રંગોના તહેવાર હોળીને (Holi 2022) હવે ગણતરીના દિવસો જ બાકી છે. આ તહેવાર સમગ્ર દેશમાં ખૂબ જ ઉત્સાહ અને ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો રંગોથી રમે છે, નૃત્ય કરે છે અને ધાર્મિક વિધિઓ સાથે પૂજા કરે છે. આ તહેવાર (હોળી) અનિષ્ટ પર સારાની જીત તરીકે ઉજવવામાં આવે છે. હિંદુ માન્યતાઓ અનુસાર જો કોઈ વ્યક્તિ હોળીના દિવસે હનુમાનજીની (Lord Hanumanji) પૂજા કરે છે તો તેને દરેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. હિંદુ પરંપરા અનુસાર હોળીના દિવસે ભગવાન હનુમાનના આશીર્વાદ લેવાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાનની પૂજા કરવાથી વ્યક્તિ જીવનના દુઃખોમાંથી મુક્તિ મેળવે છે.
ફાલ્ગુન પૂર્ણિમાની તિથિ 17 માર્ચે બપોરે 1.29 વાગ્યાથી શરૂ થશે.
ફાલ્ગુન પૂર્ણિમાની તિથિ 18 માર્ચે બપોરે 12.47 કલાકે પૂર્ણ થશે.
1. હોલિકા દહનની રાત્રે સ્નાન કરો.
2. નજીકના હનુમાન મંદિરની મુલાકાત લો અને ભગવાનની પૂજા કરો.
3. પૂજા કરવા માટે લાલ કપડા પર બેસો.
4. હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ અર્પણ કરો.
5. ફૂલ, પ્રસાદ અર્પણ કરી અને દીવા પ્રગટાવો.
6. હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરો.
7. હનુમાનજીની આરતી કરો.
8. આલ્કોહોલ અને માંસનું સેવન ટાળો અને એક દિવસ માટે બ્રહ્મચર્યનું પાલન કરો.
9. પૂજા કરતી વખતે સફેદ કે કાળા કપડા ન પહેરવા.
હનુમાન મૂળ મંત્ર – ॐ हनुमते नमः॥
હનુમાન બીજ મંત્ર – ॐ ऐं भ्रीम हनुमते, श्री राम दूताय नम: ||
હનુમાન ગાયત્રી મંત્ર – ॐ आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि। तन्नो हनुमत् प्रचोदयात्॥
અંજનેય મંત્ર – ॐ श्री वज्रदेहाय रामभक्ताय वायुपुत्राय नमोस्तुते ।
मनोजवं मारुततुल्यवेगं मंत्र – मनोजवम् मारुततुल्यवेगम् जितेन्द्रियम् बुद्धिमताम् वरिष्ठम्। वातात्मजम् वानरयूथमुख्यम् श्रीरामदूतम् शरणम् प्रपद्ये॥
હનુમાન મંત્ર – ॐ नमो भगवते आंजनेयाय महाबलाय स्वाहा |
આ મંત્રોના જાપ કરવાથી જીવનની સમસ્યાઓ દૂર થાય છે. આ તમને હિંમત અને જ્ઞાન આપે છે. કરિયરમાં તમને સફળતા મળશે. રોગ, દુષ્ટ આત્માઓ અને અન્ય પ્રકારની સમસ્યાઓ દૂર કરવાની આ એક સારી રીત છે. હનુમાનજીને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે તમે આ મંત્રોનો જાપ કરી શકો છો.
નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Holi 2022 : હોળીના દિવસે કેમ પીવાય છે ભાંગ, જાણો શું છે તેનું ધાર્મિક મહત્વ
આ પણ વાંચો : Bhakti: જીવનના તમામ કષ્ટને હરી લેશે મારુતિનું મંગળવારનું વ્રત ! જાણો શુભ વ્રતનો મહિમા