ઘરમાં હાજર છોડ (Plants) ઘરની સુંદરતા વધારવા અને હવાને શુદ્ધ કરવાનું કામ કરે છે. રિફ્રેશિંગ મની પ્લાન્ટને ગોલ્ડન પોથોસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક લોકપ્રિય ઘરનો છોડ છે. તે હવાને શુદ્ધ કરે છે. જેના કારણે ઘરનું વાતાવરણ સ્વચ્છ અને સુંદર રહે છે. તમે બોટલ અથવા માટીના પાત્રમાં મની પ્લાન્ટ લગાવી શકો છો. વાસ્તુ (Vastu Tips) અને ફેંગશુઈ અનુસાર મની પ્લાન્ટને (Money Plant) ઘર માટે લકી પ્લાન્ટ માનવામાં આવે છે. તે આર્થિક સ્થિતિમાં સુધારો કરે છે. મની પ્લાન્ટ શારીરિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરે છે. ઘરમાં મની પ્લાન્ટ રાખવાના ઘણા ફાયદા છે.
મની પ્લાન્ટ કાર્બન મોનોક્સાઇડ જેવા ઝેરી વાયુઓને દૂર કરીને શુદ્ધ ઓક્સિજન આપે છે. તે ઘરની હવાને શુદ્ધ કરે છે.
ઘરમાં મની પ્લાન્ટ રાખવાથી સકારાત્મક ઉર્જા આવે છે. તેનાથી ઘરમાં તણાવ ઓછો થાય છે. તેનાથી ચિંતા અને ઊંઘની સમસ્યા દૂર થાય છે.
મની પ્લાન્ટ્સ આપણા ઘરો અને ઓફિસની જગ્યાઓમાં એન્ટિ-રેડિએટર તરીકે કામ કરે છે. તે કમ્પ્યુટર, મોબાઈલ ફોન અને લેપટોપ જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાંથી નીકળતા હાનિકારક કિરણોને શોષી લે છે.
મની પ્લાન્ટ રાખવાથી ઘરના બાળકોને બીમાર થવાથી અને પરિવારના મોટા સભ્યોને હૃદયની બીમારીઓથી બચી શકાય છે.
વાસ્તુ અને ફેંગશુઈ અનુસાર મની પ્લાન્ટ ઘરની અંદર દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવો જોઈએ. તેનાથી ઘરમાં શાંતિ અને સ્વસ્થ વાતાવરણ જળવાઈ રહે છે. તેનાથી વૈવાહિક સમસ્યાઓ દૂર રહે છે. તે દુર્ભાગ્યને દૂર કરવા માટે પણ જાણીતું છે.
મની પ્લાન્ટના પાંદડા હૃદયના આકારના હોય છે. આથી તે પરિવારમાં પ્રેમ, હાસ્ય અને ખુશી લાવે છે. તે તૂટેલા સંબંધોને સુધારવામાં પણ મદદ કરે છે. ઘરના પરિવારના સભ્યો વચ્ચેના સંબંધો સુધરે છે.
ગ્રીન મની પ્લાન્ટ ઘરની આસપાસ સારી ઉર્જા ફેલાવે છે. તે રોગોને દૂર રાખવામાં મદદ કરે છે.
નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Gaur Purnima Mahotsav: હરેકૃષ્ણ મંદિર ભાડજમાં થશે ભવ્ય ઉજવણી, ઉજવાશે ગૌર પૂર્ણિમા મહોત્સવ
આ પણ વાંચો : જો આ સમયે કરશો ગાયત્રી મંત્રનો જાપ તો પૂર્ણ થશે સઘળી અભિલાષ!