Garuda Purana : આ 5 પ્રકારના લોકો તમારા જીવનમાં સમસ્યાઓ જ ઉભી કરશે, તેનાથી દૂર રહો

|

Aug 30, 2021 | 1:40 PM

ગરુડ પુરાણ માત્ર મૃત્યુ પછીના રહસ્યો જાહેર કરતું નથી, પણ માનવ જીવનને સુધારતી તમામ નીતિઓ વિશે વિગતવાર સમજાવે છે.

Garuda Purana : આ 5 પ્રકારના લોકો તમારા જીવનમાં સમસ્યાઓ જ ઉભી કરશે, તેનાથી દૂર રહો
Garuda Purana

Follow us on

ગરુડ પુરાણ (Garuda Purana) વિશે મોટાભાગના લોકો માને છે કે તે મૃત્યુ પછી આત્માની સ્થિતિનું વર્ણન કરે છે. એટલે જ મૃત્યુ પછી તેને વાંચવાની કે સાંભળવાની જોગવાઈ છે. હકીકતમાં આ અર્ધ-સત્ય છે કારણ કે ગરુડ પુરાણ માત્ર મૃત્યુ પછીના રહસ્યો જાહેર કરતું નથી, પણ માનવ જીવનને સુધારતી તમામ નીતિઓ વિશે વિગતવાર સમજાવે છે. ગરુડ પુરાણમાં જણાવેલા 5 પ્રકારના લોકો વિશે અહીં જાણો, જેમનાથી હંમેશા અંતર રાખવું જોઈએ.

1. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે એવા લોકો જે હંમેશા નકારાત્મક વાતો કરે છે, નકારાત્મક વિચારોથી ભરેલા હોય છે, તેઓ હંમેશા બીજાની સફળતાથી ચિડાય છે અને બીજા લોકોને આગળ વધતા અટકાવવાનો પ્રયાસ કરે છે. આ પ્રકારના લોકોથી હંમેશા દૂર રહેવું જોઈએ.

2. જેઓ સમયનું મૂલ્ય નથી સમજતા અને તેને વેડફે છે, તેઓ અન્ય લોકોને બિનજરૂરી બાબતોમાં ફસાયેલા રાખવા અને તેમનો સમય વેડફવા માંગે છે. આવા લોકોથી અંતર જરૂરી છે. આ લોકો તમારી પ્રગતિમાં મોટો અવરોધ બની જાય છે.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

3. જેઓ માને છે કે નસીબ જ બધું છે, હકીકતમાં તે લોકો કર્મ કરવાથી દૂર રહે છે અને બીજાને કાર્ય ન કરવા માટે પ્રેરિત કરે છે. આવા લોકો દરેક વખતે પોતાની નિષ્ફળતાને નસીબનો દોષ ગણે છે. ભાગ્ય પર આધાર રાખનારા આ લોકો તમને તમારા હેતુમાં સફળ થવા દેશે નહીં, તેથી તેમનાથી દૂર રહો.

4. કેટલાક લોકો એટલો બધો વધારે દેખાડો કરે છે કે જેનાથી બીજાને દુ:ખ થાય છે. હકીકતમાં આવા ડોળ કરતા લોકો ફક્ત પોતાનું જ વિચારે છે. તેમને બીજા લોકો સાથે કોઈ લેવાદેવા નથી. આ પ્રકારના લોકોની સંગત ન કરવી જોઈએ.

5. આળસુ લોકોથી પણ દૂર રહેવું તમારા માટે ફાયદાકારક છે. આવા લોકો આળસને કારણે સમય બગાડે છે અને બધા કાર્યો મુલતવી રાખે છે. આવા લોકો ક્યારેય કોઈ પણ કાર્યમાં સફળ થઈ શકતા નથી અને પોતાની નિષ્ફળતા માટે બહાના શોધતા રહે છે. આ પ્રકારના વ્યક્તિઓથી હંમેશા તેમનાથી દૂર રહેવું જોઈએ.

 

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Janmashtami 2021 : જન્માષ્ટમીએ ભગવાન શ્રીકૃષ્ણનું એક ચિત્ર બદલશે આપની કિસ્મત ! મુરલીધરની મોરલી અને મોરપંખથી પ્રાપ્ત થશે મનોવાંચ્છિત ફળ

આ પણ વાંચો : Janmashtami-2021 : સોમવાર અને જન્માષ્ટમીનો સંયોગ, જાણો હરિ અને હરની પરસ્પર ભક્તિની ગાથા

Next Article