
ધાર્મિક ગ્રંથો અનુસાર કળિયુગમાં માનવજીવનમાં અનેક મુશ્કેલીઓનું આગમન થયું છે. આજકાલ લોકો સ્વાસ્થ્ય, આર્થિક સ્થિરતા અને પરિવારના સુખ જેવા વિષયોમાં વિઘ્નોનો સામનો કરે છે. તેમ છતાં પૂજા, દાન અને ધાર્મિક કૃત્યો કરવા છતાં દરેકને તત્કાલ લાભ મળતો નથી. આ સ્થિતિમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા દર્શાવેલા એક વિશિષ્ટ મંત્રનું મહત્વ અનન્ય છે.
શ્રી કૃષ્ણ મંત્ર: “ओं कृष्णाय वासुदेवाय हरये परमात्मने। प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः।”
મંત્રનો અર્થ: આ મંત્રનો ભાવ છે: “હે શ્રી કૃષ્ણ, હે વાસુદેવ, હે પરમાત્મા, હું તમારું વંદન કરું છું. તમે તમામ દુઃખોનો નાશ કરનાર છો, હું ગોવિંદને પ્રણામ કરું છું.”
શ્રી કૃષ્ણના આશીર્વાદ માટે આ મંત્ર એક શ્રેષ્ઠ ઉપાય છે. જે કોઈ પણ જીવનની મુશ્કેલીઓમાંથી છુટકારો ઈચ્છે છે, તેમણે આ મંત્રનો ભક્તિભાવથી જાપ કરવો જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ પર શ્રદ્ધા સાથે આ મંત્રનો જાપ કરવાથી જીવનમાં શાંતિ અને સુખનો અનુભવ થશે.
નોંધ : અહીં આપવામાં આવેલી માહીતી ધાર્મિક માન્યતાઓના આધારે ફક્ત આપની જાણકારી માટે છે.