Garuda Purana: સવાર સવારમાં કરો આ 5 કાર્ય, મળશે શુભ પરિણામ, જાણો ક્યાં છે આ કાર્યો ?

|

Aug 13, 2021 | 6:54 AM

આ પાંચ કર્યો કરવાથી શરીર અને મનની શુદ્ધિકરણ સાથે, તમને સકારાત્મક ઉર્જા મળે છે અને તમારો દિવસ શુભ રહે છે

Garuda Purana: સવાર સવારમાં કરો આ 5 કાર્ય, મળશે શુભ પરિણામ, જાણો ક્યાં છે આ કાર્યો ?
5 વસ્તુઓ વિશે જાણો જે દરેક વ્યક્તિએ સવારે કરવી જ જોઇએ

Follow us on

Garuda Purana: ગરુડ પુરાણ એક એવું મહાન પુરાણ છે જે જીવનના ઉત્થાન માટે માનવજાતને પ્રેરણા આપે છે. આ પુરાણમાં, ઘણી નીતિઓ વ્યક્તિના જીવનને દિનચર્યામાંથી સુધારવા માટે કહેવામાં આવી છે, જેને અપનાવીને વ્યક્તિ ન માત્ર પોતાનું જીવનને મંગલમય બનાવે છે, પણ મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત પણ કરે છે.

અહીં આવી 5 વસ્તુઓ વિશે જાણો જે દરેક વ્યક્તિએ સવારે કરવી જ જોઇએ. આ સાથે, શરીર અને મનની શુદ્ધિકરણ સાથે, તમને સકારાત્મક ઉર્જા મળે છે અને તમારો દિવસ શુભ રહે છે. તમારા બધા કામ સરળતાથી થઈ જાય છે. તો ચાલો જાણીએ 5 વસ્તુઓ વિશે.

સ્નાનં દાનમ્ હોમં સ્વાધ્યાયો દેવતાર્તનમ્
યસ્મિન્ દિને ન સેવ્યન્તે સ વૃથા દિવસો નૃણામ

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

1 સ્નાન
શાસ્ત્રોમાં મનની શુદ્ધતાની સાથે શરીરની શુદ્ધતા વિશે પણ કહેવામાં આવ્યું છે. શરીરની શુદ્ધતા માટે વ્યક્તિએ નિયમિત સ્નાન કરવું જોઈએ. જે વ્યક્તિ રોજ સવારે સ્નાન કરે છે તે દિવસભર મહેનતુ રહે છે. તે તમામ રોગોથી સુરક્ષિત છે અને તે દરેક કાર્યને ખંતપૂર્વક કરવા સક્ષમ છે, જેના કારણે તેને શુભ પરિણામ મળે છે.

2 દાન
દાનની વાત માત્ર ગરુડ પુરાણમાં જ નહીં પરંતુ અન્ય શાસ્ત્રોમાં પણ કહેવામાં આવી છે. વ્યક્તિએ તેના હાથથી દરરોજ કંઈક દાન કરવું જોઈએ.પછીઓ ભલે તે ખોરાક હોય કે ગમે તે. તેના કારણે પરિવારમાં ખુશીઓ રહે છે અને કોઈ પણ વસ્તુની કમી રહેતી નથી.

3 હવન અથવા દિપક
આમ, શાસ્ત્રોમાં હવનનું ખૂબ મહત્વ જણાવવામાં આવ્યું છે. હવન કરવાથી પર્યાવરણ શુદ્ધ થાય છે અને ઘરની નકારાત્મકતા દૂર થાય છે. પરંતુ જો તમે દરરોજ હવન ન કરી શકો તો ઓછામાં ઓછું રોજ એક દીવો પ્રગટાવો. એક દીવો મંદિરમાં અને એક તુલસી પાસે રાખો. આ દરેક કાર્યમાં સફળતા આપે છે. વાસ્તુ દોષ દૂર થાય છે.

4 જાપ
દિવસમાં થોડો સમય કાઢો અને ભગવાનનો જાપ કરો. ભલે તમે ગમે તે મંત્ર વાંચો, પણ ભગવાનનો જાપ કરવાનો નિયમ બનાવો. તેનાથી ઘરની સૌથી મોટી પરેશાનીઓ ટળી જાય છે અને શુભ પરિણામ પ્રાપ્ત થાય છે.

5 દેવ પૂજન
રોજ સ્નાન કર્યા પછી ભગવાનની પૂજા કરવી જોઈએ. આ સાથે, તમારા ઘરમાં અન્નના ભંડાર ભર્યા રહે છે. ભગવાનની કૃપા હંમેશા રહે છે અને બધી મુશ્કેલીઓ ટળી જાય છે.

અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓને આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જંરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને તૈયાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, મેષ 13 ઓગસ્ટ: મહેમાનોના આગમનથી ઘરનું વાતાવરણ રહેશે ખુશખુશાલ, લગ્નેતર સબંધોથી રહો દૂર

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, મિથુન 13 ઓગસ્ટ: પ્રોપર્ટીને લગતા કોઈપણ ગંભીર મુદ્દા પર થશે ચર્ચા, વિદ્યાર્થીઓને મળશે સારા સમાચાર

 

Next Article