October Panchak 2022 : આજથી પંચક શરૂ થઈ રહ્યું છે, આ સમય દરમિયાન આ કામ કરવાનું ભૂલશો નહીં

|

Oct 06, 2022 | 4:34 PM

October Panchak 2022 : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પંચકમાં કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. આ વખતે ઓક્ટોબરમાં પંચક આજથી એટલે કે 06 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યું છે. પંચક 5 દિવસ સુધી ચાલે છે.

October Panchak 2022 : આજથી પંચક શરૂ થઈ રહ્યું છે, આ સમય દરમિયાન આ કામ કરવાનું ભૂલશો નહીં
Panchak

Follow us on

October Panchak 2022 : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઈપણ શુભ કાર્યના મુહૂર્ત જાણવા માટે પંચાંગની જરૂર છે. વિવિધ પ્રકારના વાર, તિથિ, નક્ષત્ર, કરણ અને યોગ વિશેની માહિતી પંચાંગ દ્વારા જ મળે છે. આ પંચાંગ હેઠળ મુહૂર્તનું ધ્યાન કરતી વખતે આપણે પંચકનું વિશેષ ધ્યાન રાખવું પડે છે કારણ કે મુહૂર્ત શાસ્ત્રમાં પંચકનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પંચકમાં કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. આ વખતે ઓક્ટોબરમાં પંચક આજથી એટલે કે 06 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યું છે. પંચક 5 દિવસ સુધી ચાલે છે. ચાલો જાણીએ પંચક વિશે.

પંચકનો સમયગાળો

હિન્દુ કેલેન્ડર મુજબ, પંચક 06 ઓક્ટોબરના રોજ સવારે 08:26 થી શરૂ થયું છે અને સોમવાર, 10 ઓક્ટોબર, સાંજે 04:03 વાગ્યે સમાપ્ત થશે.

પંચક દરમિયાન ન કરવા જેવી બાબતો

1. ખાસ કરીને દક્ષિણ દિશામાં મુસાફરી કરવી વર્જિત માનવામાં આવે છે.
2. આ સમયે પલંગ બનાવડાવો અથવા તેનુ સમારકામ અશુભ માનવામાં આવે છે.
3. સાથે જ જો તમારું ઘર બની રહ્યું હોય તો પંચકના સમયમાં ઘરની છત ન બનાવવી જોઈએ. આમ કરવાથી ઘરમાં ધન અને સંપત્તિની હાનિ થઈ શકે છે.
4. આ સિવાય પંચક દરમિયાન લાકડા, કે અન્ય પ્રકારનું બળતણ સંગ્રહિત ન કરવું જોઈએ.
5. પંચક દરમિયાન કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય, તો મૃતદેહ સાથે લોટ અથવા દર્ભના પાંચ પૂતળા રાખવાનું માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી પંચક દોષ સમાપ્ત થાય છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પંચક દરમિયાન કરવાના કાર્યો

પંચક દરમિયાન થતા નક્ષત્રોમાં કેટલાક વિશેષ યોગ પણ બને છે. જેમ કે ધનિષ્ઠા, શતભિષા, પૂર્વા ભાદ્રપદ અને રેવતી નક્ષત્ર દરમિયાન પ્રવાસ, મુંડનકામ વગેરે માટે શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર મુજબની સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ બનાવે છે. જો કે પંચકને આપણે અશુભ કહીએ છીએ, પંચક દરમિયાન અન્ય શુભ કાર્યો જેવા કે સગાઈ, લગ્ન વગેરે શુભ કાર્યો પણ થઈ શકે છે.

પંચકના પ્રકાર

રોગ પંચક: જે પંચક રવિવારે શરૂ થાય છે તેને રોગ પંચક કહેવાય છે. તેનો એવો પ્રભાવ હોય છે કે વ્યક્તિ પાંચ દિવસ સુધી રોગ અને શારીરિક-માનસિક તકલીફોથી ઘેરાયેલો રહે છે. આ સમય દરમ્યાન કોઈ પણ પ્રકારના શુભ કાર્યો કરવામાં આવતા નથી.

રાજ પંચક: જે પંચક સોમવારે શરૂ થાય છે તેને રાજ પંચક કહેવાય છે.આ પંચકને શુભ માનવામાં આવે છે. આ પંચકના પ્રભાવથી વ્યક્તિને સરકારી કામોમાં સફળતા મળે છે. સંપતિથી જોડાયેલા દરેક કામો માટે આ સમય શુભ માનવામાં આવે છે.

અગ્નિ પંચક: જે પંચક મંગળવારથી શરૂ થાય છે તેને અગ્નિ પંચક કહેવાય છે. આ સમય દરમ્યાન કોર્ટ-કચેરી તેમજ વિવાદ સબંધી કોઇ પણ કાર્યો કરવામાં આવે છે. આ પંચક અશુભ હોય છે. આ સમય દરમ્યાન કોઈ પણ નિર્માણ સબંધી અને ઓજાર કે મશીનરી સબંધી કાર્યો ના કરવા જોઈએ, તેને અશુભ માનવામાં આવે છે. આ જ નિયમ ગુરુવાર પંચકને પણ લાગુ પડે છે.

મૃત્યુ પંચક: જે પંચક શુક્રવારે શરૂ થાય છે તેને ચોર પંચક કહેવાય છે. આ પંચકમાં યાત્રા કરવાની મનાઈ હોય છે. આ સમય દરમ્યાન કોઈ પણ પ્રકારની લેણ -દેણ, વેપાર તેમજ કોઈ પણ પ્રકારના સોદા કરવા જોઈએ નહીં.

વાર પ્રમાણે પંચક

– રવિવારે શરૂ થતા પંચકને રોગ પંચક કહેવામાં આવે છે.
– સોમવારના પંચકને રાજ પંચક કહેવામાં આવે છે.
– મંગળવારથી શરૂ થતા પંચક અગ્નિ પંચક કહેવાય છે.
– બુધવાર અને ગુરુવારે શરૂ થતા પંચકનો નિર્દોષ પંચક કહેવામાં આવે છે.
– શુક્રવારના પંચકને ચોર પંચક કહેવામાં આવે છે.
– શનિવારે શરૂ થતા પંચકને મૃત્યુ પંચક કહેવામાં આવે છે.

Next Article