અસત્ય પર સત્યની જીતનો પર્વ વિજયા દશમી એટલે કે, દશેરાનો દિવસ આજે ધામધુમથી ઉજવવામાં આવી રહ્યો છે. નવરાત્રિના 9 દિવસ પુરા થયા બાદ દશમની તિથીને મર્યાદા પુરુષોતમ ભગવાન રામે લંકાધિપતિ દશાનનો વધ કરી સીતા માતાને બચાવ્યા હતા.આ દિવસે રાવણ (Ravan)ની સાથે તેના ભાઈ કુંભકરણ અને વેટે મેધનાદના પણ પુતળાનું દહન કરવામાં આવે છે. રાવણ વિશે કહેવામાં આવે છે કે, તે જ્ઞાની હોવા છતાં કોઈ પણ ધર્મનું પાલન કરતો ન હતો. આ જ તેનો સૌથી મોટો અગુણ હતો.
રાવણ વિશે તો સૌ કોઈને ખબર હશે પરંતુ શું તમે જાણો છો. રાવણને કેટલા લગ્ન કર્યા હતા પત્ની કેટલી હતી બાળકો કેટલા હતા. વાલ્મીકિ દ્વારા રચિત રામાયણમાં રાવણની એક જ પત્ની મંદોદરીનો ઉલ્લેખ કરવામાં આવે છે. પરંતુ મંદોદરી સિવાય રાવણની 2 પત્નીઓ હતી ચાલો જાણીએ રાવણના પુરા પરિવાર વિશે.
એવું કહેવામાં આવે છે કે, રાવણને ત્રણ પત્નીઓ હતી. પહેલી પત્નીનું નામ મંદોદરી હતુ. મંદોદરી રાક્ષસરાજ માયાસુરની પુત્રી હતી. ઈન્દ્રજીત, મેધનાદ, મહોદર, પ્રહસ્ત, વિરુપાક્ષ ભીકમ વીર મંદોદરીનું સંતાન હતુ. રાવણની બીજી પત્નીનું નામ ધન્યમાલિની હતું ધન્યમાલિનીએ 2 પુત્રો અતિક્યા અને ત્રિશિરારને જન્મ આપ્યો હતો. ત્રીજી પત્નીનું નામ અજ્ઞાત છે. ત્રીજી પત્ની વિશે કહેવામાં આવે છે કે, રાવણે તેની હત્યા કરી હતી. માન્યતાઓ અનુસાર ત્રીજી પત્નીના પ્રહસ્થા, નરાંતકા અને દેવતાકા નામના પુત્રો હતા.
માન્યતાઓ અનુસાર રાવણ ઋષિ વિશ્વશ્રવા અને કૈકસીનું સંતાન હતુ. કૈકસી ઋષિ વિશ્વશ્રવાની બીજી પત્ની હતી. ઋષિ વિશ્વશ્રવાની પહેલી પત્ની ઝલાવિડા હતુ. જેનાથી રાવણથી પહેલા કુબેરનો જન્મ થયો હતો.
રાવણના દાદા મહર્ષિ પુલસ્ત્ય હતા, જેઓ બ્રહ્માના પુત્ર હતા અને તેમની દાદીનું નામ હવિરભુવા હતું.
રાવણના દાદાનું નામ સુમાલી અને દાદીનું નામ તાડકા હતું.
રાવણના સગા ભાઈ-બહેન, વિભીષણ, કુંભકરણ, અહિરાવણ, ખર,દૂષણ અને 2 બહેનો સૂર્પનખા અને કુભ્ભિની હતી.
રાવણનો સાવકો ભાઈ – કુબેર (જે રાવણથી મોટા હતા)
પ્રચલિત કથાઓ અનુસાર રાવણના 7 પુત્રો હતા જેમાંથી પહેલી પત્નીથી મેઘનાદ (ઇન્દ્રજીત) અને અક્ષય બીજી પત્નીથી ત્રિશિરા અને અતિકાય, ત્રીજી પત્નીથી એક પુત્ર પ્રહસ્થા હતો.
Published On - 7:17 pm, Tue, 24 October 23