Janmashtami 2021 : જન્માષ્ટમીએ ભગવાન શ્રીકૃષ્ણનું એક ચિત્ર બદલશે આપની કિસ્મત ! મુરલીધરની મોરલી અને મોરપંખથી પ્રાપ્ત થશે મનોવાંચ્છિત ફળ

|

Aug 30, 2021 | 9:10 AM

ભગવાન શ્રીકૃષ્ણ સૌના મનોરથને પૂર્ણ કરે છે. જો જન્માષ્ટમીએ લગાવવામાં આવે શ્રીકૃષ્ણનું એક ચિત્ર તો દૂર થશે આપની દરેક સમસ્યા. બંસીધરની બંસરી અને મોરપંખ દુર કરશે ઘરનાં તમામ વાસ્તુદોષ.

Janmashtami 2021 : જન્માષ્ટમીએ ભગવાન શ્રીકૃષ્ણનું એક ચિત્ર બદલશે આપની કિસ્મત ! મુરલીધરની મોરલી અને મોરપંખથી પ્રાપ્ત થશે મનોવાંચ્છિત ફળ
કૃષ્ણનું એક ચિત્ર બદલશે આપની કિસ્મત

Follow us on

જન્માષ્ટમી (Janmashtami) એટલે તો પ્રભુ શ્રીકૃષ્ણની સેવા કરવાનો અવસર. ખુશીઓનો ખજાનો લઈને આવે છે જન્માષ્ટમી. કારણકે જન્માષ્ટમી એટલે તો સંસારને સમસ્ત મુસીબતથી ઉગારનાર, સૌના પાલનહાર શ્રીકૃષ્ણનો આ ધરતી પર પ્રાગટ્ય અવસર. પ્રભુ શ્રીકૃષ્ણતો સૌને પ્રેમ આપે છે. શ્રીકૃષ્ણ સૌને પોતાનાપણાનો અહેસાસ કરાવે છે. શ્રીકૃષ્ણ સૌના મનોરથને પૂર્ણ કરનારા છે.

આજે અમે આપને એવા સરળ અને લૌકિક ઉપાયો જણાવીશું કે જેનાથી આપના પર અને આપના પરિવાર પર શ્રીકૃષ્ણની કૃપા અવિરત વરસશે. ભગવાન શ્રી કૃષ્ણનું એક ચિત્ર આપની કિસ્મત બદલી દેશે. જો જન્માષ્ટમીએ કરવામાં આવે આ ઉપાય તો અચૂક પૂર્ણ થશે આપની ઈચ્છા.

જન્માષ્ટમીના દિવસે કરો આ ઉપાય :

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
  • ભગવાન શ્રીકૃષ્ણને જન્મ બાદ તુરંત જ યમુના નદી પાર કરીને ટોકરીમાં લઈ જતા પિતા વાસુદેવનું ચિત્ર તો આપે અનેક સ્થળોએ જોયું હશે. એવું કહેવાય છે કે જો આ ચિત્ર ઘરમાં લગાવવામાં આવે તો ઘરની દરેક સમસ્યા દૂર થઈ જાય છે.
  • જો ઘરના રસોડામાં માખણ આરોગતા કાનુડાનું ચિત્ર લગાવવામાં આવે તો ઘરના ધાન્યના ભંડાર હંમેશા ભરાયેલા રહે છે. આપ આ ચિત્ર જન્માષ્ટમીથી લગાવી શકો છો.
  • એવું કહેવાય છે કે ઘરના શયનકક્ષમાં ક્યારેય કોઈ દેવી દેવાતનું ચિત્ર ન હોવું જોઈએ. શયનકક્ષમાં ઘરનું મંદિર બિલકુલ ન હોવું જોઈએ. પણ કેટલાક લોકો માને છે કે જો શયનકક્ષમાં રાધા-કૃષ્ણનું ચિત્ર લગાવવામાં આવે તો પરસ્પર પ્રેમની વૃદ્ધિ થાય છે.
  • ભગવાન શ્રીકૃષ્ણને મોરપંખ અત્યંત પ્રિય છે. જો મોરના પીંછાને પર્સમાં રાખવામાં આવે તો ક્યરેય ધનની કમી નહીં સર્જાય. જન્માષ્ટમીની રાત્રિએ પ્રભુને અવશ્ય મોરપંખ અર્પણ કરવું. આવું કરવાથી ભગવાન તેના ભક્તો પર પોતાની કૃપા વરસાવે છે.
  • મુરલીધરની મુરલી આપના ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરી શકે છે. જો ઘરમાં વાંસળી રાખવામાં આવે તો ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તો વાંસળી ઘરના વાસ્તુદોષને પણ નિવારતી હોવાની માન્યતા છે. કેટલાક લોકો તો એવું પણ માને છે કે જો બીમાર વ્યક્તિ જન્માષ્ટમીની રાત્રિએ તેના માથા નીચે વાંસળી રાખીને સુવે તો પણ તેના સ્વાસ્થ્યમાં સુધારો આવતો હોવાની માન્યતા છે.
  • જાણકરો કહે છે ઘરમાં ક્યારેય મહાભારતનું ચિત્ર લગાવવું ન જોઈએ. આવું કરવાથી ઘરમાં અનેક પ્રશ્નોનું નિર્માણ થતું હોવાની માન્યતા છે.

આ પણ વાંચો : શુભ સંયોગ સાથે જન્માષ્ટમી ! ખુશીઓથી ભરશે ખાલી ઝોળી ! 

આ પણ વાંચો :આ જન્માષ્ટમીએ રંગથી રીઝવો ‘રંગ રસીયા’ને ! સઘળા મનોરથ થશે પૂર્ણ ! 

Next Article