Tv9 Bhakti: શનિદેવની પૂજા સમયે ભૂલથી પણ ન કરતા આ ભૂલ, નહીંતર શનિદેવ થઈ જશે નારાજ!

|

Jun 04, 2022 | 6:30 AM

શનિદેવની (Lord shani) પૂજામાં લાલ રંગના વસ્ત્ર કે લાલ રંગના પુષ્પનો ક્યારેય ઉપયોગ ન કરવો. એ જ રીતે તાંબું એ સૂર્યની ધાતુ છે એટલે તેનો પણ શનિપૂજામાં ઉપયોગ ન કરવો !

Tv9 Bhakti: શનિદેવની પૂજા સમયે ભૂલથી પણ ન કરતા આ ભૂલ, નહીંતર શનિદેવ થઈ જશે નારાજ!
Lord Shani

Follow us on

શનિદેવ (Lord shani)એ ન્યાયના દેવતા છે. જેમની આસ્થા સાથે પૂજા (Worship) કરવાથી વ્યક્તિ તેના જીવનના (Life) સઘળા કષ્ટોમાંથી મુક્તિ મેળવી શકે છે. અઢી વર્ષની કે સાડાસાતીની પનોતીમાંથી પણ રાહત મેળવી શકે છે. અલબત્, શનિદેવની પૂજા નિયમાનુસાર કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. એટલું જ નહીં, શનિ પૂજા દરમિયાન કેટલીક બાબતોનું વિશેષ ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી છે. કેટલીક એવી નાની-નાની બાબતો છે કે જેના પ્રત્યેનું બેધ્યાનપણું શનિદેવનો ક્રોધ પણ નોતરી શકે છે. આવો, આજે તે વિશે જ વિગતે જાણીએ.

શનિદેવની પૂજાના નિયમ

⦁ શનિદેવની પૂજામાં લાલ રંગના વસ્ત્ર કે લાલ રંગના પુષ્પનો ક્યારેય ઉપયોગ ન કરવો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

⦁ કાળા, નીલા, જાંબલી તેમજ આસમાની રંગના વસ્ત્ર ધારણ કરીને જ શનિદેવની પૂજા કરવી. ઉલ્લેખનીય છે કે શનિપૂજામાં આસમાની રંગના વસ્ત્ર સર્વોત્તમ મનાય છે.

⦁ સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી શનિ ઉપાસના કરવી જોઈએ.

⦁ શનિદેવની પૂજા દરમ્યાન પશ્ચિમ દિશામાં મુખ રાખીને બેસવું.

⦁ શનિદેવની દિશા પશ્ચિમ છે. તે પશ્ચિમ દિશાના સ્વામી છે. આ દિશામાં મુખ રાખીને પૂજા કરવાથી આપને શનિદેવની પ્રસન્નતા પ્રાપ્ત થશે!
⦁ તાંબું એ સૂર્યની ધાતુ છે એટલે તેને શનિપૂજામાં ઉપયોગમાં ન લેવું!

⦁ શનિપૂજામાં લોખંડ, સ્ટીલ, માટીનું વાસણ કે દીવો ઉપયોગમાં લેવો.

કુંડળીમાં અશુભ શનિથી જીવન પર અસર 

⦁ કુંડળીમાં શનિગ્રહ જો અશુભ હોય તો જીવનસાથી સાથે વિચારભેદ રહેશે.

⦁ ભૂતકાળની અસર અને ભવિષ્યના વિચાર બંન્ને વર્તમાનને બગાડશે!

⦁ શનિગ્રહના અશુભ પ્રભાવને કારણે તમારી સારી ભાવના અને સારા વિચારો લોકોને નહીં દેખાય!

⦁ આ ગ્રહની ખરાબ અસર તમને બચત નહીં કરવા દે !

⦁ આ ગ્રહની નકારાત્મક અસરના કારણે આપનું કામમાં મન નહીં લાગે !

⦁ ટેલેન્ટેડ હોવા છતાં કામ ન થાય!

⦁ આપને એસિડિટી, વાયુવિકાર, છાતીમાં બળતરા જેવી શારીરિક તકલીફોનો સામનો કરવો પડે.

⦁ માનસિક તણાવ વધે. પેટમાં બળતરા થાય.

શનિદેવની પ્રસન્નતા માટેની વિધિ 

⦁ જેમની કુંડળીમાં અશુભ શનિ છે તેમણે શનિદેવનું સ્મરણ સતત કરવું વચ્ચે ન અટકાવવું.

⦁ જેમને શનિદેવના અશુભ ફળ મળી રહ્યા છે તેવા સ્ત્રી-પુરુષ બંન્નેએ શનિદેવની પૂજા વિધિ કરવી.

⦁ અડદની દાળ, કાળા ચણા, કાળા તલથી બનેલી વસ્તુઓ અર્પણ કરો.

⦁ શનિદેવને ભોગમાં શ્યામા તુલસી જ અર્પણ કરવી.

⦁ કાળા અડદની ખીચડી ભૂખ્યા લોકોને જમાવડવાથી શનિદેવની પ્રસન્નતા મેળવી શકાય છે.

⦁ કાળા શ્વાનને ગળી રોટલી અર્પણ કરવી.

⦁ શનિદેવના મંત્રોનો જાપ પણ ફળદાયી બની રહેશે.

⦁ શનિચાલીસાનો પાઠ કરવો પણ આપના માટે લાભદાયી બની શકે છે.

⦁ આ ઉપાયો કરવાથી આપની પર હંમેશા શનિદેવની કૃપા દૃષ્ટિ બની રહેશે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Next Article