
શનિવાર કે મંગળવારના રોજથી આ પ્રયોગ શરૂ કરવો.
પૂજા સ્થાન પર હનુમાનજીની તસવીર બિરાજમાન કરો.
શક્ય હોય તો રામજીની તસવીર પણ હનુમાનજીની છબી પાસે મૂકો.
પ્રભુની સન્મુખ જળ ભરેલું પાત્ર મૂકો.
સર્વ પ્રથમ શ્રીરામનું અને ત્યારબાદ હનુમાનજીનું નામ બોલો.
આસ્થા સાથે માત્ર એક વાર હનુમાન ચાલીસાનું પઠન કરો.
પઠન બાદ પ્રભુ સન્મુખ મૂકાયેલાં જળને પ્રસાદ રૂપે ગ્રહણ કરો.
રોગથી પીડિત વ્યક્તિને એ જળ પીવા માટે આપો.
સળંગ 21 દિવસ આ પ્રયોગ કરવો ઈચ્છનીય છે.

માન્યતા અનુસાર દ્રઢ આસ્થા સાથે આ પ્રયોગ કરવાથી ચોક્કસથી વ્યક્તિને પીડામાંથી રાહતની પ્રાપ્તિ થશે. ઉલ્લેખનીય છે કે વ્હેલી સવારે કે સંધ્યા સમયે આ પ્રયોગ કરવાથી શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થશે. અલબત્, નિત્ય એક જ સમય સચવાય તેનું ધ્યાન રાખવું. આસ્થા સાથે કર્મ કરવાથી અંજનીનંદન ચોક્કસથી પીડામાંથી રાહત અપાવશે.

Published On - 8:50 am, Sat, 3 July 21

Next Article