Rajkot : દૂંદાળા દેવને અર્પણ કરાયો ડોલરિયો હાર, વિસર્જન સમયે કરાશે ડોલરનું વિતરણ, જુઓ વીડિયો

|

Aug 31, 2022 | 1:01 PM

મહેલની  પ્રતિકૃતિ સમાન પંડાલ અહીં આકર્ષણનું  કેન્દ્ર બન્યો છે.  વિદેશમાં રહેતા ભકતે અહીં ગણેશજીને 100  ડોલરનો હાર અર્પણ કર્યો છે . આ હારને દસ દિવસ સુધી દાદાને પહેરાવવામાં આવશે. જ્યારે વિસર્જન થશે ત્યારે આ હાર પૈકી એક એક ડોલર (Dollar) કાર્યકર્તાઓને પ્રસાદી રૂપે આપવામાં આવશે.

Rajkot : દૂંદાળા દેવને અર્પણ કરાયો ડોલરિયો હાર, વિસર્જન સમયે કરાશે ડોલરનું વિતરણ, જુઓ વીડિયો
રાજકોટમાં વિઘ્નહર્તાને પહેરાવવામાં આવ્યો ડોલરનો હાર

Follow us on

રંગીલા રાજકોટમાં   (Rajkot) વિધ્નહર્તા દેવને મોંઘેરા શણગાર કરવામાં આવ્યા છે અને  રાજકોટના સર્વેશ્વર ચોક ખાતે  આયોજિત ગણેશ મહોત્સવ (Ganesh Mahotsav) માં સિદ્ધિ વિનાયકને  ડોલરનો  હાર પહેરાવવામાં આવ્યો છે.  આ મહોત્સવના  કેતન સાપરિયાએ ટીવીનાઇન સાથે વાતચીત કરતા કહ્યું હતું કે વિદેશના એક ભક્ત દ્રારા 100 ડોલરનો હાર અર્પણ કરવામાં આવ્યો છે. આ હારને દસ દિવસ સુધી દાદાને પહેરાવવામાં આવશે. જ્યારે વિસર્જન થશે ત્યારે આ હાર પૈકી એક એક ડોલર (Dollar) કાર્યકર્તાઓને પ્રસાદી રૂપે આપવામાં આવશે.

ગજાનન ગણપતિને  અર્પણ કરવામાં આવ્યો  100 ડૉલરનો હાર

મહેલની  પ્રતિકૃતિ સમાન પંડાલ અહીં આકર્ષણનું  કેન્દ્ર બન્યો છે.  વિદેશમાં રહેતા ભકતે અહીં ગણેશજીને 100  ડોલરનો હાર અર્પણ કર્યો છે . આ હારને દસ દિવસ સુધી દાદાને પહેરાવવામાં આવશે. જ્યારે વિસર્જન થશે ત્યારે આ હાર પૈકી એક એક ડોલર (Dollar) કાર્યકર્તાઓને પ્રસાદી રૂપે આપવામાં આવશે.

 રાજકોટમાં  ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન

 

51 વર્ષ બાદ અમિતાભ-જયાના લગ્નનું કાર્ડ થયું વાયરલ, આમિર ખાને ફેન્સને ચોંકાવ્યા
જાયફળનું સેવન કરવાથી થાય છે જબરદસ્ત ફાયદા
ગુજરાતી સિંગર જયકર ભોજક ગરબાનો બાદશાહ છે
ભાગવતમાં જણાવ્યું છે, બાળક ગર્ભમાં હોય ત્યારે માતાએ આ 5 કામ અવશ્ય કરવા
શરીરમાં લોહીના ટકા ઓછા હોય તો શું કરવું? ડૉક્ટર પાસેથી જાણો
Green Methi Leaves : શિયાળાની સિઝનમાં લીલી મેથીની લઈ લો મજા! વિટામીનથી ભરપૂર

આજથી ગજાનન ગણપતિ મહારાજના મહોત્સવનો પ્રારંભ થયો છે.આજથી રાજકોટમાં ૨૫૦થી વધારે સ્થળોએ ગણેશ મહોત્સવનું આયોજન કરાયું છે. બાપાને અલગ અલગ લોકો દ્રારા પોતાના ભાવ પ્રમાણે દાન-શણગાર અર્પણ કરવામાં આવતો હોય છે ત્યારે રાજકોટના સર્વેશ્વર ચોક ખાતે આવેલા ગણેશ મહોત્વમાં દાદાને ડોલરનો હાર અર્પણ કરવામાં આવ્યો છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ હારને દસ દિવસ સુધી દાદાને પહેરાવવામાં આવશે. જ્યારે વિસર્જન થશે ત્યારે આ હાર પૈકી એક એક ડોલર (Dollar) કાર્યકર્તાઓને પ્રસાદી રૂપે આપવામાં આવશે.

શહેરમાં 250થી વધુ ગણેશ મહોત્સવના આયોજનો

દસ દિવસના આ મહોત્સવ દરમિયાન અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે જેમાં શ્રીનાથજીની ઝાંખી જેવા ધાર્મિક કાર્યક્રમો જ્યારે એક દિવસ વૃધ્ધાશ્રમના વૃધ્ધોને બોલાવી તેની પાસે પુજા વિધી કરાવીને તેને ભોજન કરાવીને ભેટ આપવા સુધીના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. શહેરમાં ગણેશ મહોત્સવના ૨૫૦થી વધારે આયોજનો કરવામાં આવ્યા છે જેમાં દરેક સ્થળે દુંદાળા દેવના અલગ અલગ સ્વરૂપ જોવા મળી રહ્યા છે.અલગ અલગ સ્થળોએ વિશેષ શણગાર અને પૂજાનું આયોજન કરાયું છે જેના કારણે શહેર જાણે ગણેશમય બની ગયું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.

ત્રિકોણબાગ કા રાજામાં મહોત્સવનો પ્રારંભ

રાજકોટના ગણેશ મહોત્સવમાં પ્રથમ એવા ત્રિકોણબાગ કા રાજામાં મહોત્સવનો પ્રારંભ થયો છે. ફટાકડા ફોડી અને વાજતે ગાજતે ધામ ધૂમથી ભગવાનની સ્થાપના કરાઈ હતી. દુંદાળા દેવના આગમનથી ભક્તોમાં ભારે ઉત્સાહ જોવાયો. હવે 10 દિવસ સુધી રોજ આરતી, પ્રસાદ અને ભક્તીના સમન્વય સાથે આ જ રીતે ગણેશજીની પૂજા અર્ચના કરાશે

 

 

Next Article