Shri Ramcharitmanas : તમામ મનોકામના પૂર્ણ કરશે રામ ચરિત માનસની આ ચોપાઈ, તેનો પાઠ કરવાથી મળશે અનેક લાભ

|

Aug 25, 2021 | 1:10 PM

ભગવાન શ્રી રામના જીવન ચરિત્રનો મહિમા શ્રી રામ ચરિત માનસમાં છે. આ પવિત્ર ગ્રંથમાં એવા ઘણા મહાન મંત્રો અને ચમત્કારિક ચોપાઇઓ છે, જેમના પાઠથી વ્યક્તિના તમામ દુ:ખ દૂર થાય છે અને તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

Shri Ramcharitmanas : તમામ મનોકામના પૂર્ણ કરશે રામ ચરિત માનસની આ ચોપાઈ, તેનો પાઠ કરવાથી મળશે અનેક લાભ
શ્રી રામ ચરિત માનસ

Follow us on

સનાતન પરંપરામાં ભગવાન શ્રી રામની (Lord Shri Ram) ભક્તિ તમામ દુ:ખ દૂર કરે છે. ભગવાન શ્રી રામની સ્તુતિ કરવાથી માત્ર મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના આશીર્વાદ જ નહીં, પણ તેમના સેવક શ્રી હનુમાનજીના (Hanumanji) આશીર્વાદ પણ મળે છે. ભગવાન શ્રી રામના જીવન ચરિત્રનો મહિમા શ્રી રામ ચરિત માનસમાં છે. આ પવિત્ર ગ્રંથમાં એવા ઘણા મહાન મંત્રો અને ચમત્કારિક ચોપાઇઓ છે, જેમના પાઠથી વ્યક્તિના તમામ દુ:ખ દૂર થાય છે અને તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

1. લક્ષ્મીની પ્રાપ્તિ માટે

જો તમારે લક્ષ્મી માતાની કૃપા મેળવવી હોય, તો સ્નાન અને પૂજા-પાઠ બાદ દરરોજ સવારે સંપૂર્ણ શ્રદ્ધા સાથે શ્રી રામ ચરિત માનસની આ ચોપાઈનો પાઠ કરવો જોઈએ.

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

जिमि सरिता सागर महुं जाहीं। जद्यपि ताहि कामना नाहीं।।
तिमि सुख-संपत्ति बिनहीं बुलाएं। धरमशील यहि जाहिं सुभाएं।।

2. સંપત્તિ પ્રાપ્તિ માટે

જો તમે તમારી સંપત્તિ મેળવવામાં અનેક પ્રકારના અવરોધોનો સામનો કરી રહ્યા છો, તો તમારે તેમને દૂર કરવા માટે દરરોજ રામ ચરિત માનસની આ ચોપાઈનો પાઠ કરવો જોઈએ.

जे सकाम नर सुनहिं जे गावहिं। सुख संपत्ति नाना विधि पावहिं।।
सुर दुर्लभ सुख करि जग माहीं। अंतकाल रघुपति पुर पाहीं।।

3. કોર્ટમાં કેસ જીતવા માટે

જો તમે કોઈ પણ કોર્ટ કેસમાં વિજય મેળવવા માંગો છો, તો તમારે દૈનિક પૂજામાં શ્રી રામ ચરિત માનસની આ ચોપાઈનો પાઠ કરવો જોઈએ.

पवन तनय बल पवन समाना। जनकसुता रघुवीर विबाहु।।

4. વિદ્યા પ્રાપ્તિ માટે

જો તમે તમારા સંતાનના અભ્યાસ માટે ચિંતિત છો, તો પૂજા દરમિયાન દરરોજ રામ ચરિત માનસની આ ચોપાઈનો પાઠ કરવો જોઈએ.

गुरु गृह गए पढ़न रघुराई। अल्पकाल सब विद्या पाई।।

5. દરિદ્રતા દૂર કરવા માટે

જો તમે તમામ પ્રકારના પ્રયત્નો કરવા છતાં તમારા ઘરની ગરીબી દૂર કરી શકતા નથી, તો ભગવાન રામની કૃપાથી ગરીબી દૂર કરવા માટે આ ચોપાઈનો પાઠ કરો.

अतिथि पूज्य प्रियतम पुरारि के। कामद धन दारिद दवारि के।।

6. નોકરી-ધંધા-વ્યવસાય માટે

જો તમે લાંબા સમયથી બેરોજગાર ચાલી રહ્યા છો અને તમારા બધા પ્રયત્નો પછી પણ તમને કોઈ રોજગાર નથી મળી રહ્યો, તો તમારે દરરોજ શ્રી રામ ચરિત માનસની આ ચોપાઈનો જાપ કરવો જોઈએ.

बिस्व भरन पोषन कर जोई। ताकर नाम भरत अस होई।।

 

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Garuda Purana : આત્મહત્યા કરનારાઓનું મૃત્યું બાદ શું થાય છે ? જાણો શું કહે છે ગરુડ પુરાણ

આ પણ વાંચો : શાસ્ત્રોમાં કઈ જગ્યાએ રહેવું તેના પણ નિયમો કહ્યા છે, જાણો કયા સ્થળોએ એક ક્ષણ માટે પણ ન રહેવું

Next Article