
2023મા તુલા રાશિના જાતકો માટે નવુ વર્ષ શુભ રહેશે. તુલા રાશિના જાતકોના પાંચમા ભાવમા શનિ દેવ પ્રવેશ કરવાથી તુલા રાશિમા શનિ ઢૈય્યાથી (અઢી વર્ષનો સમયગાળો) મુક્તી મળશે. શનિ ઢૈય્યાથી મુક્તિ મળવાથી તુલા રાશિના જાતકોને રાહત મળશે. ત્યાં દેવ ગુરુ બૃહસ્પતિ તુલા રાશિના છઠ્ઠા ઘરમા હોવાથી કેટલીક સમસ્યાનો સામનો કરવો પડશે. 22 એપ્રિલના રોજ ગુરુનુ રાશિ પરિવર્તન થવાથી આ સમયગાળો તમારા માટે સારો રહેશે. આ ગ્રહો ઉપરાંત રાહુ- કેતુના રાશિ પરિવર્તનથી તુલા રાશિના જાતકોના જીવનમા ઘણા બદલાવ આવી શકે છે. આ ગ્રહોના રાશિ પરિવર્તનથી તમારા શત્રુઓ નાશ પામશે અને વિદેશથી ધન લાભ થવાની શક્યતા છે.
તુલા રાશિના જાતકો માટે 2023નુ વર્ષ લાભકારક સાબિત થશે. આ વર્ષે તમારી રાશિ પરથી શનિની ઢૈય્યા પૂર્ણ થવાથી આ રાશિને ઘણી રાહત રહેશે. તુલા રાશિના જાતકોને 2022ની સાપેક્ષે 2023 તેમના કાર્યોમા વધારે સફળતા પ્રાપ્ત થશે. નોકરી કરનાર લોકોને નવા વર્ષમા નોકરીમા સારી તકો મળશે. નવા વર્ષમા તમારી રાશિ પર ગુરુનો પ્રભાવ પડવાથી તમારા કાર્યમા આવનારી રુકાવટને ગુરુદેવ દૂર કરશે. અપ્રિલ મહિનામા ગુરુ મીન રાશિમાથી મેષ રાશિમા પરિવર્તન થશે ત્યારે તે કરિયરમા પ્રગતિ થશે. જે લોકો નોકરી માટે પ્રયાસ કરી રહ્યા છે તે લોકોને નવી નોકરી પ્રાપ્ત થશે તુલા રાશિના જે જાતકો વ્યવસાય કરે છે તે લોકોને પાછલા વર્ષ કરતા 2023મા વધારે લાભ પ્રાપ્ત થશે.
2023ના વર્ષેમા તુલા રાશિના જાતકોની આવકમાં વધારો જોવા મળશે. નાણાકીય સ્થિતિ આખા વર્ષ દરમિયાન સારી રહેશે અને તમને વધારાની આવક પ્રાપ્ત થઈ શકે છે. પ્રોપર્ટીનો વ્યવસાય કરનાર લોકોને આ વ્યવસાયમા સારી કમાણી કરવાની તક મળશે. પરંતુ જે લોકો ભાગીદારીમાં કોઈ ધંધો કરવાનું વિચારી રહ્યા છો તો આ વર્ષે તમને આર્થિક નુકસાન થઈ શકે છે જેથી તમારે આ વર્ષે ભાગીદારીમાં વ્યવસાય કરવાનુ ટાળવુ. વર્ષના અંતમાં તમારી આવકમાં સારો વધારો થઈ શકશે.
આ વર્ષે શનિની ઢૈય્યા તમારા પર સમાપ્ત થઈ રહી છે, જે તમારા પારિવારિક જીવન માટે શુભ સંકેત છે. જો તમારા પરિવારમાં કલહના કારણે માનસિક પરેશાનીઓમાંથી મુક્તિ મળી શકે છે. તમને આ સમયગાળામા સંતાન તરફથી તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. તમારા સંતાનના અભ્યાસમાં સારા પરિણામ મળેવી શકે છે. તમારા પ્રેમ સંબંધ અને જીવનસાથી સાથે સારા સંબંધ રહેશે. વર્ષના અંતમાં કેટલાક મતભેદોનો સામનો કરવો પડશે.
તુલા રાશિના લોકોનું સ્વાસ્થ્ય સારું રહેશે. આ વર્ષ દરમિયાન કોઈ ખાસ પ્રકારની સમસ્યા નહીં આવે. કેટલીક બીમારીઓ જે તમને પરેશાન કરતી હતી તેનાથી તમેને છુટકારો મેળી શકે છે. ગુરુના રાશિ પરિવર્તનથી તમારા સ્વાસ્થ્ય પર સારી અસર પડશે. આખા વર્ષ દરમિયાન સારા સ્વાસ્થ્ય માટે તમારે નિયમિત કસરત અને યોગ કરવા જોઈએ.
તુલા રાશિના વિદ્યાર્થીઓ માટે શનિ અને ગુરૂનું ગોચર વરદાન સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આ વર્ષ ઘણું સારું રહેશે. પરીક્ષામાં તમને ઈચ્છિત પરિણામ મળશે. જે લોકો વિદેશમાં ઉચ્ચ શિક્ષણ લેવાનું વિચારી રહ્યા છે, તેમની ઈચ્છા આ વર્ષના અંતમાં પૂર્ણ થઈ શકે છે.
નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.