Mahashivratri 2026 : મહાશિવરાત્રીની પૂજામાં શું ચઢાવવું અને શું નહી? તમે આ ભૂલ ન કરતા

Mahashivratri 2026 Puja Vidhi : શિવ ભક્તો માટે મહાશિવરાત્રીનો પર્વ ખુબ જ શ્રદ્ધા અને ઉલ્લાસની સાથે મનાવવામાં આવે છે. એવી માન્યતા છે કે, આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. ભક્તો ભોલેનાથને પ્રસન્ન કરવા માટે ઉપવાસ પણ રાખે છે તેમજ પુજા-અર્ચના પણ કરે છે. તો આજે તેની વિશેષ પુજામાં શું ધ્યાન રાખવું તેના વિશે વાત કરીએ.

Mahashivratri 2026 : મહાશિવરાત્રીની પૂજામાં શું ચઢાવવું અને શું નહી? તમે આ ભૂલ ન કરતા
| Updated on: Feb 06, 2026 | 10:59 AM

ભગવાન શિવની આરાધના માટે મહાશિવરાત્રીનો પર્વ ખુબ જ ખાસ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ આ દિવસે ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા. આ દિવસે ભક્તો ઉપવાસ રાખી શિવલિંગનો અભિષેક કરી પુજા કરે છે. એવું કહેવામાં આવે છે કે, સાચ્ચા દિલ અને મનથી કરેલી શિવની પુજાથી જીવનની તમામ પરેશાનીઓ દુર થઈ જાય છે તેમજ મનોકામનાઓ પણ પુરી થઈ જાય છે. પંચાંગ અનુસાર વર્ષ 2026માં મહાશિવરાત્રીનું વ્રત 15 ફેબ્રુઆરીના રોજ છે. તો ચાલો આપણે જાણીએ કે, આ દિવસે ભગવાનને શું ચઢાવવું શુભ માનવામાં આવે છે. તેમજ કઈ વસ્તુ અર્પિત ન કરવી જોઈએ. ચાલો જાણીએ.

મહાદેવને શું અર્પિત કરવું?

  • શિવજીને સાદગી ખુબ પ્રિય છે. જો તમે પુરી શ્રદ્ધાથી આ વસ્તુ અર્પિત કરો છો. તો તમારી મનોકામના પુરી થઈ શકે છે.
  • બીલીપત્ર મહાદેવને બીલીપત્ર ખુબ જ પ્રિય છે. ધ્યાન રાખો કે, બીલીપત્ર તુટેલું ન હોય તેમજ ત્રણ પત્તા સાથે જોડાયેલું હોવું જોઈએ.
  • ધતુરો અને ભાંગ આ વસ્તુ શિવજીને નકારાત્મકતાથી દુર કરવાની પ્રતિકના રુપમાં ચઢાવવામાં આવે છે.
  • કાચું દુધ અને ગંગાજળ શિવલિંગનો અભિષેક કરવા માટે શુદ્ધ કાચું દુધ અને ગંગાજળ સૌથી બેસ્ટ માનવામાં આવે છે.
  • ચંદન શિવજીને સફેદ ચંદનનું તિલક લગાવો. આનાથી મનની શાંતિ મળે છે.
  • અક્ષત (ચોખા): પૂજા માટે આખા ચોખાનો ઉપયોગ કરો. ક્યારેય તૂટેલા ચોખા (ખંડિત) ન ચઢાવો.

ભૂલથી પણ આ વસ્તુઓ ન ચઢાવો!

  • કેતકીના ફૂલ પૌરાણિક કથા અનુસાર ભગવાન શિવને કેતકીના ફુલ ચઢાવવા ન જોઈએ.
  • તુલસીના પાન: ભગવાન શિવે જલંધર રાક્ષસનો વધ કર્યો હતો, જેની પત્ની વૃંદા (તુલસી) હતી. તેથી, શિવ પૂજામાં તુલસી ચઢાવવામાં આવતા નથી.
  • સિંદૂર અથવા કુમકુમ: મહાદેવ એક તપસ્વી છે, અને સિંદૂર એ સૌભાગ્યનું પ્રતીક છે, જે પરિણીત સ્ત્રીઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે લગાવે છે.
  • શંખનું પાણી: ભગવાન શિવે શંખચૂડ નામના અસુરનો વધ કર્યો હતો, તેથી તેમની પૂજામાં શંખનો ઉપયોગ નિષિદ્ધ માનવામાં આવે છે.

પુજા દરમિયાન આ ભૂલ ન કરતા

ક્યારે પણ ખંડિત શિવલિગની પુજા ન કરો. નર્મદેશ્વર શિવલિંગને અપવાદ માનવામાં આવે છે. જળ ચઢાવવા માટે તાંબાનું પાત્ર શ્રેષ્ઠ છે.પરંતુ તાંબાના વાસણમાં દુધ નાંખી અભિષેક કરવો નહી. દુધ માટે ચાંદી કે સ્ટીલના વાસણનો ઉપયોગ કરવો. શિવલિંગની ક્યારે પણ પરિક્રમા કરવી જોઈએ નહી. હંમેશા અડધી પરિક્રમા કરો અને જ્યાંથી પાણી નીકળે છે (જલધારી) તે જગ્યાને ક્યારેય પાર ન કરો.

હિંદુ ધર્મમાં, મહાશિવરાત્રીનું ખુબ મહત્વ છે, મહા શિવરાત્રી મહા મહિનાની સુદ પક્ષની ચતુર્દશીના દિવસે ઉજવવામાં આવે છે, અહી ક્લિક કરો