Ramnavmi 2021: 21 Aprilએ છે રામનવમી, જાણો પુજા વિધિ, મુહૂર્ત અને મહત્વ

|

Apr 20, 2021 | 8:56 PM

Ramnavmi 2021: રામનવમીનો તહેવાર ચૈત્ર મહિનામાં શુક્લ પક્ષની નવમી તારીખે ઉજવવામાં આવે છે. સનાતન ધર્મમાં આ તારીખનું વિશેષ મહત્વ જણાવ્યું છે. આ દિવસે ચૈત્ર નવરાત્રીની સમાપ્તિ રામ નવમી સાથે થાય છે.

Ramnavmi 2021: 21 Aprilએ છે રામનવમી, જાણો પુજા વિધિ, મુહૂર્ત અને મહત્વ
Ramnavmi 2021

Follow us on

Ramnavmi 2021: રામનવમીનો તહેવાર ચૈત્ર મહિનામાં શુક્લ પક્ષની નવમી તારીખે ઉજવવામાં આવે છે. સનાતન ધર્મમાં આ તારીખનું વિશેષ મહત્વ જણાવ્યું છે. આ દિવસે ચૈત્ર નવરાત્રીની સમાપ્તિ રામ નવમી સાથે થાય છે. આ વખતે રામનવમી 21 એપ્રિલ 2021ને બુધવારે આવે છે. ભગવાન રામ શ્રી હરિ વિષ્ણુના સાતમા અવતાર હતા. વિષ્ણુનો જન્મ દુષ્ટતાનો નાશ કરવા અને ધર્મ સ્થાપિત કરવા માટે રાજા દશરથના પુત્ર તરીકે થયો હતો.

 

ભગવાન રામનો જન્મ થયો તે દિવસે ચૈત્ર શુક્લ પક્ષની નવમી તિથી હતી. આ દિવસ ભગવાન શ્રી રામની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન રામે તેમના જીવન દરમ્યાન ધર્મનું પાલન કર્યું અને તેમનું આખું જીવન માનવ કલ્યાણ માટે સમર્પિત કર્યું, તેથી તેમને મર્યાદા પુરુષોત્તમ પણ કહેવામાં આવે છે. રામનવમીના દિવસે લોકો ભગવાન રામની જન્મજયંતિની ઉજવણી પૂરા વિધિ વિધાનથી હર્ષોલ્લાસથી કરે છે. આ દિવસે ભગવાન રામની પૂરી શ્રધ્ધા સાથે પૂજા કરવાથી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે અને ભગવાન રામનો આશીર્વાદ મળે છે તો ચાલો જાણીએ રામનવમીની પૂજા મુહૂર્ત અને પૂજા વિધી અને મહત્વ

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

 

રામ નવમીનું મહત્વ
આ દિવસે ભગવાન રામનો જન્મ બપોરે અભિજિત નક્ષત્રમાં થયો હતો. ભગવાન રામનો જન્મ થયો ત્યારે તે સમયે, પાંચ ગ્રહો ઉચ્ચ પદ પર હતા. તે જ દિવસે રામનવમી પર ગોસ્વામી તુલસીદાસે અયોધ્યામાં રામચરિતમાનસની રચના શરૂ કરી. કેટલાક જ્યોતિષવિદ્યા અનુસાર, રામનવમી પર કોઈ શુભ કાર્ય વિચાર્યા વિના કરી શકાય છે. આ તિથિ ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે. આ દિવસે ઉપવાસ અને પૂજા કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ મળે છે.

 

રામનવમી પૂજા માટે શુભ સમય
રામ નવમી પૂજા મુહૂર્ત- 21 એપ્રિલ 2021ને બુધવારે સવારે 11:02 AMથી બપોરે 13:38 PM સુધી
નવમી તિથી શરૂ થાય છે – 20 એપ્રિલ 2021ના ​​મધ્યરાત્રિએ 12:43 મિનિટે
નવમી તિથી સમાપ્ત થાય છે – 22 એપ્રિલ 2021ની મધ્યરાત્રિ 12:30 વાગ્યે.

 

આ રીતે રામ નવમીની પૂજા કરો
1. રામનવમીના દિવસે વહેલી સવારે જાગ્યા પછી પીળા રંગના સાફ વસ્ત્રો ધારણ કરો અને ઉપવાસ કરવાનો સંકલ્પ કરો.
2. હવે લાકડાનો બાજોઠ લો અને તેના ઉપર એક લાલ લાલ રંગનું કાપડ નાખો.
3. બાજોઠ પર રામ દરબાર અથવા રામજીની પ્રતિમા સ્થાપિત કરો. જો તમારી પાસે રામ સીતા અને લક્ષ્મણ સહિતની મૂર્તિઓ છે તો વધુ શુભ ગણાશે.
4. હવે ગંગાજળ છાંટો, તિલક કરો અને ચોખાથી અષ્ટદલ બનાવો.
5. હવે અષ્ટદલ ઉપર એક તાંબાના વાસણ મૂકો અને તેના પર એક ચોમુખી દીવો પ્રગટાવો.
6. ધૂપ કરીને ફૂલો અર્પણ કરો, ભગવાન રામની ઉપાસનામાં કમળનું ફૂલ અને તુલસીનો ઉપયોગ કરો.
7. હવે તે જ આસન પર બેસો અને વિષ્ણુ સહસ્ત્રનામ અથવા રામ સ્તોત્રનો પાઠ કરો.
8. પાઠ પૂર્ણ થયા બાદ ખીર, ફળ અને મીઠાઈ વગેરે અર્પણ કરો અને રામલલાની આરતી કરો.
9. આ પછી ભજન કીર્તન કરી દિવસ પસાર કરો. સાંજે ઘીનો દીવો પ્રગટાવો અને રામ કથા સાંભળો.

Next Article