Putra Ekadashi 2021: આ દિવસે છે પુત્ર એકાદશી, જાણો શુભ મુહૂર્ત અને તેનું મહત્વ

|

Jan 16, 2021 | 4:37 PM

વર્ષમાં આવતી 24 એકાદશીઓમાં એક પુત્રદા એકાદશી પણ છે, આ દિવસે શ્રીહરિ, ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો રિવાજ છે. આ દિવસે વ્યક્તિએ સંપૂર્ણ તન-મન -ધનથી આ વ્રત કરવું જોઈએ.

Putra Ekadashi 2021: આ દિવસે છે પુત્ર એકાદશી, જાણો શુભ મુહૂર્ત અને તેનું મહત્વ

Follow us on

વર્ષમાં આવતી 24 એકાદશીઓમાં એક પુત્રદા એકાદશી પણ છે, આ દિવસે શ્રીહરિ, ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો રિવાજ છે. આ દિવસે વ્યક્તિએ સંપૂર્ણ તન-મન -ધનથી આ વ્રત કરવું જોઈએ. હિન્દુ પંચાંગ મુજબ હિંદુ ધર્મમાં એક વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે. એકાદશી હિન્દુ પંચાંગની 11મી તારીખે આવે છે. જણાવી દઈએ કે, આ તારીખ દર મહિને બે વાર આવે છે. એક પૂનમ પછી અને અમાસ પછી આમાંની એક પુત્રદા એકાદશી છે, જે દર મહિનાના પોષ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તારીખે આવે છે. આ એકાદશીની માન્યતા હિન્દુ ધર્મમાં ખૂબ છે. આ વખતે 24 જાન્યુઆરીએ પુત્રદા એકાદશી છે. આ એકાદશીને પુત્ર પ્રાપ્તિ એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. કહેવામાં આવે છે કે પણ આ એકાદશી કરે છે તેને પુત્ર સંતાનની પ્રાપ્તિ થાય છે.

 

ચાલો જાણીએ પુત્ર એકાદશીનું શુભ મુહૂર્ત અને તેનું મહત્વ

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

શુભ મુહૂર્ત-

એકાદશી તિથિ 23 જાન્યુઆરીએ સવારે 8.56થી શરૂ થઈ રહી છે, જે 24 જાન્યુઆરીએ રાત્રે 10 વાગ્યેને 57 મિનિટ પુરી થશે. આ ઉપવાસ પૂર્ણ થયા પછી પારણા 25 જાન્યુઆરીએ સવારે 7.13 વાગ્યાથી 9: 21વાગ્યાની વચ્ચે કરી શકશે. જ્યારે દ્વાદશી 26 જાન્યુઆરીના દિવસે મંગળવારે રાત્રે 12: 24 મિનિટ સુધી રહેશે.

 

Published On - 4:31 pm, Sat, 16 January 21

Next Article