Bhakti : જો આજે કરશો આ ઉપાય તો અચૂક પ્રસન્ન થશે શનિદેવ !

|

Dec 04, 2021 | 6:16 AM

જો આજના દિવસે કરવામાં આવે આ ઉપાય તો શનિદેવ પનોતી કે સાડાસાતીમાંથી મુક્તિ અપાવે છે. અને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. પીપળાના ઝાડના પૂજનથી પ્રાપ્ત થશે શનિદેવની પ્રસન્નતા !

Bhakti : જો આજે કરશો આ ઉપાય તો અચૂક પ્રસન્ન થશે શનિદેવ  !
શનિદેવ

Follow us on

શનિવાર એટલે તો શનિદેવની(shani dev) કૃપાને પ્રાપ્ત કરવાનો અવસર. પનોતી કે સાડાસાતીમાંથી મુક્તિ અપાવશે આજનો દિવસ. સામાન્ય રીતે લોકો શનિદેવથી ડરે છે. કહે છે કે જો શનિદેવ ક્રોધિત થયા તો વ્યક્તિ પર આફત આવી પડે છે. પણ આજે અમે તમને જણાવીશું કે શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાયો.

આપ જાણતા હશો કે પનોતી માંથી મુક્તિ મેળવવા કે શનિદેવની કૃપાને પ્રાપ્ત કરવા શનિદેવ અથવા અમાસનો દિવસ ઉત્તમ મનાય છે. અને એમાં પણ આ વખતે તો અમાસ અને શનિવારનો સંયોગ પણ છે. ત્યારે આવો જાણીએ આ અમાસે એટલેકે શનિ અમાવસ્યાએ કરવાના ખાસ લૌકિક ઉપાય.

1. પીપળાના ઝાડના પૂજનથી પ્રાપ્ત થશે શનિદેવની કૃપા. કહે છે કે શનિવાર કે અમાસના દિવસે શનિદેવના મંત્રના જાપ સાથે પરિક્રમા કરવી જોઈએ.  “ૐ શનૈશ્ચરાય નમ: “ આ મંત્રનો જાપ કરવો અને વૃક્ષ નીચે પશ્ચિમ દિશામાં એક તેલનો દિવો પ્રગટાવવો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

2. શનિવારે આવતી અમાસ પર આપ કાળી ગાયનું પૂજન કરી શકો છો. ગાયનું પૂજન કરી ગાયને 8 બુંદિના લાડુ અર્પણ કરી તેની પરિક્રમાનું વર્ણન છે.

3. આજના દિવસે આપ કોઇ કાળા શ્વાનને પણ ભોજન કરાવી શકો છો.

4. આજે દાનનું પણ મહત્વ છે. કહેવાય છે કે આજના દિવસે તલ અને સરસવના તેલનું દાન કરવાનું મહત્વ છે. જો શક્ય હોય તો આપ કપડાનું  પણ દાન કરી શકો છો.
5. કહે છે કે હનુમાનજીના ભક્તો પર શનિદેવ ક્યારેય કોપાયમાન નથી થતાં. એટલે શક્ય હોય તો આજે હનુમાનજીનું સ્મરણ કરવું જોઈએ.
6. આજે સુંદરકાંડના પાઠ અથવા હનુમાનચાલીસાના પાઠ કરવા જોઈએ.
7. જો ઉપર જણાવેલ કોઈપણ ઉપાય આપ ન કરી શકો તો એક વાત પર તો ચોક્કસ ખ્યાલ રાખવો. આજના દિવસે માતા પિતાનું અપમાન બિલકુલ ન કરવું. આજના દિવસે કોઈ પ્રાણીની પજવણી પણ કરવી નહીં.
8. શનિદેવને ન્યાયના દેવતા કહેવાય છે. એટલે ખાસ ખ્યાલ રાખવો કે આજે કોઈની સાથે અન્યાય ન કરવો. કોઈનું અપમાન પણ ન કરવું.
લૌકિક માન્યતા છે કે જો આજના દિવસે આ ઉપાય કરવામાં આવે તો શનિદેવ પનોતી કે સાડાસાતીમાંથી મુક્તિ અપાવે છે. અને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.
આ પણ વાંચોઃ જાણો ગ્રહણ દરમિયાન ખાવા-પીવામાં કેમ નાખવામાં આવે છે તુલસીના પાન !

આ પણ વાંચોઃ સૂર્યગ્રહણ દરમિયાન આ મંત્રોના જાપ કરવાથી રાહુ-કેતુની અશુભ દ્રષ્ટિની અસર થશે દૂર

Next Article