એકાદશીના જન્મદિવસે મેળવી શકશો સંતાન જન્મ માટેના આશીર્વાદ ! જાણો કયા મંત્રનો કરશો જાપ ?

|

Nov 19, 2022 | 6:28 AM

માન્યતા અનુસાર ઉત્પત્તિ એકાદશીના (Ekadashi) સમાન પાપનાશક વ્રત બીજું કોઈ જ નથી. આ એકાદશી એ ભક્તના માત્ર આ જન્મના જ નહીં, પરંતુ, પૂર્વ જન્મના પાપોનો પણ નાશ કરી દે છે. તેમજ જીવને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે !

એકાદશીના જન્મદિવસે મેળવી શકશો સંતાન જન્મ માટેના આશીર્વાદ ! જાણો કયા મંત્રનો કરશો જાપ ?
Lord Vishnu (symbolic image)

Follow us on

ઉત્પત્તિ એકાદશી એ એકાદશીનો જન્મદિવસ મનાય છે. આ વખતે આ શુભ અવસર 20 નવેમ્બર, રવિવારના રોજ છે. એવી માન્યતા પ્રચલિત છે કે જો કોઈ એકાદશીના વ્રતનો પ્રારંભ કરવા ઈચ્છતું હોય, તો તેણે કારતક માસના વદ પક્ષની એકાદશી, એટલે કે ઉત્પત્તિ એકાદશીથી જ વ્રતનો પ્રારંભ કરવો જોઈએ. કારણ કે, આ તિથિ સવિશેષ ફળદાયી મનાય છે. સાથે જ વિધ વિધ કામનાઓને સિદ્ધ કરનારી પણ. ત્યારે આવો, આજે એ જાણીએ કે ઉત્પત્તિ એકાદશીનું વ્રત કરવાથી ભક્તને કેવાં-કેવાં પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. અને આ દિવસે કયો ઉપાય અજમાવવાથી, કયા મંત્રનો જાપ કરવાથી વ્યક્તિને સંતતિનું સુખ પ્રાપ્ત થાય છે !

વૈકુંઠમાં વાસ ! 

માન્યતા અનુસાર જે જીવ આસ્થા સાથે ઉત્પત્તિ એકાદશીએ ઉપવાસ કરે છે, તે વૈકુંઠધામમાં નિવાસ કરે છે. વૈકુંઠધામ એટલે એ સ્થાન કે જ્યાં સ્વયં ભગવાન ગરુડધ્વજ શ્રીહરિ વિદ્યમાન થયા છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

ગૌદાનનું ફળ

કહે છે કે જે મનુષ્ય એકાદશીના માહાત્મ્યનું પઠન કરે છે, તેને હજાર ગૌદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે !

પાપકર્મથી મુક્તિ !

જે જીવ દિવસે અથવા તો રાત્રિએ પણ આ એકાદશીના મહત્વનું શ્રવણ કરે છે, તે વિવિધ પ્રકારના પાપકર્મથી મુક્તિ મેળવી લે છે ! માન્યતા અનુસાર ઉત્પત્તિ એકાદશીના સમાન પાપનાશક વ્રત બીજું કોઈ જ નથી. આ એકાદશી એ ભક્તના માત્ર આ જન્મના જ નહીં, પરંતુ, પૂર્વ જન્મના પાપોનો પણ નાશ કરી દે છે. અને પછી જીવને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે !

અશ્વમેધ યજ્ઞનું પુણ્ય

પુરાણોમાં ઉલ્લેખ છે તે અનુસાર આ એકાદશીથી અશ્વમેધ યજ્ઞના પુણ્યની પ્રાપ્તિ થાય છે !

શ્રેષ્ઠ ફળપ્રદાતા

મુશ્કેલમાં મુશ્કેલ તપસ્યા, તીર્થસ્નાન તેમજ દાનકર્મથી પણ શ્રેષ્ઠ ફળ પ્રદાન કરનારું છે ઉત્પત્તિ એકાદશીનું વ્રત.

સંતતિનું સુખ !

અનેકવિધ પુણ્યફળની પ્રાપ્તિ કરાવનારું છે ઉત્પત્તિ એકાદશીનું વ્રત. વિશેષ તો જે દંપતી સંતાન સુખથી વંચિત હોય, તેમને સંતતિનું સુખ પ્રદાન કરનારી છે આ ઉત્પત્તિ એકાદશી. આ માટે દંપતીએ એકાદશીના અવસરે નીચે અનુસાર વિધિનું અનુસરણ કરવું.

⦁ પતિ-પત્નીએ બ્રહ્મમુહૂર્તમાં ઊઠી જવું અને વ્રતનો સંકલ્પ લેવો.

⦁ આસ્થા સાથે શ્રીવિષ્ણુની પૂજા કરી તેમને પીળા રંગના પુષ્પ, પીળા રંગના ફળ, તુલસીદળ તેમજ પંચામૃત અર્પણ કરવા.

⦁ શ્રીહરિ સન્મુખ સંતાન ગોપાલ મંત્રનો જાપ કરવો. આ મંત્ર છે “ૐ ક્લીં દેવકીસુત ગોવિંદ વાસુદેવ જગત્પતે, દેહિ મે તનયં કૃષ્ણ ત્વામહં શરણમ ગતા ।।” 

⦁ આ મંત્રનો જાપ કર્યા બાદ પતિ-પત્નીએ એક ફળ અને પંચામૃત ગ્રહણ કરવા.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Next Article