ના હોય ! એક તવો પણ બની શકે છે દાંપત્ય જીવનમાં કલેશનું કારણ !

|

Feb 05, 2023 | 6:18 AM

વાસ્તુશાસ્ત્ર (Vastushashtra) અનુસાર તવાને ક્યારેય પણ ઉંધો ન રાખવો જોઈએ. કહે છે કે આ કાર્ય ભૂલથી પણ ન કરવું જોઇએ. તેનાથી ઘરમાં અચાનક કોઇ મોટી મુસીબત આવી શકે છે !

ના હોય ! એક તવો પણ બની શકે છે દાંપત્ય જીવનમાં કલેશનું કારણ !
Chapati tava

Follow us on

વાસ્તુશાસ્ત્રમાં ઘરના દરેક ખૂણાનું આગવું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. એટલું જ નહીં, ઘરમાં ઉપયોગમાં લેવાતી એક એક વસ્તુ પણ એક આગવી જ મહત્તા ધરાવે છે. ત્યાં સુધી કે પૂજાઘર અને રસોડામાં ઉપયોગમાં લેવામાં આવતી વસ્તુઓ પણ વ્યક્તિના જીવન પર સારી અને ખરાબ અસરો પાડી શકે છે ! તમને કદાચ વિશ્વાસ નહીં આવે, પરંતુ, આપના ઘરમાં રહેલો તવો પણ તમારા જ જીવન માટે મુસીબતનું કારણ બની શકે છે ! એક તવો તમારા દાંપત્ય જીવનમાં કડવાશ પણ લાવી શકે છે !

રસોઈમાં રોટલી માટે વપરાતા તવાને કેટલાંક તવી કે લોઢી પણ કહે છે. આ તવાનો ઉપયોગ કરતી વખતે કેટલીક સાવધાની રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો આ તવાનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં ન આવે તો તે તમારા જીવનમાં અનેક પરેશાનીને નોતરું આપી શકે છે ! એટલે તવાનો ઉપયોગ કરતી વખતે કેટલીક બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. કેટલીક વસ્તુઓ ભૂલ્યા વિના કરવી જોઈએ અને કેટલીક તો ભૂલથી પણ ન કરવી જોઈએ. નીચે જણાવેલ બાબતોથી આ વાતને સમજીએ.

તવા પર થોડું મીઠું (નમક) છાંટવું લાભદાયી

લૌકિક માન્યતા એવી છે કે રોટલી બનાવતા પહેલા તવા ઉપર થોડું મીઠું છાંટી દેવું જોઈએ. ત્યારબાદ રસોઇ બનાવતા સમયે સૌથી પહેલી રોટલી ગાય માટે બનાવવી. અને પછી જ આપના માટે અને આપના પરિવાર માટે રોટલી બનાવવી. કહે છે કે આ કાર્ય કરવાથી આપના ઘરમાં ક્યારેય ધનની ઉણપ નહીં વર્તાય. અને ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ગરમ તવા પર પાણી ન નાંખો

ઘણાં લોકોને ગમે તે કારણસર ગરમ તવા પર પાણી છાંટવાની આદત હોય છે. પરંતુ, આપે ભૂલથી પણ આવું ન કરવું જોઈએ. માન્યતા એવી છે કે આવું કરવાથી આપના વૈવાહિક જીવનમાં મુસીબતો આવે છે. એટલે કે, એક તવો દાંપત્ય જીવનમાં કલેશનું કારણ પણ બની શકે છે ! એટલું જ નહીં, આ બાબત આપના સ્વાસ્થ્યને પણ પ્રભાવિત કરે છે.

તવાને ઉંધો ન રાખો

વાસ્તુશાસ્ત્ર અનુસાર તવાને ક્યારેય પણ ઉંધો ન રાખવો જોઈએ. આ કાર્ય ભૂલથી પણ ન કરવું જોઇએ. તેનાથી ઘરમાં અચાનક કોઇ મોટી મુસીબત આવી શકે છે !

ખુલ્લામાં ન રાખો તવો !

વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોઇ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો તવો ક્યારેય ખુલ્લામાં ન રાખવો જોઇએ. આપે હંમેશા તવો છુપાવીને રાખવો જોઇએ. એટલે કે, હંમેશા એવો જ પ્રયત્ન કરવો કે ઘરના સભ્યો સિવાય બહારની કોઇ પણ વ્યક્તિની નજર આપના તવા પર ન પડે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Next Article