Sanatan Sanskruti: ગરુડ પુરાણ એ માત્ર મૃત્યુનો ગ્રંથ નથી, જન્મથી લઈને મૃત્યુ સુધીના સંસ્કારોનું આપે છે માર્ગદર્શન

ગરુડ પુરાણને માત્ર મૃત્યુનો ગ્રંથ માનવો એટલે તેના વ્યાપક સ્વરૂપને સિમિત કરી દેવુ છે. મૃત્યુ અને ત્યારબાદની યાત્રાનું વર્ણન એ આ પુરાણનો મહત્વનો હિસ્સો તો છે જ સાથોસાથ તે હિંદુ ધર્મમાં મનુષ્યોન સૂચવેલા કર્મો અને તેના પ્રત્યે મનુષ્યોને જાગૃત પણ કરે છે.

Sanatan Sanskruti: ગરુડ પુરાણ એ માત્ર મૃત્યુનો ગ્રંથ નથી, જન્મથી લઈને મૃત્યુ સુધીના સંસ્કારોનું આપે છે માર્ગદર્શન
| Updated on: Nov 05, 2026 | 9:52 PM

ગરૂડ પુરાણનું ના પડતા જ લોકોના મનમાં માત્ર મૃત્યુ, કર્મોનું ફળ અને યમલોકના વિચાર આવે છે. કેટલાક એવા દૃશ્યો આંખોની સામે દૃશ્યમાન થવા લાગે છે જે મૃત્યુ પછી યમલોકમાં મૃતાત્માને ભોગવવા પડે છે. જ્યારે ગરુડ પુરાણ માત્ર અંતિમ સંસ્કાર નહીં પરંતુ એક જીવના જન્મથી લઈને મૃત્યુ સુધી કરવામાં આવેલા 16 સંસ્કારોનું વ્યાપક રૂપ છે.

ગરુડ પુરાણમાં મનુષ્યના જીવન, કર્મ, આચાર-વિચાર, પૂજા પદ્ધતિ, દાન, સંસ્કાર, જ્યોતિષ, ચિકિત્સા, નીતિ અને મોક્ષ સાથે જોડાયેલા અનેક વિષયોનું વર્ણન મળે છે. જેમા જીવનના વિવિધ પડાવો સાથે જોડાયેલા સંસ્કારોનું જ્ઞાન પણ મહત્વપૂર્ણ છે. જેને આજની પેઢી ધીમે ધીમે વિસરી રહી છે. મૃત્યુના સમયે વાંચવામાં આવતુ મૃત્યુ કલ્પ ગરુડ પુરાણનો માત્ર એક નાનકડો ભાગ છે. ગરૂડ પુરાણમાં 250 થી વધુ આધ્યાય છે. આથી 16 આધ્યાયવાળો પાઠ સમગ્ર ગરુડ પુરાણના 16 આધ્યાયનું સંસ્કરણ નથી. પરંતુ મૃત્યુ, પ્રેત, યમ માર્ગ અને અંતિમ સંસ્કાર સાથે સંબંધિત એક સંક્ષિપ્ત પાઠ છે.

ગર્ભથી લઈને મૃત્યુ પછીનું વર્ણન

વિશેષ રીતે આચાર ખંડમાં ગર્ભથી લઈને બાલ્થાવસ્થા અને જીવનના વિવિધ તબક્કાો સાથે સંકળાયયેલા સંસ્કારોનું વિશિષ્ટ વર્ણન છે. ગર્ભાધાન, પુંસવન (શિશુના કલ્યાણ માટેનો સંસ્કાર) અને સીમન્નતોનયન જેવા સંસ્કારોના માધ્યમથી ગર્ભધારણ અને ગર્ભાવસ્થાની પ્રક્રિયાને પણ ધાર્મિક અને સંસ્કારયુક્ત જીવનમાં સમાવિષ્ટ કરવામાં આવે છે. શિશુના જન્મ બાદ નામકરણ, બાળકને ઘરથી બહાર લઈ જવા સંબંધિત નિષ્ક્રમણ, અન્નગ્રહણ કરાવવા માટે અન્નપ્રાશન, વાળ સંબંધિત ચુડાકર્મ જેવા સંસ્કારોને ગણાવાયા છે. આ સંસ્કારોની પાછળ માત્ર ધાર્મિક કર્મકાંડ નથી, પરંતુ જીવનના એક તબક્કામાંથી બીજા તબક્કામાં પ્રવેશની એક સાંસ્કૃતિક ભાવના પણ જોડાયેલી છે.

આથી જ ગરૂડ પુરાણને માત્ર મૃત્યુનો ગ્રંથ માનવો એટલે તેના વ્યાપક સ્વરૂપને સીમિત કરી દેવા જેવુ છે. મૃત્યુ અને તેની બાદની યાત્રાનું વર્ણન તેનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે. પરંતુ તેનો ઉદ્દેશ્ય માત્ર ભય ઉત્પન્ન કરવાનો નથી. પરંતુ કર્મ અને તેના પરિણામ પ્રત્યે મનુષ્યને જાગૃત કરવાનો પણ છે. તેના સંદેશ વિશે વારંવાર એ ભાવ આવ છે કે મનુષ્યે તેના જીવન દરમિયાન ધર્મ, સદાચાર, દાન, સેવા અને પોતાના કર્તવ્યોનું પાલન કરવુ જોઈએ.

આજે બહુ ઓછા લોકો 16 સંસ્કારોના નામથી પરિચિત હશે. મનુષ્યનું જીવન જન્મથી મૃત્યુ સુધી સંસ્કારો અને કર્તવ્યોની એક યાત્રા છે. મૃત્યુ આ યાત્રાનો અંત છે. પરંતુ સંસ્કારો આ જીવનને દિશા આપવાનું માધ્યમ છે. આથી ગરૂડ પુરાણને માત્ર મૃત્યુ સમયે ડરાવનારા ગ્રંથ તરીકે વ્યાખ્યાયિત કરવો એ તેના મૂળ અને વ્યાપક રૂપને ભૂલી જવા બરાબર છે.

Sanatan Sanskruti: ગરુડ પુરાણ અનુસાર હિંદુ ધર્મના 16 સંસ્કાર ક્યાં છે?- વાંચો

Published On - 9:52 pm, Thu, 5 November 26

Follow Us
Loading...
Unable to load recommendations.