Jaya Ekadashi 2022: જયા એકાદશી વ્રતનું શું મહત્વ છે? તેમજ જાણો પૂજાનો સમય

|

Feb 09, 2022 | 6:45 PM

2022માં મહા શુક્લ એકાદશી 11મી ફેબ્રુઆરીના રોજ બપોરે 01:52 વાગ્યાથી શરૂ થઈ રહી છે. જે 12મી ફેબ્રુઆરીના રોજ સાંજે 04:27 વાગ્યા સુધી ચાલશે. જયા એકાદશીનું વ્રત 12 ફેબ્રુઆરીએ કરવામાં આવશે

Jaya Ekadashi 2022: જયા એકાદશી વ્રતનું શું મહત્વ છે? તેમજ જાણો પૂજાનો સમય
Jaya Ekadashi( lord Vishnu Image- Social media)

Follow us on

હિન્દુ ધર્મમાં દરેક વ્રતનું વિશેષ મહત્વ છે. એકાદશી વ્રત (Ekadashi fast) આ યાદીમાં સામેલ છે. હિન્દુ કેલેન્ડર મુજબ મહા મહિનાના (Magh Month) શુક્લ પક્ષની એકાદશી તિથિએ ભક્તો દ્વારા જયા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. આ વર્ષે 2022માં જયા એકાદશી વ્રત શનિવારના દિવસે છે. જયા એકાદશીનું વ્રત કરવાથી કષ્ટોનો નાશ થાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા નિયમાનુસાર કરવામાં આવે છે અને ભગવાન વિષ્ણુની કૃપાથી વ્રત કરનારને મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે. દુઃખોમાંથી મુક્તિ મળે છે. અજાણતાં પાપોમાંથી મુક્તિ મળે છે. તો ચાલો જાણીએ જયા એકાદશીના મુહૂર્ત (Muhurat) અને પારણા સમય વિશે.

જાણો જયા એકાદશી 2022ની પૂજાનો સમય

આ વર્ષે 2022માં મહા શુક્લ એકાદશી 11મી ફેબ્રુઆરીના રોજ બપોરે 01:52 વાગ્યાથી શરૂ થઈ રહી છે. જે 12મી ફેબ્રુઆરીના રોજ સાંજે 04:27 વાગ્યા સુધી ચાલશે. જયા એકાદશીનું વ્રત 12 ફેબ્રુઆરીએ કરવામાં આવશે. આ દિવસનો શુભ સમય બપોરે 12:13થી 12:58 સુધીનો છે.

એકાદશીના દિવસે સવારે સ્નાન વગેરે કર્યા પછી વ્રત લો અને વિષ્ણુની પૂજા કરો અને પૂજા વિધિપૂર્વક કરો. ભગવાન વિષ્ણુની પૂજામાં પંચામૃત અને તુલસીના પાનનો ઉપયોગ કરવો જોઈએ. જો કે વ્રતના એક દિવસ પહેલા તુલસીના પાન તોડીને રાખો. હકીકતમાં એવું માનવામાં આવે છે કે એકાદશી પર તુલસીના પાન તોડવાથી દોષ થાય છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

ઉપવાસનો સમય જાણો

જયા એકાદશી વ્રતના પારણાનો સમય 13 ફેબ્રુઆરીના રોજ સવારે 07:01થી 09:15 સુધીનો રહેશે. આ ખાસ સમય દરમિયાન જ ઉપવાસ તોડવો જોઈએ. આ દિવસે દ્વાદશીની તિથિ સાંજના 06:42 સુધી છે. એકાદશીની સમાપ્તિ પહેલા આ વ્રતનું પાલન કરવું જરૂરી છે.

જાણો શું છે જયા એકાદશી વ્રતનું વિશેષ મહત્વ

એવું માનવામાં આવે છે કે, જ્યારે ઈન્દ્રલોકની અપ્સરાએ એક શ્રાપને કારણે પિશાચ યોનિમાં જન્મ લેવો પડ્યો હતો, ત્યારે તે અપ્સરાઓએ આ શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે જયા એકાદશીનું વ્રત કર્યું હતું. ભગવાન વિષ્ણુની કૃપાથી તે તમામ પિશાચ યોનિમાંથી મુક્ત થઈ ગઈ અને ફરીથી તેને ઈન્દ્રલોકમાં સ્થાન મળ્યું. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ પણ ધર્મરાજા યુધિષ્ઠિરને જયા એકાદશીના પુણ્ય વિશે જણાવ્યું હતું.

(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.)

આ પણ વાંચો: Dev Uthani Ekadashi 2021 : દેવઉઠી એકાદશીના દિવસે ભૂલથી પણ ન ખાઓ આ વસ્તુઓ, નહીં તો બની શકો છો પાપના ભાગીદાર

આ પણ વાંચો: Ekadashi 2022 List: જાણો વર્ષ 2022માં ક્યારે ક્યારે છે એકાદશી, આ રહ્યું સમગ્ર લિસ્ટ

Next Article