International Women’s Day 2022: ભારતના આ 5 મંદિરોમાં પુરૂષો નથી કરી શકતા પ્રવેશ, માત્ર મહિલાઓ જ કરે છે પૂજા

|

Mar 05, 2022 | 2:29 PM

International Women's Day 2022: આપણા દેશમાં એવા ઘણા મંદિરો અથવા ધાર્મિક સ્થળો છે. જ્યાં મહિલાઓને (Women) જવાની મંજૂરી નથી, પરંતુ શું તમે જાણો છો કે દેશમાં એવા ઘણા મંદિરો છે, જ્યાં પુરુષોના (Men) પ્રવેશ પર પ્રતિબંધ છે. ઘણા મંદિરો એવા છે જ્યાં પુરુષો ચોક્કસ સમયે પૂજા કરી શકતા નથી.

International Womens Day 2022: ભારતના આ 5 મંદિરોમાં પુરૂષો નથી કરી શકતા પ્રવેશ, માત્ર મહિલાઓ જ કરે છે પૂજા
men do not enter in these 5 temples of india only women worship

Follow us on

International Women’s Day 2022: ભારતમાં હજારો મંદિરો (Temples) છે. ભક્તો મંદિરોમાં જઈને મનથી ભગવાનની પૂજા કરે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરવા ભગવાનને પ્રસન્ન કરવામાં લાગેલા હોય છે. આ મંદિરો સાથે ઘણી ધાર્મિક માન્યતાઓ પણ જોડાયેલી છે. આપણા દેશમાં ઘણા એવા મંદિરો અથવા ધાર્મિક સ્થળો છે, જ્યાં મહિલાઓને જવાની પરવાનગી નથી, પરંતુ શું તમે જાણો છો કે દેશમાં એવા ઘણા મંદિરો છે જ્યાં પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ છે.

ઘણા મંદિરો એવા છે જ્યાં પુરુષો ચોક્કસ સમયે પૂજા કરી શકતા નથી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર આવો અમે તમને આવા જ કેટલાક મંદિરો વિશે જણાવીએ.

બ્રહ્મા મંદિર, રાજસ્થાન

બ્રહ્મા મંદિર પુષ્કર, રાજસ્થાનમાં આવેલું છે. ભગવાન બ્રહ્માનું આ મંદિર તમને સમગ્ર ભારતમાં માત્ર અહીં જ જોવા મળશે. આ મંદિર 14મી સદીમાં બનાવવામાં આવ્યું હતું, જ્યાં પરણિત પુરુષોને બિલકુલ મનાઈ છે. એવું માનવામાં આવે છે કે દેવી સરસ્વતીના શ્રાપને કારણે કોઈ પણ પરિણીત પુરુષ અહીં જઈ શકતા નથી. તેથી જ પુરુષો આંગણામાંથી જ હાથ જોડે છે અને પરિણીત સ્ત્રીઓ અંદર જઈને પૂજા કરે છે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

ભગવતી દેવી મંદિર, કન્યાકુમારી

કન્યાકુમારીના ભગવતી દેવી મંદિરમાં દેવી ભગવતીની પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે ભગવાન શિવને પતિના રૂપમાં મેળવવા માટે માતા એક વખત અહીં તપસ્યા કરવા આવી હતી. ભગવતી માતાને સંન્યાસ દેવી પણ કહેવામાં આવે છે. તેથી સંન્યાસી પુરુષો આ દ્વાર સુધી જ માતાના દર્શન કરી શકે છે. બીજી તરફ પરિણીત પુરુષોને આ મંદિરમાં જવાની પરવાનગી નથી. અહીં માત્ર મહિલાઓ જ પૂજા કરી શકે છે.

કામાખ્યા મંદિર, ગુવાહાટી

કામાખ્યા મંદિર આસામના ગુવાહાટીમાં આવેલું છે. કામાખ્યા મંદિર નીલાંચલ પર્વત પર બનેલું છે. માતાની તમામ શક્તિપીઠોમાં કામાખ્યા શક્તિપીઠનું સ્થાન ટોચ પર છે. માતાના માસિક ધર્મના દિવસોમાં અહીં તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસોમાં મંદિરમાં પુરુષોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ દરમિયાન અહીંના પૂજારી પણ એક મહિલા છે.

ચક્કુલથુકાવુ મંદિર, કેરળ

કેરળમાં સ્થિત ચક્કુલથુકાવુ મંદિરમાં મા દુર્ગાની પૂજા કરવામાં આવે છે. દર વર્ષે પોંગલના દિવસે આ મંદિરમાં મહિલાઓની પૂજા કરવામાં આવે છે. તે 10 દિવસ સુધી ચાલે છે. આ મંદિરમાં પુરૂષોનો પ્રવેશ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. કન્યા પૂજાના છેલ્લા દિવસે પુરુષો મહિલાઓના પગ ધોવે છે.

સંતોષી માતા મંદિર, જોધપુર

જોધપુરના સંતોષી માતા મંદિરમાં શુક્રવારે પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ છે. બાકીના દિવસોમાં પુરૂષો મંદિરે જતા હોય તો મંદિરના દરવાજે ઉભા રહીને જ માતાના દર્શન કરી શકે છે, પરંતુ પૂજા કરી શકતા નથી. શુક્રવાર મા સંતોષીનો દિવસ છે અને મહિલાઓ આ ખાસ દિવસે વ્રત રાખે છે. આ દિવસે પુરુષો અહીં આવી શકતા નથી.

આ પણ વાંચો: Temple Vastu Tips: ઘરના મંદિરમાં આ વસ્તુઓ રાખવી શુભ મનાય છે, લક્ષ્મીજીની રહેશે કૃપા

આ પણ વાંચો: Knowledge: ભારતના કેટલાક વિચિત્ર પ્રકારના બજારો પણ આવેલા છે, જાણો તેના વિશે

Next Article