AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budh Transit: 13 નવેમ્બરથી બુધની સીધી ચાલ, 6 રાશિઓના ભાગ્યમાં આવશે મોટો બદલાવ, નોકરીમાં પ્રમોશનના યોગ!

જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના ગોચર અને તેમની ચાલનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. ગ્રહોની ચાલમાં થતા પરિવર્તનની અસર તમામ 12 રાશિઓના જાતકોના જીવન પર જોવા મળતી હોવાની માન્યતા છે. ત્યારે 13 નવેમ્બર, 2026ના રોજ બુધ ગ્રહ તુલા રાશિમાં સીધી ચાલ શરૂ કરશે. બુધને બુદ્ધિ, વાણી, વ્યવસાય, શિક્ષણ અને સંદેશાવ્યવહારનો કારક માનવામાં આવે છે.

Budh Transit: 13 નવેમ્બરથી બુધની સીધી ચાલ, 6 રાશિઓના ભાગ્યમાં આવશે મોટો બદલાવ, નોકરીમાં પ્રમોશનના યોગ!
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2026 | 9:27 AM
Share

જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના ગોચર અને તેમની ચાલનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. ગ્રહોની ચાલમાં થતા પરિવર્તનની અસર તમામ 12 રાશિઓના જાતકોના જીવન પર જોવા મળતી હોવાની માન્યતા છે. ત્યારે 13 નવેમ્બર, 2026ના રોજ બુધ ગ્રહ તુલા રાશિમાં સીધી ચાલ શરૂ કરશે. બુધને બુદ્ધિ, વાણી, વ્યવસાય, શિક્ષણ અને સંદેશાવ્યવહારનો કારક માનવામાં આવે છે. જ્યોતિષીય માન્યતા અનુસાર, બુધની સીધી ચાલથી કેટલીક રાશિઓના અટકેલા કામોમાં ગતિ આવી શકે છે. ખાસ કરીને 6 રાશિના જાતકોને નોકરી, વ્યવસાય, આર્થિક સ્થિતિ અને કારકિર્દીમાં સકારાત્મક પરિણામો મળી શકે છે.

1. વૃષભ રાશિ: નોકરીમાં નવી જવાબદારી મળી શકે

વૃષભ રાશિના જાતકો માટે બુધની સીધી ચાલ લાભદાયી સાબિત થઈ શકે છે. બુધ તમારી રાશિથી છઠ્ઠા ભાવમાં ગોચર કરશે. આ સમય દરમિયાન નોકરી કરતા લોકોને પોતાની પ્રતિભા સાબિત કરવાની તક મળી શકે છે. કાર્યસ્થળ પર નવી જવાબદારી મળવાની સાથે સ્પર્ધાત્મક ક્ષેત્રમાં પણ સફળતા મળી શકે છે. જૂના વિવાદોનો ઉકેલ આવવાની શક્યતા છે. આર્થિક બાબતોમાં સુધારો થઈ શકે છે અને જૂના દેવામાંથી રાહત મળી શકે છે. જોકે, કોઈપણ નિર્ણય ઉતાવળમાં લેવાનું ટાળવું.

2. કર્ક રાશિ: મિલકત અને પારિવારિક સુખમાં વધારો

કર્ક રાશિના જાતકો માટે આ ગોચર ઘર અને પરિવાર સંબંધિત બાબતોમાં સારા સમાચાર લાવી શકે છે. બુધ ચોથા ભાવમાં સીધો રહેશે. ઘર, જમીન કે વાહન ખરીદવાનું સપનું પૂરું કરવાની દિશામાં પ્રયાસો સફળ થઈ શકે છે. પરિવારના સભ્યો સાથે ચાલી રહેલી ગેરસમજ દૂર થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય અનુકૂળ રહી શકે છે. પરિવારથી દૂર રહેતા લોકોને સારા સમાચાર મળી શકે છે.

3. સિંહ રાશિ: આત્મવિશ્વાસ વધશે, નવી તકો મળશે

સિંહ રાશિના જાતકો માટે બુધની સીધી ચાલ હિંમત અને આત્મવિશ્વાસમાં વધારો કરી શકે છે. ત્રીજા ભાવમાં બુધનું ગોચર થવાથી નોકરી કરતા લોકોને નવા પ્રોજેક્ટ અને જવાબદારીઓ મળી શકે છે. વેપારીઓને વેચાણ અને માર્કેટિંગમાં લાભ થવાની શક્યતા છે. તમારી વાતચીતની કુશળતા નવા લોકો સાથે સંપર્ક વધારવામાં મદદરૂપ થઈ શકે છે. ટૂંકી મુસાફરી પણ લાભદાયી બની શકે છે.

4. કન્યા રાશિ: આવક અને બચતમાં સુધારાના યોગ

કન્યા રાશિના જાતકો માટે આ ગોચર આર્થિક દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ બની શકે છે. બુધ તમારી રાશિનો સ્વામી હોવાથી તેની સીધી ચાલની વિશેષ અસર જોવા મળી શકે છે. બીજા ભાવમાં ગોચર થવાથી આવક, બચત અને પારિવારિક બાબતોમાં સુધારો થઈ શકે છે. નોકરી કરતા લોકોને પગાર વધારો અથવા પ્રમોશન અંગે સારા સમાચાર મળી શકે છે. વેપારીઓને નવા ગ્રાહકો અને વ્યવસાયિક કરારો મળવાની શક્યતા છે.

5. ધન રાશિ: આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે

ધન રાશિના જાતકો માટે બુધનું ગોચર અગિયારમા ભાવમાં થશે. આ ભાવ આવક, નફો અને ઇચ્છાપૂર્તિ સાથે સંબંધિત માનવામાં આવે છે. આ સમય દરમિયાન આવકના નવા સ્ત્રોત મળી શકે છે. નોકરી કરતા લોકોને વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળી શકે છે. વેપારીઓને નવા ગ્રાહકો અને નફાકારક સોદા મળવાની શક્યતા છે. લાંબા સમયથી અટકેલા પ્રોજેક્ટ્સ પણ ફરી શરૂ થઈ શકે છે.

6. મકર રાશિ: કારકિર્દીમાં પ્રગતિ અને પ્રમોશનના યોગ

મકર રાશિના જાતકો માટે બુધની સીધી ચાલ કારકિર્દીની દૃષ્ટિએ ખાસ ફાયદાકારક રહી શકે છે. બુધ દસમા ભાવમાં ગોચર કરશે, જે કર્મ અને વ્યવસાયનું સ્થાન માનવામાં આવે છે. નોકરી કરતા લોકોને નવી જવાબદારી, પ્રમોશન અથવા ઇન્ટરવ્યૂમાં સફળતા મળી શકે છે. વેપારીઓને નવા કરાર અને વ્યવસાયના વિસ્તરણની તક મળી શકે છે. ઉપરી અધિકારીઓ સાથે સંબંધો સુધરવાથી કાર્યક્ષેત્રમાં પ્રગતિના રસ્તા ખુલી શકે છે.

 નોંધ: ઉપરોક્ત માહિતી જ્યોતિષશાસ્ત્રની માન્યતાઓ અને ગ્રહોની સ્થિતિ પર આધારિત છે. આ પરિણામો સંભવિત જ્યોતિષીય અસરો દર્શાવે છે, તેની કોઈ વૈજ્ઞાનિક ખાતરી નથી. વ્યક્તિગત કુંડળી પ્રમાણે પરિણામોમાં ફેરફાર થઈ શકે છે.

આ પણ વાંચો- કાનુની સવાલ : ભારતમાં લગ્ન કર્યા તો વિદેશમાં છૂટાછેડા નહીં લઈ શકો, સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય

Follow Us
g clip-path="url(#clip0_868_265)">