AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નરક ચતુર્દશી : કાળી ચૌદસ પર કોની પૂજા થાય છે, શા માટે ઉજવીએ છીએ આ તહેવાર, જાણો પૌરાણિક કથા

Narak Chaturdashi 2023: હિન્દુ ધર્મમાં નરક ચતુર્દશીનું ખૂબ મહત્વ છે. કાળી ચૌદસ ઉજવવા પાછળ એક પૌરાણિક કથા છે. શાસ્ત્રો અનુસાર નરક ચતુર્દશીનો દિવસ ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલો છે. આ દિવસે સાંજે યમ તર્પણ અને દીવાનું દાન કરવાની પણ પરંપરા છે.

નરક ચતુર્દશી : કાળી ચૌદસ પર કોની પૂજા થાય છે, શા માટે ઉજવીએ છીએ આ તહેવાર, જાણો પૌરાણિક કથા
Narak Chaturdashi
| Updated on: Nov 11, 2023 | 6:57 AM
Share

હિંદુ ધર્મમાં દિવાળીનું ઘણું મહત્વ છે, નરક ચૌદસ દિવાળીના એક દિવસ પહેલા અને ધનતેરસના બીજા દિવસે આવે છે. નરક ચૌદસને નરક ચતુર્દશી અથવા કાળી ચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતના કેટલાક સ્થળોએ કાળી ચૌદસને છોટી દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે. નરક ચતુર્દશીના દિવસે યમરાજની પૂજા દુકાળ કે કોઈ દુર્ઘટનાથી થતા મૃત્યુના ભયને દૂર કરવા અને શારીરિક સ્વાસ્થ્ય માટે કરવામાં આવે છે.

નરક ચૌદસના દિવસે અભ્યંગ સ્નાન કરવાની માન્યતા છે.આ દિવસે સાંજે યમ તર્પણ અને દીવાનું દાન કરવાની પણ પરંપરા છે. તે હિન્દુ ધર્મના મહત્વના તહેવારોમાંનો એક માનવામાં આવે છે. કાળી ચૌદસ ઉજવવા પાછળ કેટલીક રસપ્રદ કથાઓ છે. એવી માન્યતા છે કે આ દિવસે દીવો પ્રગટાવવાથી યમરાજ પ્રસન્ન થાય છે અને અકાળ મૃત્યુના ભયથી મુક્તિ મળે છે.

કાળી ચૌદસનું મહત્વ

કાળી ચૌદસ દર વર્ષે આસો મહિનાની અમાસના એક દિવસ પહેલા આવે છે. હિન્દુ ધર્મમાં નરક ચતુર્દશીનું ખૂબ મહત્વ છે. આ બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને ભગવાન યમની પૂજા કરવાની માન્યતા છે. એવું કહેવાય છે કે જે કોઈ પણ ભક્ત આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરે છે અને યમરાજની પૂજા કરે છે, તે નરકમાં જવાથી બચી જાય છે અને સ્વર્ગની પ્રાપ્તિ કરે છે. તેમજ સાંજે યમની પૂજા કરવાથી અકાળ મૃત્યુનો ભય રહેતો નથી.

આ દિવસે દીવો પ્રગટાવવાની પણ માન્યતા છે. એવું કહેવાય છે કે જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ નરકાસુરનો વધ કર્યો ત્યારે તેણે તેલ અને ઉકળતા પાણીને ભેળવીને સ્નાન કર્યું હતું. તેલ લગાવીને સ્નાન કરવાની આ પરંપરા તે દિવસથી જ શરૂ થઈ હતી. ધાર્મિક માન્યતા છે કે આ કરવાથી વ્યક્તિને નરકમાંથી મુક્તિ મળે છે અને સ્વર્ગ અને સુંદરતાના આશીર્વાદ પણ મળે છે.

નરક ચતુર્દશી શા માટે ઉજવવામાં આવે છે?

નરક ચૌદસની કથા નરકાસુર અને ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલું છે. પૌરાણિક કથાઓ અનુસાર, એવું માનવામાં આવે છે કે એક સમયે નરકાસુર નામનો એક રાક્ષસ હતો જેણે પોતાની શક્તિનો દુરુપયોગ કરીને દેવો, દેવીઓ અને ઋષિઓની સાથે સોળ હજાર રાજકુમારીઓને કેદ કરી હતી. આ પછી, રાક્ષસના અત્યાચારથી પરેશાન, દેવતાઓ અને રાજકુમારીઓએ ભગવાન કૃષ્ણની મદદ માંગી, જેના પછી શ્રી કૃષ્ણએ તેમનો વધ કર્યો.ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તે 16 હજાર અને 100 કન્યાઓને સમાજમાં માન-સન્માન આપવા માટે પરણાવ્યા. હિન્દુ ધર્મના શાસ્ત્રો અનુસાર આ દિવસે નરકાસુરથી મુક્તિ મળવાના આનંદથી સમગ્ર પૃથ્વી પ્રસન્ન હતી અને તમામ દેવતાઓ પણ ખૂબ પ્રસન્ન થયા હતા. આ દિવસે, નરકાસુરના વધની યાદમાં નરક ચતુર્દશીનો તહેવાર ઉજવવામાં આવે છે, જેને છોટી દિવાળી પણ કહેવામાં આવે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">