Navratri 2021 : નવરાત્રિમાં વ્રત પહેલા કરો આ કામ, દરેક મનોકામના પૂરી થશે

|

Oct 06, 2021 | 5:04 PM

નવરાત્રિના નવ દિવસોમાં ભક્તોએ ઘણા નિયમોનું પાલન કરવું પડે છે. ચાલો જાણીએ નવરાત્રિની શરૂઆત પહેલા કયા કાર્યો કરવા જોઈએ જેથી પૂજામાં કોઈ અવરોધ ન આવે.

Navratri 2021 : નવરાત્રિમાં વ્રત પહેલા કરો આ કામ, દરેક મનોકામના પૂરી થશે
Navratri 2021

Follow us on

આવતીકાલથી નવરાત્રિનો (Navratri) પવિત્ર તહેવાર શરૂ થઈ રહ્યો છે. આસો સુદ એકમની તિથિથી નવમી તિથિ સુધી નવ દિવસ માટે નવરાત્રીનું વ્રત માતા દુર્ગાને સમર્પિત છે. નવરાત્રી ઉપવાસના નવ દિવસનું વિશેષ મહત્વ છે.

ઘણા લોકો નવરાત્રિનું વ્રત કંઈ પણ ખાધા કે પીધા વગર રાખે છે. કેટલાક લોકો માત્ર ફળ ખાતા હોય છે. નવરાત્રી દરમિયાન દરરોજ મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર મુજબ આ વખતે નવરાત્રીનો તહેવાર 07 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. ઘણા લોકો નવરાત્રિ દરમિયાન ઘરમાં કળશની સ્થાપના કરે છે. આ નવ દિવસો દરમિયાન, ભક્તોએ ઘણા નિયમોનું પાલન કરવું પડે છે. ચાલો જાણીએ મા દુર્ગાના આગમન પહેલા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

1. નવરાત્રીના ઉપવાસ દરમિયાન સંપૂર્ણ સાત્વિક ખોરાક લેવો જોઈએ. લસણ અને ડુંગળીનો ઉપયોગ ખોરાકમાં ન કરવો જોઈએ. આ સિવાય કોઈએ કોઈને ખરાબ ન બોલવું જોઈએ.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

2. મા દુર્ગાના આગમન પહેલા ઘરને સાફ કરો. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં ગંદકી હોય ત્યાં માતાની કૃપા હોતી નથી. એટલા માટે નવરાત્રિ દરમિયાન ઘરની સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે. ઘરના પૂજા સ્થળને સારી રીતે સાફ કરો અને ગંગાજળનો છંટકાવ કરો. આમ કરવાથી તમારું ઘર શુદ્ધ થઈ જશે.

3. નવરાત્રિમાં રંગોનું વિશેષ મહત્વ છે. દરેક દિવસે જુદા જુદા રંગના કપડા પહેરવામાં આવે છે. આ સિવાય ઘરમાં ઉપવાસની વસ્તુઓ અગાઉથી રાખો.

4. ઘરના જે ભાગમાં માતાનું સ્થાપન કરો તેની સામે સ્વસ્તિક ચિહ્ન બનાવો. આ સિવાય કળશ સ્થાપનાની પૂજા સામગ્રી એક જગ્યાએ એકત્રિત રાખો જેથી પૂજા સમયે કોઈ પણ પ્રકારની સમસ્યા ન આવે.

5. નવરાત્રિની શરૂઆત પહેલા તમારા ઘરમાંથી માંસાહારી વસ્તુઓ કાઢી નાખો. આગામી નવ દિવસ સુધી આ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.

6. જો તમે વાળ, દાઢી કાપવાનું વિચારી રહ્યા છો, તો નવરાત્રિ પહેલા તેને કાપી લો. નવરાત્રિમાં આ બધી વસ્તુઓ કરવી અશુભ માનવામાં આવે છે. આ સિવાય નખ કાપવું પણ વર્જિત માનવામાં આવે છે.

 

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Navratri 2021: નવરાત્રીમાં દેવીના આવાહન પૂર્વે શું કરશો ખાસ તૈયારી? જાણો નવરાત્રીની પૂજન સામગ્રીનું મહત્વ

આ પણ વાંચો : Navratri 2021: શારદીય નવરાત્રીનો થશે પ્રારંભ, જાણો ઘટસ્થાપનના શુભ મુહૂર્ત અને સંપૂર્ણ વિધિ

Published On - 5:02 pm, Wed, 6 October 21

Next Article